તુષ્ટિકરણની રાજનીતિના કારણે ત્રણ તલાક બિલનો કરાયો વિરોધઃ અમિત શાહ
અમિત શાહે જણાવ્યું કે, જે લોકો ત્રણ તલાકની તરફેણમાં હતા અને જે લોકો તેના વિરોધમાં હતા, એ બંને લોકોના મનમાં એ બાબતે કોઈ આશંકા ન હતી કે ત્રણ તલાક એક કુપ્રથા છે
Trending Photos
નવી દિલ્હીઃ ત્રણ તલાક પર આયોજિત એક કાર્યક્રમમાં બોલતા અમિત શાહે જણાવ્યુંકે, કોઈ પણ કુપ્રથાને દૂર કરવામાં આવે ત્યારે તેનો વિરોધ થતો નથી, પરંતુ તેનું સ્વાગત કરવામાં આવે છે. જોકે ત્રણ તલાક કુપ્રથાને દૂર કરવાનો જે વિરોધ થયો છે તેના પાછળ તુષ્ટિકરણની રાજનીતિ, તેનો ભાવ જવાબદાર છે.
ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, ત્રણ તલાક પ્રથા કરોડો મુસ્લિમ મહિલાઓ માટે એક દુઃસ્વપ્ન સમાન હતી. તેમને પોતાના અધિકારોથી વંચિત રાખવાની પ્રથા હતી. અમિત શાહે જણાવ્યું કે, વોટબેન્કના આધારે પણ વર્ષો સુધી સત્તામાં આવવાની ટેવ કેટલાક રાજકીય પક્ષોને પડી ગઈ હતી. આ કારણે આવી કુપ્રથાઓ દેશમાં ચાલતી રહી છે.
અમિત શાહે જણાવ્યું કે, "આ દેશના વિકાસ અને સામાજિક સમરસતાની વચ્ચે તુષ્ટિકરણની રાજનીતિ આવી છે. તેની તરફેણમાં વાત કરારા અનેક પ્રકારની દલીલો આપે છે. તેને મૂળમાં વોટબેન્કની રાજનીતિ અને શોર્ટકર્ટ લઈને સત્તા પ્રાપ્ત કરવાનું પોલિટિક્સ છે."
અમિત શાહે જણાવ્યું કે, તમે જ્યારે સમાજના વિકાસની પરિકલ્પના લઈને આગળ વધો છો ત્યારે તેના માટે મહેનત કરવી પડે છે, પ્લાનિંગ કરવું પડે છે. તેના માટે તમારા મનમાં સંવેદના જોઈએ, વોટોની લાલચ નહીં.
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે