Vivo ના બે પ્રીમિયમ સ્માર્ટફોન લોન્ચ, 50MP કેમેરા અને 120Hz ડિસ્પ્લેની સાથે મળશે દમદાર પ્રોસેસર
X60 પ્રોના 8જીબી રેમ+128જીબી ઇન્ટરનલ સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત 46990 રૂપિયા અને 8જીબી રેમ+256જીબી ઇન્ટરનલ સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત 49990 રૂપિયા છે.
Trending Photos
નવી દિલ્હીઃ વીવોએ ભારતમાં નવી સ્માર્ટફોન સિરીઝ Vivo X70 ને લોન્ચ કરી દીધો છે. આ સિરીઝ હેઠળ કંપનીએ બે નવા સ્માર્ટફોન Vivo X70 Pro અને Vivo X70 Pro+ ને રજૂ કરવામાં આવ્યો છે. બંને સ્માર્ટફોનમાં Zeiss T* લેન્ચ કોટિંગ આપવામાં આવી છે, જે ગ્લેયર્સને ઓછી કરી નેચરલ ફોટો આઉટપુટ આપે છે. X60 પ્રોના 8જીબી રેમ+128જીબી ઇન્ટરનલ સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત 46990 રૂપિયા અને 8જીબી રેમ+256જીબી ઇન્ટરનલ સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત 49990 રૂપિયા છે.
તો આ ફોનના ટોપ-એન્ડ એટલે કે 12જીબી રેમ અને 256જીબી ઇન્ટરનલ સ્ટોરેજવાળા વેરિએન્ટને 52990 રૂપિયા સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનનું વેચાણ 7 ઓક્ટોબરથી શરૂ થશે. બીજીતરફ વાત જો વીવો X70 Pro+ ની કરીએ તો તેમાં 12જીબી રેમ+256જીબી ઇન્ટરનલ સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત કંપનીએ 79990 રાખી છે તેનું વેચાણ 12 ઓક્ટોબરથી શરૂ થશે.
વીવો X70 પ્રોના ફીચર અને સ્પેસિફિકેશન
ફોનમાં કંપની 2376x1080 પિક્સલમાં રેઝોલ્યુશનની સાથે 6.56 ઇંચની ફુલ એચડી+ AMOLED 3D કર્વ્ડ ડિસ્પ્લે ઓફર કરવામાં આવી છે. ફોનમાં મળનાર ડિસ્પ્લે 120Hz સુધીના રિફ્રેશ રેટની સાથે આવે છે. ફોનમાં આપવામાં આવેલી 'all-new fluorite AG coating' તેની બોડીને ખુબ સ્મૂદ અને ફિંગરપ્રિન્ટ પ્રૂફ બનાવે છે.
12જીબી સુધીની રેમ અને 256જીબી સુધીના ઇન્ટરનલ સ્ટોરેજવાળા આ ફોનમાં મીડિયાટેક ડાઇમેન્સિટી 1200 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોટોગ્રાફી માટે ફોનમાં ચાર રિયર કેમેરા લાગેલા છે. તેમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરીની સાથે બે 12 મેગાપિક્સલના અને એક 8 મેગાપિક્સલનો પેરિસ્કોપ લેન્સ સામેલ છે.
ફોનમાં આપવામાં આવેલ 50 મેગાપિક્સલનો મેન કેમેરો ગિંબલ સ્ટેબિલાઇઝેશન ફીચરથી લેસ છે. સેલ્ફી માટે આ ફોનમાં તમને 32 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો મળશે. ફોનને પાવર આપવા માટે તેમાં 4450mAh ની બેટરી આપવામાં આવી છે, જે 44 વોટના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે.
વીવો X70 પ્રો+ ના ફીચર અને સ્પેસિફિકેશન
આ ફોનમાં કંપની 1440x3200 પિક્સલના રેઝોલ્યુશન સાથે 6.78 ઇંચની UHD+ AMOLED ડિસ્પ્લે આપી રહી છે. આ ડિસ્પ્લેનો આસ્પેક્ટ રેશિયો 20:9 છે. ડિસ્પ્લેની ખાસ વાત છે કે આ 120Hz સુધીના ડાઇનામિક રિફ્રેશ રેટની સાથે આવે છે. ફોન 12જીબી રેમ અને 256જીબીના ઇન્ટરનલ સ્ટોરેજથી લેસ છે.
આ પણ વાંચોઃ રેડમીનો ધમાકો, ભારતીય બજારમાં લોન્ચ કર્યા Redmi 9i Sport અને 9A Sport સ્માર્ટફોન, જાણો કિંમત અને ખાસિયત
પ્રોસેસર તરીકે આ ફોનમાં તમને સ્નેપડ્રેગન 888+ ચિપસેટ મળશે. ફોટોગ્રાફી માટે ફોનમાં એલઈડી ફ્લેશની સાથે ક્વાડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં 50 મેગાપિક્સલના પ્રાઇમરી સેન્સરની સાથે એક 48 મેગાપિક્સલનો વાઇડ એન્ગલ, એક 12 મેગાપિક્સલનો પોટ્રેટ અને એક 8 મેગાપિક્સલનો પેરિસ્કોપ કેમેરો આપવામાં આવ્યો છે.
આ ફોનમાં કંપની V1 ઇમેચિંગ ચિપ ઓફર કરી રહી છે, જે કેમેરા અને ગેમિંગના પરફોર્મંસને ખુબ શાનદાર બનાવે છે. ફોનમાં તમને 4500mAh ની બેટરી મળશે. આ બેટરી 55 વોટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે