વાલીઓનો વિરોધ
સુરતની જીડી ગોયેન્કા સ્કૂલ સામે વાલીઓનો મોરચો, સંતાનોને લઈ કલેક્ટર ઓફિસ પહોંચ્યા
- જો સાત દિવસમાં સ્કૂલ સંચાલક વિરુદ્ધ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહિ આવે તો વાલીઓ દ્વારા ઓફિસની બહાર હોબાળો મચાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી
અમદાવાદ: શિક્ષણ વિભાગે 25 ટકા ફી માફીનો પરિપત્ર કર્યો જાહેર
શિક્ષણ વિભાગે 25 ટકા ફી માફીનો પરિપત્ર જાહેર કર્યો છે. ચાલુ શૈક્ષણિક વર્ષમાં શાળાઓ માત્ર ટ્યુશન ફી લઈ શકશે. શાળાઓ કોઈ પણ પ્રકારનો ફી વધારો કરી શકશે નહીં. ટ્યુશન ફીના 75 ટકા રકમ શાળા વાલીઓ પાસેથી લઈ શકશે
Oct 7, 2020, 10:05 PM ISTખાનગી શાળાઓ દાદાગીરી પર ઉતરી, 10 ઓક્ટોબર સુધી ફી ભરો નહિ તો 25%ની રાહત નહિ મળે
- ઉઘરાણી સંદર્ભે નિકોલમાં આવેલી ડીવાઇન ઈન્ટરનેશનલ સ્કૂલનો વિવાદાસ્પદ પત્ર સામે આવ્યો.
- ફરી એકવાર સરકાર સાથે વાતચીત કરવાનું ટાળી, ફીમાં રાહત મામલે સરકારે કરેલા હુકમની અવગણના ખાનગી શાળાઓ દ્વારા શરૂ કરાઇ
વડોદરાના વાલીઓનો આરોપ, કહ્યું- ફી રાહતના નામે સરકારે લોલીપોપ પકડાવ્યો
લોકડાઉનમાં બંધ પડેલી શાળાઓમાં સ્કૂલ ફી ઘટાડવા અંગે વાલીઓ લાંબા સમયથી લડત આપી રહ્યાં છે. ત્યારે આ લડતના અંતે રાજ્ય સરકારે 25 ટકા સમગ્ર શૈક્ષણિક વર્ષની ફીમાં રાહત આપવાનો નિર્ણય લીધો છે.
Sep 30, 2020, 04:05 PM ISTવાલીઓની લાચારી, બે બાળકોને બે ફોન ઓનલાઈન અભ્યાસ માટે ક્યાંથી આપીએ?
અમદાવાદના રાણીપમાં આવેલી કે.આર. રાવલ સ્કૂલના વાલીઓએ ફી મુદ્દે આજે સ્કૂલ બહાર વિરોધ દર્શાવ્યો છે. મોટી સંખ્યામાં વાલીઓ સ્કૂલ બહાર એકઠા થયા હતા. સ્કૂલ બંધ છે ત્યારે ફી માફ કરવા તેમજ ઓનલાઈન ભણતર બંધ કરવા વાલીઓએ માંગ કરી છે. સ્કૂલ મેનેજમેન્ટ ફી બાબતે વાલીઓને દબાણ કરતું હોવાનો વાલીઓનો આક્ષેપ ઉઠ્યો છે. વાલી મંડળના સભ્ય અને સ્કૂલના વાલીઓએ સ્કૂલ સંચાલકો સાથે ફી ઘટાડવા અને ઓનલાઈન શિક્ષણ બંધ કરવા કરી રજુઆત કરી છે. વાલીઓનો વિરોધ ઉઠ્યા બાદ સ્કૂલમાં એકથી વધુ ટ્રસ્ટી હોવાથી તમામ સાથે ચર્ચા કરીને જાણ કરવાની વાલીઓને અપાઈ બાંહેધરી અપાઈ છે.
Jul 15, 2020, 10:58 AM ISTફી વધારાના સમાચાર વચ્ચે ગુજરાતની આ સ્કૂલે આખા વર્ષની ફી માફ કરી
કોરોનાને કારણે ગુજરાતમાં ક્યાંક સ્કૂલો ખૂલી નથી. પરંતુ તેમ છતા સ્કૂલ સંચાલકો મસમોટી ફી વસૂલી રહ્યાં છે. આવામાં ગુજરાતભરના વાલીઓ ફી માફી માટે વિરોધ પ્રદર્શનો કરી રહ્યાં છે. તેમ છતાં સ્કૂલ સંચાલકો ટસના મસ થતા નથી. આવામાં અરવલ્લીના બાયડની લઘુમતી શાળાએ મોટો નિર્ણય લીધો છે. ધોરણ ૯ થી ૧૧ના વિદ્યાર્થીઓની ફી માફ કરાઈ છે. સમીર એજ્યુકેશન ટ્રસ્ટની સારસ્વત હાઈસ્કૂલ દ્વારા આ નિર્ણય કરાયો છે. કોરોનાને લઇ મેનેજીંગ ટ્રસ્ટી સમીરભાઈ મિર્ઝા દ્વારા આ ઉમદા નિર્ણંય લેવાયો છે. જે મુજબ, વર્ષ ૨૦૨૦-૨૧ની આખા વર્ષની ફી નહિ લેવામાં આવે. અરવલ્લીની જનતાએ પણ હાઈસ્કૂલના નિર્ણંયને વધાવ્યો છે.
Jul 2, 2020, 02:09 PM ISTસુરતમાં ફી મુદ્દે વાલીઓનો હોબાળો, સંચાલકો તાળા મારીને ભાગી ગયા
parents protest outside private schools for fee hike in surat
Jun 28, 2020, 02:40 PM ISTનો સ્કુલ... નો ફી : ગુજરાતભરના વાલીઓ સ્કૂલોની મનમાની સામે મેદાને ઉતર્યાં
ફી માટે દબાણ કરતી, પુસ્તક સહિતની સામગ્રી શાળામાંથી જ લેવા દબાણ કરતી શાળાઓ સામે વાલીઓએ આંદોલન છેડ્યું છે. આ આંદોલન ઓનલાઈન છે. વાલીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો છે. આજથી 20 જૂન સુધી વાલીઓ ઘરે રહી સોશિયલ મીડિયાના માધ્યમથી ખાનગી શાળાઓ જે વાલી પર દબાણ કરી રહી છે તેમનો વિરોધ કરશે. આ આંદોલન મામલે વાલીઓએ કહ્યું કે, શાળાઓ ધમકાવે છે કે ફી ભરો નહિ તો માર્કશીટ નહીં આપીએ. બાળકને ઓનલાઈન અભ્યાસ નહિ કરાવીએ. નવા સત્રના પુસ્તક નહીં આપીએ. કેટલીક શાળાઓની હિંમત એટલી વધી છે કે સ્પષ્ટ વાલીઓને કહે છે કે જ્યાં કહેવું હોય કહી દો, જે કરવું હોય કરો પણ ફી પુરી ભરવી જ પડશે. ત્યારે હવે વાલીઓ નિ:સહાય બન્યા છે. આખરે વાલીઓ મેદાનમાં આવ્યા છે અને કાળી પટ્ટીના સહારે વિરોધ દર્શાવી રહ્યાં છે.
Jun 14, 2020, 01:34 PM IST