જાણો PUB-Gથી કેટલી અલગ છે ભારતમાં બનેલી FAU-G ગેમ

FAU-Gનું નામ નિશ્વિત રીતે PUB-Gથી પ્રેરિત લાગે છે. પરંતુ તેમાં પબજી જેવું કશું પણ નથી. આ ગેમ અલગ છે. અને તેની ગેમ પ્લે પણ સંપૂર્ણ રીતે અલગ છે.

જાણો PUB-Gથી કેટલી અલગ છે ભારતમાં બનેલી FAU-G ગેમ

ઝી બ્યૂરો, અમદાવાદઃ લાંબા ઈંતઝાર પછી આખરે FAU-G ગેમ ભારતમાં લોન્ચ કરી દેવામાં આવી છે. દેશમાં પબજી બેન થયા પછી પહેલીવાર ગેમ લવર્સને રાહત મળી હશે. આ ગેમ પબજીના રિપ્લેસમેન્ટ તરીકે જોવામાં આવી રહી છે. અમુક અંશે FAU-G ગેમ PUB-G જેવી જોવા મળે છે. પરંતુ આ બંને ગેમમાં મોટું અંતર છે. ત્યારે અમે તમને તેની જાણકારી આપીશું.

ભારતમાં બનેલી ગેમ FAU-G લોન્ચ થઈ ગઈ છે. આ ગેમને અત્યાર સુધી 50 લાખથી વધારે વાર ડાઉનલોડ કરવામાં આવી છે. જોકે આ ગેમ હાલ માત્ર પ્લે સ્ટોર પર છે. FAU-Gનું નામ નિશ્વિત રીતે PUB-Gથી પ્રેરિત લાગે છે. પરંતુ તેમાં પબજી જેવું કશું પણ નથી. આ ગેમ અલગ છે. અને તેની ગેમ પ્લે પણ સંપૂર્ણ રીતે અલગ છે. આ ગેમની સરખામણી PUB-G સાથે કરવામાં આવી રહી હતી. પંરતુ લોન્ચ થયા પછી તે સ્પષ્ટ થઈ ગયું કે તે PUB-Gથી બિલકુલ અલગ છે. PUB-G મોબાઈલની ભારતમાં રિએન્ટ્રી મુશ્કેલ છે. આ પહેલીવાર છે જ્યારે ભારતમાં બનેલી ગેમને લઈને આટલી હાઈપ છે. ત્યારે તમને જણાવીએ કે FAU-G અને PUB-G ગેમ એકબીજાથી કઈ રીતે અલગ છે.

ગેમ મોડ્સ:
PUBG મોબાઈલ ગેમમાં અનેક ગેમ મોડ્સ મળે છે. જેમાં ક્લાસિક, આરકેડ, ઈવો-ગ્રાઉન્ટ કે એરિનાનો સમાવેશ થાય છે. જેમાં પ્લેયર સિંગલ, ડબલ કે ચાર લોકોની સ્ક્વોડ બનાવીને રમી શકો છો. જ્યારે FAU-G ગેમમાં માત્ર સિંગલ પ્લેયર કેમ્પેન મોડમાં રમી શકાય છે. જોકે nCore Games ડેવલપર્સે કહ્યું કે બેટલ રોયલ અને ઓનલાઈન મલ્ટીપ્લેયર મોડ્સનો સપોર્ટ પણ ફ્યૂચર અપડેટ્સની સાથે આપવામાં આવશે. બીજી બાજુ PUB-G મોબાઈલમાં કેમ્પેન મોડ આપવામાં આવ્યો નથી.

મેપ:
બંને ગેમ્સમાં મેપ ઘણા અલગ છે. PUB-G મોબાઈલમાં કાલ્પનિક મેપ આપવામાં આવ્યો છે. જેમાં ઈરેંગલ, મિરામાર અને વેકેન્ડી જેવા મેપ્સ છે. જ્યારે FAU-G ગેમમાં લોકેશનની વાત કરીએ તો તેને ગલવાન ઘાટીના પાસ જેવો બનાવવામાં આવ્યો છે. જ્યાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી.

કોમ્બેટ સ્ટાઈલ:
PUB-G મોબાઈલ એક શૂટિંગ ગેમ છે. જેમાં melee અટેક પણ આપવામાં આવ્યો છે. તેમાં અનેક પ્રકારની ગન મળે છે. જેની મદદથી પ્લેયરે દુશ્મનને મારવાનો હોય છે. તો FAU-G ગેમમાં હાથથી મારવામાં આવે છે. સાતે જ પ્લેયરને કાંટાવાળા તારના બેટ, કુહાડી પણ અટેક માટે મળે છે. તે અંગે ડેવલપર્સે કહ્યું કે ભારત-ચીનની વચ્ચે સમજૂતી અંતર્ગત LAC પર ગનના ઉપયોગ પર રોક છે. આ ગેમ રિયલ ઘટના પર આધારિત છે. આ કારણે તેમાં ગન આપવામાં આવી નથી.

ગેમ સાઈઝ:
બંને ગેમની સાઈઝમાં બહુ અંતર છે. PUB-G મોબાઈલની ગેમ સાઈઝ 2 જીબી છે. તેને રમવા માટે મોબાઈલમાં પૂરતી સ્પેસ હોવી જોઈએ. જ્યારે FAU-G ગેમની સાઈઝ માત્ર 460 એમબીની છે. ફ્યૂચરમાં તેમાં વધારે મોડ આવ્યા પછી તેની સાઈઝ મોટી થઈ શકે છે.

આ ગેમ ક્યાં મળશે:
PUB-G મોબાઈલ ગેમ એન્ડ્રોઈડ અને iOS બંનેમાં છે. જોકે ભારતમાં તે ગયા વર્ષે  બેન થઈ ગઈ છે. તેના કારણે ભારતમાં હાલ તેના માટે કોઈ પ્લેટફોર્મ નથી. FAU-G ગેમને હજુ લોન્ચ કરવામાં આવી છે. હાલ તેને એન્ડ્રોઈડ માટે લોન્ચ કરવામાં આવી છે. ડેવલપર્સે કહ્યું કે iOS પર તેને ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે.

કેટલા રૂપિયા ચૂકવવા પડશે:
FAU-G ગેમ ભારતમાં ફ્રી લોન્ચ કરવામાં આવી છે. જેને તમે ગૂગલ પ્લે સ્ટોરથી ફ્રી ડાઉનલોડ કરી શકો છો. જોકે FAU-G ગેમના અપગ્રેડ માટે તમારે પૈસા ચૂકવવા પડશે. યૂઝર્સે તેના માટે 19,149,299,599,1299 અને 2999 રૂપિયા આપવા પડી શકે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે  આ ગેમની કુલ કમાણીનો 20 ટકા હિસ્સો ભારતના વીર ફંડમાં આપવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news