નવા અવતારમાં લોન્ચ થયો આઇકોનિક ફોન Nokia 6310, જાણો કિંમત અને ખાસિયત
નવા નોકિયા 6310માં વર્ષ 2001માં લોન્ચ થયેલા ઓરિઝનલ ફોનની કેન્ડી બાર ડિઝાઇન બનાવી રાખવામાં આવી છે.
Trending Photos
નવી દિલ્હીઃ નોકિયા (Nokia) નો વધુ એક ક્લાસિક ફોન નવા અવતારમાં આવી ગયો છે. આ Nokia 6310 છે. નોકિયા 6310 ફોન, નવી બોડી સાથે આવ્યો છે. નવા નોકિયા 6310માં વર્ષ 2001માં લોન્ચ થયેલા ઓરિઝનલ ફોનની કેન્ડી બાર ડિઝાઇન બનાવી રાખવામાં આવી છે. ફોનમાં કેટલાક મોડર્ન એડિશન કરવામાં આવ્યા છે. નવા નોકિયા 6310માં રિયર કેમેરો પણ આપવામાં આવ્યો છે.
ફોનમાં આપવામાં આવી છે 2.8 ઇંચની ડિસ્પ્લે
Nokia 6310 ફોનમાં 2.8 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. નોકિયાનો આ ફોન UNISOC 6531F પ્રોસેસરથી પાવર્ડ છે. ફોનમાં 8 એમબીની રેમ અને 16 એમબીનો સ્ટોરેજ આપવામાં આવી છે. નોકિયા 6310 ફોન સિરીઝ 30+ (S30+) ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. ફોનમાં આપવામાં આવેલા આઇકન્સ મોટા છે. ફોનમાં એક્સેસબિલિટી મોડ પણ આપવામાં આવ્યો છે, જે મેન્યૂને વધુ સરળ બનાવે છે.
ફોનમાં 1,150 mAh ની બેટરી, રિયરમાં કેમેરો
નોકિયા 6310 ફોનના બેકમાં 0.3 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. સાથે LED ફ્લેશ આપવામાં આવી છે. ફોનમાં માઇક્રોએસડી કાર્ડ સ્લોટ છે. તેની મદદથી યૂઝર્સ ફોનના સ્ટોરેજને 32જીબી સુધી વધારી શકે છે. ફોનમાં બ્લૂટૂથ 5.0, Wi-Fi, ડબલ સિમ સપોર્ટ અને એફએમ રેડિયો આપવામાં આવ્યો છે. ફોનમાં 1,150 mAh ની બેટરી આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે તે 7 કલાકનો ટોકટાઇમ આપે છે. યૂરોપમાં નોકિયા 6310ની કિંમત 59.90 યૂરો (આશરે 5250 રૂપિયા) છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે