Karnavati university News

પહેલીવાર ગ્રીન મેન્ટર્સ કોન્ફરન્સ 2019’નું આયોજન કર્ણાવતી યુનિવર્સિટી ખાતે
 અમદાવાદ બેઝ નેચર ડ્રાઈવ ઓર્ગનાઈઝેશન છે. જેના દ્વારા પહેલીવાર ગ્રીન મેન્ટર્સ કોન્ફરન્સ 2019નું આયોજન કર્ણાવતી યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું હતું. બે દિવસની કોન્ફરન્સનું ઉદઘાટન ભુપેન્દ્રસિંહ ચુડાસમા કર્ણાવતી યુનિવર્સિટી, ઉવારસદ, ગાંધીનગર ખાતે તારીખ 29 જૂનના રોજ કરવામાં આવ્યું હતું. જો કે આ કોન્ફરન્સ 30 જૂન સુધી ચાલશે. આ ઈનોગ્યુરલ સેશનમાં શિક્ષણ મંત્રીની સાથે અમદાવાદના મેયર બિજલબેન પટેલ, ડૉ દીપક શિશૂ, પ્રોવોસ્ટ કર્ણાવતી યુનિવર્સિટી, વરસાબેન દોષી, બોર્ડ મેમ્બર ઓફ બીએઓ યુનિવર્સિટી, અમદાવાદ અને વિરેન્દ્ર રાવત વગેરે હાજર રહ્યા હતા. નેશનલ ગ્રીન મેન્ટર્સ કોન્ફરન્સ યુનાઈટેડ નેશનના સસ્ટેનેબલ ગોલ પર ઈન્સ્પાયર્ડ એકડેમિક કોન્ફરન્સ છે. આ કોન્ફરન્સ દ્વારા સ્કૂલો અને કોલેજો તેમજ યુનિવર્સિટીઓને ગ્રીન એન્વાયરમેન્ટ પ્રતી આકર્ષવાનો રહ્યો હતો. 
Jun 29,2019, 19:14 PM IST

Trending news