BIG NEWS: આંતરરાષ્ટ્રીય દરિયાકાંઠેથી ઝડપાયું 1400 કરોડનું ડ્રગ્સ, 6 ઈરાની ક્રૂ મેમ્બરોને દબોચ્યા
1400 Crore Drugs Case: ડ્રગ્સની હેરાફેરી મામલે નેવી ઇન્ટેલિજન્સને વધુ એક મોટી સફળતા હાથ લાગી છે. આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમામાંથી 1400 કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
Trending Photos
1400 Crore Drugs Case: ગુજરાત સહિત સમગ્ર દેશમાં હવે ડ્રગ્સનું દૂષણ વધતું જઈ રહ્યું છે. ત્યારે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમામાંથી 1400 કરોડની કિંમતનું 200 કિલો ડ્રગ્સ ઝડપાયું છે. એક બોટમાંથી ડ્રગ્સના જથ્થા સાથે 6 ક્રૂ મેમ્બરોની પણ ધરપકડ કરવામાં આવી છે.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, ડ્રગ્સની હેરાફેરી મામલે નેવી ઇન્ટેલિજન્સને વધુ એક મોટી સફળતા હાથ લાગી છે. આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમામાંથી 1400 કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. નેવી ઇન્ટેલિજન્સના ઇનપુટના આધારે 200 કિલો હેરોઇન ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. એટલું જ નહીં, એક બોટમાંથી ડ્રગ્સના જથ્થા સાથે 6 ઈરાની ક્રૂ મેમ્બરોને પણ ઝડપી પાડવામાં આવ્યા છે.
1,400 કરોડનો ડ્રગ્સનો જથ્થો સહિત આરોપી અને મુદ્દામાલને કોચી બંદર ખાતે લઈ જવાયા હતા. આંતરરાષ્ટ્રીય દરિયામાં ડ્રગ્સના કાળા કારોબારના કૌભાંડનો ફરી એકવાર પર્દાફાશ થયો છે. હાલ ઈરાની નાવને કૌચ્ચિ બંદરગાહ પર લાવવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે