Forex Reserves: શુક્રવારે રૂપિયો 10 પૈસા વધીને 88.69 પ્રતિ ડોલર (કામચલાઉ) પર બંધ થયો છે. રૂપિયાને આ સમર્થન સ્થાનિક શેરબજારમાં મજબૂતી અને ક્રૂડ ઓઇલના કિંમતમાં ઘટાડાથી મળ્યું.
ભારતનો વિદેશી મુદ્રા ભંડાર (Forex reserves) ફરી એકવાર નવી ઉંચાઈ પર પહોંચી ગયો છે. છેલ્લા અઠવાડીયે વિદેશી મુદ્રા ભંડાર 560.532 અબજ ડોલરના સ્તર પર પહોંચી ગયો છે. રિઝર્વ બેંક તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર 23 ઓક્ટોબર 2020ના રોજ પૂરા થયેલા અઠવાડીયામાં વિદેશી મુદ્રા ભંડાર 5.412 અબજ ડોલરથી વધીને 560.532 અબજ ડોલર થઈ ગયો. ત્યારે આ પહેલા 16 ઓક્ટોબરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભંડાર 3.615 અબજ ડોલર વધીને 555.12 અબજ ડોલર થયો છે.