Bronze statue News

બદલાઈ રહ્યો છે Statue of Unity નો કલર, કરાઈ રહ્યું છે આ ખાસ કામ
દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેટ્યુ ઓફ યુનિટી (Statue of Unity) ને એક વર્ષ પૂરુ થઈ ગયું છે, ત્યારે હાલ પ્રતિમાની સાફસફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્ટેચ્યુની સાફ સફાઈ કરવા માટે મોટી ક્રેઈન લગાડી કામદારોને કામે લગાડવામાં આવ્યા છે. હાલ કામદારો માટે સૌથી મોટી ચેલેન્જ સ્ટેચ્યુના બહારના ભાગની સાફ સફાઈ કરવાની છે, જે બહુ જ મુશ્કેલ છે. તે માટે બકેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીને એક વર્ષ પૂર્ણ થતાં કલર વેરિયેશનની બાબત ધ્યાનમાં લઈને સફાઈ હાથ ધરાઈ છે. સ્ટેચ્યુની અંદર અને બહારથી સફાઈ માટે 11 ચોક્કસ જગ્યાએથી પ્લેટ ખોલવામાં આવશે. કેમ કે આ પ્રતિમા 6600 જેટલી બ્રોન્ઝ (bronze statue) ની અલગ અલગ પ્લેટને જોડીને બનાવવામાં આવી છે. હાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના બંન્ને પગમાં બ્રોન્ઝના પેડને કાપીને સાફ સફાઈ કરવામાં આવી રહી છે.
Nov 28,2019, 10:37 AM IST

Trending news