New course added News

ગુજરાતના દરેક અધિકારીને હશે CM ડેશબોર્ડ અંગે માહિતી, SPIPA માં એડ કરવામાં આવ્યો નવો
મુખ્યમંત્રી વિજય રૂપાણીના સીધા માર્ગદર્શનમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાન, ગાંધીનગર ખાતે કાર્યરત CM થી CITIZEN ને જોડતા સીએમ ડેશબોર્ડની સુશાસનમાં ભૂમિકા અને કામગીરીનો ગુજરાત સરકારના અધિકારીઓને તાલીમ આપતી સંસ્થા સરદાર પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક એડમિનિટ્રેશન- SPIPAના તાલીમ કોર્ષમાં સમાવેશ કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. સુશાસન - ગુડગવર્નન્સને વધુ મજબૂત બનાવવા ગુજરાત સરકારના અધિકારીઓને હવે સીએમ ડેશબોર્ડ દ્વારા કરવામાં આવી રહેલી રિયલ ટાઇમ મોનિટરીંગની કામગીરી સાથે જોડવાના ઉમદા હેતુથી SPIPAના તાલીમ અભ્યાસક્રમમાં સીએમ ડેશબોર્ડની ભૂમિકા- કામગીરીને સમાવવામાં આવશે. 
Aug 23,2021, 20:57 PM IST

Trending news