fee hike

શિક્ષણ વિભાગના આદેશોને ઘોળીને પી ગઈ અમદાવાદની સ્કૂલો, 3 સ્કૂલોના વિવાદ સામે આવ્યા

  • અનન્ય વિદ્યાલય કલોલના પૂર્વ ધારાસભ્ય અતુલ પટેલની હોવાનું વાલીઓએ જણાવ્યું, જેના કારણે વાલીઓનું કોઈ સાંભળતું ના હોવાનો આક્ષેપ તેઓએ કર્યો છે. 
  • અમદાવાદમાં આવેલી ઉદગમ અને ઝેબર સ્કૂલે શિક્ષકોના પગારમાં કાપ મૂક્યો છે. બંને સ્કૂલોએ 350 જેટલા શિક્ષકોનો 10 ટકા પગાર કાપની જાહેરાત કરી

Oct 21, 2020, 11:03 AM IST

ખાનગી કોલેજોની સ્પષ્ટતા, ફી વધારો નહિ કરીએ, પણ ફીમાં રાહત પણ નહિ આપી શકીશું

સ્કૂલ ફીમાં ગુજરાત સરકારે 25 ટકા રાહત જાહેર કર્યા બાદ હવે કોલેજ ફીમાં પણ રાહતનો મુદ્દો શિક્ષણમંત્રી માટે નવી ચેલેન્જ બની રહેવાનો છે

Oct 8, 2020, 11:59 AM IST

અમદાવાદ: શિક્ષણ વિભાગે 25 ટકા ફી માફીનો પરિપત્ર કર્યો જાહેર

શિક્ષણ વિભાગે 25 ટકા ફી માફીનો પરિપત્ર જાહેર કર્યો છે. ચાલુ શૈક્ષણિક વર્ષમાં શાળાઓ માત્ર ટ્યુશન ફી લઈ શકશે. શાળાઓ કોઈ પણ પ્રકારનો ફી વધારો કરી શકશે નહીં. ટ્યુશન ફીના 75 ટકા રકમ શાળા વાલીઓ પાસેથી લઈ શકશે

Oct 7, 2020, 10:05 PM IST

ખાનગી શાળાઓ દાદાગીરી પર ઉતરી, 10 ઓક્ટોબર સુધી ફી ભરો નહિ તો 25%ની રાહત નહિ મળે

  • ઉઘરાણી સંદર્ભે નિકોલમાં આવેલી ડીવાઇન ઈન્ટરનેશનલ સ્કૂલનો વિવાદાસ્પદ પત્ર સામે આવ્યો.
  • ફરી એકવાર સરકાર સાથે વાતચીત કરવાનું ટાળી, ફીમાં રાહત મામલે સરકારે કરેલા હુકમની અવગણના ખાનગી શાળાઓ દ્વારા શરૂ કરાઇ

Oct 4, 2020, 09:15 AM IST

ખાનગી શાળાઓએ સીધેસીધુ કહી દીધું, ‘10 થી 100% ફી માફ કરીશું, પણ માત્ર ગરીબ વિદ્યાર્થીઓની...’

સરકાર દ્વારા તમામ વિદ્યાર્થીઓની 25% ફી માફ કરવાની માંગ ખાનગી શાળા સંચાલકોએ ફગાવી

Aug 21, 2020, 03:29 PM IST

ફીના સરકારી ઠરાવને ખાનગી શાળાઓએ હાઈકોર્ટમાં પડકાર્યો

ખાનગી શાળાની ફી મુદ્દેના સરકારના ઠરાવને ખાનગી શાળાઓએ હાઈકોર્ટમાં પડકાર્યો છે. ખાનગી શાળાઓ દ્વારા સરકારના 16.07.20ના રોજના ઠરાવ સામે હાઈકોર્ટમાં અરજી કરી છે. ગુજરાત હાઇકોર્ટેમાં અરજદારે રજૂઆત કરી કે, રાજ્ય સરકારને આ ઠરાવ બહાર પાડવાની સત્તા નથી. અરજદાર રાજ્યભરમાં ખાનગી શાળાઓમાં 16 લાખ કર્મચારીઓ રોજગારી મેળવી રહ્યા છે. તેથી પીએમ આત્મનિર્ભર યોજના હેઠળ આ લોકો માટે સરકાર કોઈ પેકેજ આપે. 10 એપ્રિલથી સરકાર સાથે ફીના મુદ્દા પર ખાનગી શાળાઓની ચર્ચા ચાલી રહી છે. ખાનગી શાળાઓએ સરકારને વચન આપ્યું હતુ કે, તેઓ ફી વધારશે. આ મામલે વધુ સુનાવણી આગામી સપ્તાહમાં હાથ ધરાશે. 

Jul 25, 2020, 12:13 PM IST

ગુજરાત શાળા સંચાલક મહામંડળે ઓનલાઈન શિક્ષણ બંધ કરવાના નિર્ણયને ઉતાવળિયો ગણાવ્યો

ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે ઓનલાઈન શિક્ષણ બંધ કરવાના નિર્ણયને ઉતાવળીયો નિર્ણય ગણાવ્યો છે. જોકે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું કે, સરકારે રાજ્યના જુદા જુદા મંડળો સાથે વાત કરીને સંપૂર્ણ ફી ના લેવા અંગેના નિર્ણય પર વિચારવાની જરૂર હતી. ‘ફી નહિ તો શિક્ષણ નહીં...’ કહેનાર સંચાલકો બિનઅનુભવી સાબિત થયા છે.

Jul 23, 2020, 12:44 PM IST

હાઈકોર્ટની વાલીઓને મોટી રાહત, જ્યાં સુધી શાળા ખૂલશે નહિ, ત્યાં સુધી ફી ભરવાથી મુક્તિ

ફી મામલે વાલીઓને રાહત આપતા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટે સ્કુલ ફી મામલે વાલીઓને મોટી રાહત આપી છે. સ્કૂલો નહિ ખુલે ત્યાં સુધી શાળા સંચાલકો સ્કુલ ફીની માંગણી નહિ કરી શકે તેવું હાઈકોર્ટે જણાવ્યું છે. કોરોનાના સંકટ વચ્ચે સ્કુલ સંચાલકો બેફામ ફી ઉઘરાવતા સામે હાઇકોર્ટે ફટકાર લગાવી છે. જ્યાં સુધી શાળા શરૂ ન થાય ત્યાં સુધી ફી માટે શાળાઓ વાલીઓને દબાણ નહિ કરી શકે. સ્કૂલ તરફથી ફી ભરવા પર દબાણ ન કરે તો ડીઈઓ પગલાં લેવાના રહેશે. કોરોનાના કપરા કાળમાં વિદ્યાર્થીઓની ફી ભરવા સ્કૂલો દ્વારા દબાણ થતા હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ હતી. 

Jul 22, 2020, 02:25 PM IST

ફી વધારાના સમાચાર વચ્ચે ગુજરાતની આ સ્કૂલે આખા વર્ષની ફી માફ કરી

કોરોનાને કારણે ગુજરાતમાં ક્યાંક સ્કૂલો ખૂલી નથી. પરંતુ તેમ છતા સ્કૂલ સંચાલકો મસમોટી ફી વસૂલી રહ્યાં છે. આવામાં ગુજરાતભરના વાલીઓ ફી માફી માટે વિરોધ પ્રદર્શનો કરી રહ્યાં છે. તેમ છતાં સ્કૂલ સંચાલકો ટસના મસ થતા નથી. આવામાં અરવલ્લીના બાયડની લઘુમતી શાળાએ મોટો નિર્ણય લીધો છે. ધોરણ ૯ થી ૧૧ના વિદ્યાર્થીઓની ફી માફ કરાઈ છે. સમીર એજ્યુકેશન ટ્રસ્ટની સારસ્વત હાઈસ્કૂલ દ્વારા આ નિર્ણય કરાયો છે. કોરોનાને લઇ મેનેજીંગ ટ્રસ્ટી સમીરભાઈ મિર્ઝા દ્વારા આ ઉમદા નિર્ણંય લેવાયો છે. જે મુજબ, વર્ષ ૨૦૨૦-૨૧ની આખા વર્ષની ફી નહિ લેવામાં આવે. અરવલ્લીની જનતાએ પણ હાઈસ્કૂલના નિર્ણંયને વધાવ્યો છે. 

Jul 2, 2020, 02:09 PM IST

અમદાવાદ : ફી મુદ્દે હવે વાલીઓ લડી લેવાના મૂડમાં, વિરોધ કરતા 25ની પોલીસે અટકાયત કરી

લોકડાઉનમાં વધારાયેલી સ્કૂલ ફી મામલે હવે રાજ્યભરના વાલીઓ અકળાયા છે. ગુજરાત વાલી એક્તા મંડળ સ્કૂલ ફી ઉઘરાવતી સ્કૂલ સામે લડી લેવાના મૂડમાં આવી ગયા છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં સાયકલના માધ્યમથી શાળાઓમાં આવેદનપત્ર આપવામાં આવશે. આ તમામ વાલીઓ એક સત્રની ફી માફીની માગ કરી રહ્યું છે. નિકોલ પાસે આવેલી સ્કૂલમાં ગુજરાત વાલી એકતા મંડળના કાર્યકર્તાઓ એકઠા થયા છે. જેને પગલે સ્કૂલ પર પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. વિરોધ કરી રહેલા વાલીઓની અટકાયત કરવામાં આવી છે. નિકોલ પોલીસે વાલી મંડળના અધ્યક્ષ જયેશ પટેલ, Nsui ના નેતા નિખિલ સવાણી સહિત 25 થી વધુ વાલીઓની અટકાયત કરાઈ છે. 

Jun 30, 2020, 11:08 AM IST

કોલકાતામાં JNU વાળી: ફી વધારાનાં વિરોધમાં વિદ્યાર્થીઓની લુખ્ખાગીરી

JNU માં ફી વધારાના વિરોધમાં પ્રદર્શનનાં નામે દાદાગીરી ચાલુ કરી તે પ્રકારે કોલકાતાની કોલેજમાં પણ બનાવ બન્યો

Nov 20, 2019, 09:22 AM IST

વિદ્યાર્થીઓના પ્રદર્શન સામે JNU તંત્રની પીછેહઠ, ફી વધારો ખેંચ્યો પાછો

વિદ્યાર્થી રાજકારણનો ગઢ માનવામાં આવતી જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી એટલે કે JNUમાં લાગુ કરવામાં આવેલા હોસ્ટલ ડ્રાફ્ટ મેન્યુઅલના કારણે વિદ્યાર્થીઓ નારાજ થયા હતા. આ હોસ્ટિલ ડ્રાફ્ટ મેન્યુઅલમાં હોસ્ટેલમાં ભણતા વિદ્યાર્થીઓની અનેક સ્વતંત્રતાઓ પર પ્રતિબંધ લગાવાયો હતો. 

Nov 13, 2019, 05:48 PM IST
Surat: Parents And Students Protest Against Fee Hike PT6M30S

સુરત: સ્કૂલ ફી વધારા મુદ્દે વિરોધ, વાલીઓ સાથે વિદ્યાર્થીઓ પણ જોડાયા

સુરતના ઉતરાણ વિસ્તારની આશાદીપ સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓ ફી વધારાને લઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. ફી વધારાને લઇને વાલીઓ છેલ્લા ચાર દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. વિરોધ પ્રદર્શનમાં વાલીઓ સાથે વિદ્યાર્થીઓ પણ જોડાયા છે. વિરોધ પ્રદર્શનમાં વાલીઓ રસ્તા પર આવી જતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને પરિસ્થિતીને કાબૂ કરવાના પ્રયત્નો કરી રહી છે.

Jun 21, 2019, 12:05 PM IST
Surat: Parents Reach DEO Office to Protest Against Fee Hike PT23M25S

સુરત: સ્કૂલ ફી વધારા મુદ્દે વિરોધ, વાલીઓ પહોંચ્યા DEO કચેરી

સુરતના ઉમરા વિસ્તારની શાળામાં ફી વધારાના વિરોધને પગલે વાલીઓએ વિરોધ નોંધાવ્યો છે. મેટાસ એડવેન્ટસ શાળામાં વાલીઓએ હોબાળો કરી ફી વધારાનો વિરોધ કર્યો. હાથમાં ફી વધારાનો વિરોધ કરતા પોસ્ટર લઈ વાલીઓ રજુઆત માટે શાળાએ પહોંચ્યા હતા, જ્યાં વાલીઓએ આક્ષેપ કર્યો છે કે, શાળા સંચાલકોએ 40થી 50 ટકા ફી વધારો કર્યો છે. અને 22 હજારમાંથી 40 હજાર સુધીનો ફી વધારો કરવામાં આવ્યો છે.

Jun 18, 2019, 12:50 PM IST
Surat: Parents Protest Against Fee Hike PT5M32S

સુરતમાં ફી વધારાને લઈને વાલીઓનો હોબાળો, જુઓ વિગત

સુરત: મેટાસ એડવેન્ટ્સ સ્કૂલની ફીમાં 40થી 50 ટકા ફી વધારો કરાતા વાલીઓ રોષે ભરાયા હતા અને હોબાળો કર્યો હતો.

Jun 17, 2019, 02:45 PM IST
Vadodra: Students Protest Against Fee Hike PT3M38S

વડોદરાની MSUમાં વિધાર્થીઓએ ફી વધારાનો કર્યો વિરોધ, જુઓ વિગત

વડોદરા: MSUમાં હેડ ઓફિસ પર પહોંચી ફી વધારા મુદ્દે વિદ્યાર્થીઓએ કર્યો હંગામો. યુનિ વિજિલન્સ ટીમ અને વિદ્યાર્થીઓ વચ્ચે થયુ ઘર્ષણ. 15 વિધાર્થીઓ હેડ ઓફિસ પર બેઠાં ઉપવાસ પર.

Jun 14, 2019, 06:15 PM IST
Surat: Parents Protest Against Fee Hike in Gajera School PT5M34S

ફી વધારા મુદ્દે ફરી એકવાર સુરતની ગજેરા સ્કૂલમાં વિવાદ, જુઓ વિગત

ફી વધારાના મુદ્દે ફરી એકવાર ઉત્રાણ સ્થિતની ગજેરા સ્કૂલ વિવાદમાં આવી છે. સ્કુલ સંચાલકો દ્વારા નવા સત્રની શરૂઆતની સાથે જ ફીમાં રૂ. 5 હજાર જેટલો ધરખમ વધારો કરવામા આવ્યો હતો , સોથાસાથ આઇકાર્ડ, ડાયરીના નામે પણ અલગથી ચાર્જ વાલીઓ પાસેથી વસૂલવામા આવતો હતો.

Jun 10, 2019, 04:10 PM IST