હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?

પ્રાચીન અને પથ્થરો અને મનમોહક કોતરણી કામ જેમાં થયેલું છે તે હવા મહેલ એક સમયે સૌથી ઉંચાઈવાળી જગ્યા પર સ્થિત હતો...તેથી જ તેનું નામ હવા મહેલ પાડવામાં આવ્યું છે. જો કે આજે ઉંચાઈ રહી નથી...પરંતુ હવા મહેલ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે.
 

હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?

તેજસ દવે, મહેસાણાઃ ગુજરાતનો ઈતિહાસ ઘણો પ્રાચિન રહ્યો છે. સોલંકી કાળને સુવર્ણ યુગ કહેવાય છે. આ સોલંકી કાળમાં એવા અનેક ઐતિહાસિક સ્થાપત્યોનું નિર્માણ થયું જે અણમોલ છે. મોઢેરાનું સૂર્ય મંદિર હોય કે પાટણમાં આવેલી રાણીની વાવ...આ એવા સ્થાપત્યો છે જેને ઈતિહાસ ક્યારેય નહીં ભૂલે...પરંતુ આપણે આપણો આ ભવ્ય વારસો કેટલો સાચવ્યો છે અને કેટલો સાચવીએ છીએ તે વિચારવું જોઈએ. એવા અનેક મહામુલા સ્થાપત્યો છે જે મૃતપાય સ્થિતિમાં આવી ગયા છે. વાંક તેમાં સરકાર અને સરકારી તંત્રનો પણ છે...આવું જ એક સ્થાપત્ય એટલે મોઢેરાનો હવા મહેલ...શું છે તેનો ઈતિહાસ?, કેવી છે હાલ તેની દયનિય સ્થિતિ?...જુઓ આ અહેવાલમાં...

આપણો ઐતિહાસિક વારસો કોણ સાચવશે?
આપણો ભવ્ય વારસો આપણને વ્હાલો નથી?
ઐતિહાસિક સ્થાપત્યોની દુર્દશા કેમ?
વાંક કોનો આપણો કે સરકારનો?

ગુજરાતમાં અનેક રાજાઓએ રાજ કર્યું...જેમાં સોલંકી શાસન સુવર્ણ યુગ કહેવાય છે. આ સોલંકી કાળમાં એવા અનેક ઐતિહાસિક અને ભવ્ય સ્થાપત્યો ગુજરાતને મળ્યા જે અજાયબીથી ઓછા નથી....પાટણમાં રાણીની વાવ, મોઢેરાનું સૂર્યમંદિર, સિદ્ધપુરનો રુદ્રમહાલય કે પછી એવા અનેક ઐતિહાસિક સ્થાપત્યો છે જેને નિહાળતા જ ગુજરાતના ભવ્ય ઈતિહાસ અને સમૃદ્ધીઓના દર્શન થાય...પરંતુ આ તમામ સ્થાપત્યોની હાલ કેવી દશા છે તે તમે સૌ જાણો છો...ક્યારેય પોતાની સંસ્કૃતિ કે પછી પ્રાચિન ઈતિહાસને ન ભૂલવો જોઈએ...પણ આપણી સરકારો અને આપણા સૌની કમનસીબી છે કે આપણે તે ભૂલી ગયા છીએ અને ભૂલી પણ રહ્યા છીએ...તમે મોઢેરા સૂર્ય મંદિરનું નામ તો સાંભળ્યું જ હશે...સૂર્યમંદિરની મુલાકાત પણ લીધી હશે અને તેનો ભવ્ય ઈતિહાસ પણ વાંચ્યો હશે...પરંતુ મોઢેરામાં જ આવેલો આ હવા મહેલ ક્યારેય જોયો છે?...સૂર્ય મંદિર તો તમે ગયા જ હશો પરંતુ હવા મહેલની મુલાકાત નહીં લીધી હોય...આ હવા મહેલ એટલો ઐતિહાસિક છે અને એક સમયે એટલો ભવ્ય હતો કે જેની કલ્પના પણ ન કરી શકાય...પરંતુ આ દ્રશ્યો જુઓ...કેવી સ્થિતિમાં આ હવા મહેલને આપણે સૌએ સાથે મળીને લાવી દીધો છે?.

વારસો કેમ ભૂલાઈ રહ્યો છે?
તમામ સ્થાપત્યોની હાલ કેવી દશા છે તે તમે સૌ જાણો છો
ક્યારેય સંસ્કૃતિ કે પછી પ્રાચિન ઈતિહાસને ન ભૂલવો જોઈએ
સરકારો, આપણા સૌની કમનસીબી છે કે આપણે તે ભૂલી ગયા

પ્રાચીન અને પથ્થરો અને મનમોહક કોતરણી કામ જેમાં થયેલું છે તે હવા મહેલ એક સમયે સૌથી ઉંચાઈવાળી જગ્યા પર સ્થિત હતો...તેથી જ તેનું નામ હવા મહેલ પાડવામાં આવ્યું છે. જો કે આજે ઉંચાઈ રહી નથી...પરંતુ હવા મહેલ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે...દારુડિયા રોજ અહીં દારૂ પીવે છે અને જ્યાં ત્યાં બોટલો અને કોથળીઓ ફેંકી દે છે...જે સોલંકી રાજાઓએ આ અણમોલ ભેટ આપણા સૌને આપી તેને સાચવવામાં અત્યારનું પુરાતત્વ વિભાગ બિલકુલ નિષ્ફળ ગયું હોય તેમ લાગી રહ્યું છે...ચારે બાજુ કચરાના ઢગલા છે, બાવળ અને ઝાડીઓ ઉગી નીકળી છે...આમ તો આ હવા મહેલને નુકસાન પહોંચાડવા બદલ પાંચ હજારનો દંડ અને ત્રણ માસની સજાની જોગવાઈ છે પરંતુ આ જોગવાઈ માત્ર કાગળ પર જ સિમિત હોય તેમ લાગી રહ્યું છે....નશાખોરો માટે આ નવો અડ્ડો બની ગયો છે.

હવે તમે આ ભવ્ય વારસાનો ઈતિહાસ પણ જાણી લો....રેતિયા પથ્થરથી બનેલો છે હવા મહેલ, ટેકરી પર બનેલો હોવાથી નામ પ્રમાણે તેના ગુણો પણ છે, 6 ભિત્તીય સ્તંભો અને 12 સ્તંભો પર થયેલું છે નિર્માણ, કેટલાક સ્તંભ કિચકયુક્ત છે, ભૌમિતિક ભાત અને દિવાલ પરની જાણીનું અંલકરણ ધ્યાન ખેંચે તેવું છે, ખંડિત અવશેષો પરથી નિર્માણ સોલંકી કાળમાં થયાના પુરાવા....આવો ભવ્ય ઈતિહાસ ધરાવતા આપણા વારસાને આપણે જ સાચવવો પડશે.

શું છે હવા મહેલનો ઈતિહાસ? 
રેતિયા પથ્થરથી બનેલો છે હવા મહેલ
ટેકરી પર બનેલો હોવાથી નામ પ્રમાણે તેના ગુણો 
6 ભિત્તીય સ્તંભો અને 12 સ્તંભો પર થયેલું છે નિર્માણ
કેટલાક સ્તંભ કિચકયુક્ત છે
ભૌમિતિક ભાત અને દિવાલ પરની જાણીનું અંલકરણ ધ્યાન ખેંચે તેવું
 ખંડિત અવશેષો પરથી નિર્માણ સોલંકી કાળમાં થયાના પુરાવા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news