મુંબઇમાં વરસાદ

ભારે વરસાદથી મુંબઇમાં પાણી-પાણી, IMDએ આ વિસ્તારમાં જાહેર કર્યું રેડ એલર્ટ

વરસાદને કારણે મુંબઈ (Mumbai Rain) સહિત આસપાસના વિસ્તારોમાં ખરાબ સ્થિતિ સર્જાઇ છે. ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ચેમ્બુર, પરેલ, હિંદમાતા, દાદર, કિંગ્સ સર્કલ, સાયન, અંધેરી, સાંતાક્રુઝ, બોરીવલી, નાલાસોપારા અને અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે રસ્તાઓ પર ટ્રાફિક પણ ખરાબ રીતે પ્રભાવિત થઈ રહ્યો છે.

Aug 5, 2020, 10:45 PM IST
Mumbai Rain News: Watch Video Maharastra 21 Died In Wall Collapse PT5M51S

મુંબઇમાં વરસાદ બન્યો મોતનું કારણ, જુઓ વીડિયો

મહારાષ્ટ્રમાં ભારે વરસાદે કહેર મચાવ્યો છે. અહીં અલગ-અલગ જગ્યા પર ભારે વરસાદ થવાના કારણે દિવાલ ધરાશાયી થવાની ઘટના બની છે. જેમાં 22 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. આ ઘટનાઓ બાઉન્ડ્રી વોલ પડવાથી બની છે. રાજ્યમાં છેલ્લા બે ત્રણ દિવસથી ભારે વરસાદ થઇ રહ્યો છે.

Jul 2, 2019, 11:10 AM IST

મુંબઈમાં મુશળધાર વરસાદ, નાસિકમાં 3 બાળકો સહિત 5ના મોત

હવામાન વિભાગે આગામી બે દિવસમાં મોનસૂન મહારાષ્ટ્ર અને ગોવા પહોંચશે તેવી સંભાવના વ્યક્ત કરી છે. ખાનગી એજન્સી સ્કાઇમેટના અનુસાર આઠ થી દસ જૂન વચ્ચે મધ્ય પશ્વિમી તટ અને ખાસ કરીને મુંબઇમાં વરસાદના અણસાર છે. 

Jun 5, 2018, 08:27 AM IST