Beginning News

ગુજરાતમાં ચોથી લહેરની શરૂઆત? સતત ઘટી રહેલા કેસ વચ્ચે આજે 5 કેસનો વધારો!
Mar 20,2022, 20:02 PM IST
કચ્છમાં ખેતીના અનોખા અભિયાનની શરૂઆત, કચ્છમાં રણ નહી પણ હરિયાળા જંગલો હશે
વિશ્વની ઓર્ગોનિક ફૂડની માંગને પૂરી કરવા ભારત- કચ્છના ખેડુતો સક્ષમ હોવાનું કેન્દ્રીય મંત્રી રૂપાલાએ જણાવ્યું હતું. જળસંચય અને પ્રાકૃતિક ખેતી માટે કચ્છના ૩૦૦ ગામડાંઓમાં આત્મનિર્ભર ખેડુત અભિયાનને લીલી ઝંડી અપાઈ હતી. વરસાદના પાણીની આવક, જળસંચયની શક્યતા અને ગામના વાર્ષિક પાણી વપરાશને ધ્યાને રાખી કચ્છના દરેક ગામમાં હંમેશ માટે પાણીની અછત દૂર કરવાના પ્રયત્નો માટે આરંભ "ગ્લોબલ કચ્છ"ના "જળ જીંદાબાદ અભિયાન" દ્ધારા આત્મનિર્ભર ભારત અંતર્ગત આજરોજ કેન્દ્રીય મત્સ્ય પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી પુરશોતમ રૂપાલાના વરદ હસ્તે બ્રહ્માકુમારી દ્વારા કચ્છના ૩૦૦ ગામોમાં આત્મનિર્ભર ખેડુત અભિયાનનો પ્રારંભ કરાવાયો હતો. 
Mar 13,2022, 18:27 PM IST
પાટીદાર ઉમિયા મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત લાખો પાટીદારો ઉમટી પડ્યાં
અરવલ્લી અને સાબરકાંઠાના પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાજી મંદિરનો ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની આજથી શરૂઆત થઈ જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પાટીદાર સમાજ સહીત અન્ય સમાજના શ્રદ્ધાળુ મંદિરેના મહોત્સવ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં વસતા કડવા પાટીદાર સમાજની કુળદેવી ઉમિયા માતાજી મંદિરનું નિર્માણ હિંમતનગરના મહાવીરનગરના ઉમિયા ધામ ખાતે થયું છે.જેનો આજથી ત્રીદીવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો  પ્રારંભ થયો છે જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉમિયા માતાજી મંદિર ખાતે આજે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રથમ દિવસના પ્રથમ ચરણમાં પ્રાંત પૂજામાં દેહ શુદ્ધિ યજ્ઞ થયો હતો બાદમાં સહસ્ત્ર ચંડી ૧૦૯ કુંડી અને પ્રાણ પ્રતિષ્ઠા નવ કુંડી યજ્ઞનો પ્રારંભ થયો હતો જેમાં ૨૦૦ થી વધુ જોડા યજ્ઞમાં ભાગ લીધો હતો.
Feb 24,2020, 22:27 PM IST

Trending news