ધર્મેન્દ્ર પટેલ News

થરાદ બેઠકનું ગણિત : એક સમયે જીત માટે આસાન ગણાતી આ બેઠક કોંગ્રેસ માટે માથાન
થરાદના ધારાસભ્ય પરબતભાઇ પટેલ સાંસદ બનતાં ખાલી પડેલી બેઠકની પેટાચૂંટણી રસપ્રદ બની છે. અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીના જીવરામ ભાઇ પટેલ અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપુત વચ્ચે સીધો જંગ હતો. આ જંગમાં કોંગ્રેસના નેતા માવજીભાઇ પટેલની ભૂમિકા મુખ્ય રહેવાની હતી. કોંગ્રેસ પ્રત્યેની તેમની નારાજગી જગજાહેર હતી. જોકે તેમણે કોંગ્રેસ સામે બ્યૂગલ ફૂક્યું ન હતું, પણ રાજ્યના મુખ્યમંત્રીની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી તેમણે કોંગ્રેસને સીધી ચેલેન્જ ફેંકી. એક સમયે કોંગ્રેસ માટે આસાન ગણાતી આ બેઠક હવે કોંગ્રેસ માટે માથાનો દુખાવો બનશે. થરાદમાં કોંગ્રેસ ગુલાબસિંહ રાજપૂત અને ભાજપમાંથી જીવરાજ પટેલ ઉમેદવાર છે. 
Oct 20,2019, 16:11 PM IST
અમરાઈવાડી બેઠકનું ગણિત : બે પાટીદાર નેતા વચ્ચે સીધો જંગ, કોણ ફાવશે?
અમદાવાદ (Ahmedabad) શહેરની અમરાઇવાડી (Amraiwadi) વિધાનસભાની પેટાચૂંટણી માટે બે પાટીદારો (Patidar) નેતાઓ વચ્ચે સીધો જંગ જામ્યો છે. નવાઇની વાત એ છે અમદાવાદની આ બેઠક માટે બંને નેતાઓ મહેસાણા (Mehsana) જિલ્લાના કડીના વતની છે. ભારતીય જનતા પાર્ટી (BJ))એ આ બેઠક પરથી સંધના કાર્યકર જગદીશ પટેલને મેદાને ઉતાર્યા છે, તો કોંગ્રેસે (Congress) પાટીદાર નેતા ધર્મેન્દ્ર પટેલ પર દાવ લગાવ્યો. શહેરી બેઠક હોવાથી સ્વાભાવિક રીતે જ ભારતીય જનતા પાર્ટીનું પલડુ ભારે હોય પણ અહી સમીકરણ અલગ જોવા મળે છે. એવું એટલા માટે કે બંને પાટીદાર નેતાઓઓ અન્ય જ્ઞાતિના મતદારો પર આધાર રાખવાનો રહે છે. ત્યારે આવતીકાલે વિધાનસભાની પેટાચૂંટણી (Gujarat VidhanSabha By Election 2019) પહેલા બેઠકનું ગણિત જોઈએ.
Oct 20,2019, 13:06 PM IST

Trending news