ગુજરાતના દરેક અધિકારીને હશે CM ડેશબોર્ડ અંગે માહિતી, SPIPA માં એડ કરવામાં આવ્યો નવો કોર્ષ

મુખ્યમંત્રી વિજય રૂપાણીના સીધા માર્ગદર્શનમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાન, ગાંધીનગર ખાતે કાર્યરત CM થી CITIZEN ને જોડતા સીએમ ડેશબોર્ડની સુશાસનમાં ભૂમિકા અને કામગીરીનો ગુજરાત સરકારના અધિકારીઓને તાલીમ આપતી સંસ્થા સરદાર પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક એડમિનિટ્રેશન- SPIPAના તાલીમ કોર્ષમાં સમાવેશ કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. સુશાસન - ગુડગવર્નન્સને વધુ મજબૂત બનાવવા ગુજરાત સરકારના અધિકારીઓને હવે સીએમ ડેશબોર્ડ દ્વારા કરવામાં આવી રહેલી રિયલ ટાઇમ મોનિટરીંગની કામગીરી સાથે જોડવાના ઉમદા હેતુથી SPIPAના તાલીમ અભ્યાસક્રમમાં સીએમ ડેશબોર્ડની ભૂમિકા- કામગીરીને સમાવવામાં આવશે. 

ગુજરાતના દરેક અધિકારીને હશે CM ડેશબોર્ડ અંગે માહિતી, SPIPA માં એડ કરવામાં આવ્યો નવો કોર્ષ

* મુખ્યમંત્રી વિજય રૂપાણીના સીધા માર્ગદર્શનમાં કાર્યરત 
* સી.એમ. ડેશબોર્ડની ભૂમિકા - કામગીરીનો SPIPAના તાલીમ કોર્ષમાં સમાવેશ
* ગુડગવર્નન્સને વધુ મજબૂત બનાવવા રાજ્યના અધિકારીઓને સીએમ ડેશબોર્ડની કામગીરી સાથે જોડાશે
* SPIPAના અધિકારીઓની સીએમ ડેશબોર્ડ ગાંધીનગર ખાતે એક દિવસ તાલીમ યોજાઇ

ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય રૂપાણીના સીધા માર્ગદર્શનમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાન, ગાંધીનગર ખાતે કાર્યરત CM થી CITIZEN ને જોડતા સીએમ ડેશબોર્ડની સુશાસનમાં ભૂમિકા અને કામગીરીનો ગુજરાત સરકારના અધિકારીઓને તાલીમ આપતી સંસ્થા સરદાર પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક એડમિનિટ્રેશન- SPIPAના તાલીમ કોર્ષમાં સમાવેશ કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. સુશાસન - ગુડગવર્નન્સને વધુ મજબૂત બનાવવા ગુજરાત સરકારના અધિકારીઓને હવે સીએમ ડેશબોર્ડ દ્વારા કરવામાં આવી રહેલી રિયલ ટાઇમ મોનિટરીંગની કામગીરી સાથે જોડવાના ઉમદા હેતુથી SPIPAના તાલીમ અભ્યાસક્રમમાં સીએમ ડેશબોર્ડની ભૂમિકા- કામગીરીને સમાવવામાં આવશે. 

સીએમ ડેશબોર્ડ અને જનસંવાદ કેન્દ્રની સમગ્રતયા કામગીરીથી માહિતગાર કરવા SPIPA દ્વારા અધિકારીઓને અપાતી તાલીમમાં ડેશબોર્ડના કયા કયા ઇન્ડિકેટર્સનો સમાવેશ કરવા સહિતની કામગીરી સમજવા આજે SPIPAના અધિકારીઓનો સીએમ ડેશબોર્ડ ખાતે તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ તાલીમ કાર્યક્રમમાં ઉદ્દઘાટન સત્રમાં મુખ્યમંત્રીના ખાસ ફરજ પરના અધિકારી ડી. એચ. શાહે સીએમ ડેશબોર્ડની કામગીરી, રિયલ ટાઇમ મોનિટરીંગ સિસ્ટમ, ગુડગવર્નન્સમાં ડેશબોર્ડની ભૂમિકા, રાજ્યકક્ષાની અને જિલ્લા કક્ષાની વિવિધ સરકારી કચેરીઓ સાથે સીએમ ડેશબોર્ડનું સંકલન- જોડાણ સહિતની કામગીરીથી SPIPAના અધિકારીઓને માહિતગાર કર્યા હતા.

સમગ્ર તાલીમનું સંચાલન મુખ્યમંત્રીના નાયબ સચિવ હિતેષ ગોહેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે NIC તરફથી આનંદભાઈ શાહ, શૈલેષભાઈ ખણેશા અને પિનાકભાઈ દેસાઈ જોડાયા હતા. ગુજરાતમાં ૨૬ સરકારી વિભાગો, અંબાજીથી ઉમરગામ અને કચ્છથી દાહોદ સુધીના તમામ ૩૩ જિલ્લા, ૨૪૯ તાલુકા, શહેરો અને ૧૮,૦૦૦થી વધુ ગામડાઓમાં- છેવાડાના વિસ્તારોમાં યોજનાના લાભો, વિકાસના કામો-ફળ ક્યારે, કેવી રીતે કોને મળ્યા છે, પહોંચ્યા છે કે નહીં તેની જાણ કેવી રીતે થાય, તેના હકીકતલક્ષી પ્રતિભાવો કેવી રીતે સીધી વાત કરીને સેંકડોમાં એક જ ક્લિકથી મેળવી શકાય ? વાતને કેન્દ્રમાં રાખી રાજ્યના સંવેદનશીલ - નિર્ણાયક મુખ્યમંત્રી વિજયભાઇના મનમાં CM થી CITIZEN ને જોડવાની એક સંકલિત વ્યવસ્થા શરૂ કરવાનો સૌપ્રથમ વિચાર આવ્યો. એટલું જ નહીં.... આ વિચારને ત્વરિત મૂર્તિમંત કરવા ટેકનોસેવી અધિકારીઓ સાથે બેઠક કરીને દિશા આપી તેના પરિણામ સ્વરૂપે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને ગાંધીનગર ખાતે વર્ષ ૨૦૧૮થી CM DASHBOARDના નામે દેશમાં પ્રથમવાર એક નવી જ સંપૂર્ણ ટેકનોલોજી આધારિત વ્યવસ્થા-સિસ્ટમનો પ્રારંભ થયો. 

કુશળ વહીવટ માટે મુખ્યમંત્રી દ્વારા નિર્ધારિત ચાર સ્તંભ- પારદર્શકતા, પ્રગતિશીલતા, સંવેદનશીલતા અને નિર્ણાયકતા અને 5C Command, Control, Computers, Communications, Combat કોન્સેપ્ટ પર આધારિત, નવીનતમ ડિજિટલ ટેકનોલોજીથી કાર્યરત સીએમ ડેશબોર્ડ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વિઝનને પરિપૂર્ણ કરે છે. રાજ્યમાં કુશળ વહીવટી વ્યવસ્થા સુનિશ્ચિત કરવી, જનહિતલક્ષી યોજનાઓની રીયલટાઈમ માહિતીની સાથે સાથે તેની ઉત્તરોત્તર પ્રગતિ અને લાભાર્થીઓનો ફીડબેક લેવા તથા બહુઆયામી વિકાસ યોજનાઓનું સતત મોનીટરીંગ કરવા સીએમ ડેશબોર્ડ અને તેની સાથે જોડાયેલ જનસંવાદ કેન્દ્ર દ્વારા અત્યાર સુધીમાં વિવિધ યોજનાઓના અંદાજે ચાર લાખ લાભાર્થીઓ સાથે સીધી ટેલિફોનિક વાત કરી માહિતી મેળવવામાં આવી છે. 

સીએમ ડેશબોર્ડ અંતર્ગત ગુજરાતના તમામ જિલ્લા અને અલગ અલગ તમામ વહીવટી વિભાગ તેની યોજનાઓને સિંગલ વિન્ડો પ્લેટફોર્મ પર ૩,૪૦૦ પૂર્વ નિર્ધારિત ઈન્ડીકેટર્સ દ્વારા મોનીટર કરવામાં આવે છે. આ પ્લેટફોર્મ પરથી જ મુખ્યમંત્રી દ્વારા રાજ્યના તમામ મહત્વપૂર્ણ અધિકારીઓના વહીવટી કાર્યોનું સતત નિરીક્ષણ કરવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ અધિકારીઓને તેમના પરફોર્મન્સના આધારે અંક રેન્કિંગ આપવામાં આવે છે જે અંકોના આધારે A+, A, B અને C ગ્રેડ આપવામાં આવે છે.

રાજ્યના મોટા ભાગના તમામ વિભાગોનો અધિકારીઓ જેવા કે સચિવ, વિભાગના વડા અને ફિલ્ડમાં કામ કરતાં અધિકારીઓ આ CM DASHBOARDના માધ્યમથી જોડાયેલા છે. SPIPA અમદાવાદ અને ગાંધીનગર મુખ્ય ૧૮ જેટલા અધિકારીઓની આજે ગાંધીનગર ખાતે યોજાયેલ એક દિવસીય તાલીમમાં સીએમ ડેશબોર્ડની કામગીરીથી માહિતગાર કર્યા હતા અને તાલીમ અભ્યાસક્રમમાં કઇ કઇ બાબતોનો સમાવેશ કરવો તેની ચર્ચા વિચારણા કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં કેન્દ્રિય ગૃહ- સહકાર મંત્રી અમિતભાઇ શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી, કેન્દ્રિય મંત્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રિય મંત્રી હર્ષવર્ધન, કેન્દ્રિય મંત્રી અશ્વિનીકુમાર ચોબે, કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની, કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુર, હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર, કર્ણાટકના ઉદ્યોગ મંત્રી, બિહારના IT મંત્રી જીવેશ મિશ્રા, નીતિ આયોગના CEO અમિતામ કાંત, ભારતના CAG જી. સી. મુર્મુ, NICના DG ડૉ. નીતા વર્મા, ભારતના ગ્રીસ, જાપાન અને તાન્ઝાનિયાના રાજદૂત, વિવિધ રાજ્યોના ઉચ્ચ અધિકારીઓ, વરિષ્ઠ મીડિયા હાઉસના પ્રતિનિધિઓ સહિત અનેક મહાનુભાવોએ CM DASHBOARDની રૂબરૂ મુલાકાત કરીને કામગીરી નિહાળીને માહિતી મેળવી આ એક વહીવટી ક્રાંતિ છે તે વિશે તેમના વિવિધ અભિપ્રાયો પણ વિઝિટર બૂકમાં નોંધ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news