ભારે વરસાદથી મુંબઇમાં પાણી-પાણી, IMDએ આ વિસ્તારમાં જાહેર કર્યું રેડ એલર્ટ
Trending Photos
મુંબઇ: વરસાદને કારણે મુંબઈ (Mumbai Rain) સહિત આસપાસના વિસ્તારોમાં ખરાબ સ્થિતિ સર્જાઇ છે. ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ચેમ્બુર, પરેલ, હિંદમાતા, દાદર, કિંગ્સ સર્કલ, સાયન, અંધેરી, સાંતાક્રુઝ, બોરીવલી, નાલાસોપારા અને અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે રસ્તાઓ પર ટ્રાફિક પણ ખરાબ રીતે પ્રભાવિત થઈ રહ્યો છે.
વેસ્ટર્ન રેલ્વેએ જણાવ્યું હતું કે ચર્ચગેટ, મુંબઇ સેન્ટ્રલ અને મરીન લાઇન્સ અને ચર્ની રોડ વચ્ચેના રેલ્વે ટ્રેક પર પાણી ભરાવાના કારણે મુંબઇ સેન્ટ્રલ અને ચર્ચગેટ વચ્ચે ખાસ ઉપનગરીય ટ્રેનો અસ્થાયી રૂપે અટકી ગઈ છે. તે જ સમયે, સેન્ટ્રલ લાઇન પરના સ્ટેશનોમાં પાણી ભરાયા છે. એનડીઆરએફની ટીમો પ્લેટફોર્મ પર ફસાયેલા લોકોને બચાવવામાં રોકાયેલી છે.
ભારતીય હવામાન વિભાગે મુંબઈમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદની ચેતવણી આપતા રેડ એળર્ટ જાહેર કર્યું છે. મુંબઇ સિવાય થાણે, પાલઘર, રાયગઢ અને રત્નાગિરિ જિલ્લાઓ માટે પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે