Gujarat માં હળવાથી સામાન્ય વરસાદ News

GUJARAT માં હળવાથી સામાન્ય વરસાદ, ખેડૂતોથી માંડી સરકારના જીવમાં જીવ આવ્યો
ગુજરાતમાં મેઘરાજા લાંબા સમયથી રૂઠી ગયા હતા. જેના કારણે સામાન્ય નાગરિકથી માંડીને ખેડૂતો અને સરકારની ચિંતામાં પણ વધારો થયો હતો. જો કે આખરે હવે તેઓ ફરી ગુજરાત પર મહેરબના થઇ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હવે ધીરે ધીરે સામાન્યથી હળવો વરસાદ આજના દિવસમાં નોંધાયો હતો. અમદાવાદમાં પણ વરસાદ નોઁધાયો હતો. પૂર્વ અમદાવાદના રખિયાલ, બાપુનગર, હાટકેશ્વર, અમરાઇવાડી, ખોખરા, મણીનગર, ઓઢવ, નરોડા, નિકોલ, વસ્ત્રાલ, નારોલ, વટવા માં વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત પશ્ચિમ અમદાવાદના સરખેજ, એસજીહાઇવે, વેજલપુર, સેટેલાઇટ, જીવરાજપાર્ક, નેહરૂનગર, નવરંગપુરા, નારણપુરામાં વરસાદ નોંધાયો હતો. 
Aug 18,2021, 0:02 AM IST

Trending news