રેડમીનો ધમાકો, ભારતીય બજારમાં લોન્ચ કર્યા Redmi 9i Sport અને 9A Sport સ્માર્ટફોન, જાણો કિંમત અને ખાસિયત

રેડમી 9એ સ્પોર્ટ્સની શરૂઆતી કિંમત 7000 રૂપિયાથી ઓછી અને રેડમી 9આઈ સ્પોર્ટ્સની શરૂઆતી કિંમત 8800 રૂપિયાથી ઓછી છે. બંને ફોનનું વેચાણ આજથી શરૂ થઈ ગયું છે. 

Updated By: Sep 28, 2021, 03:32 PM IST
રેડમીનો ધમાકો, ભારતીય બજારમાં લોન્ચ કર્યા  Redmi 9i Sport અને 9A Sport સ્માર્ટફોન, જાણો કિંમત અને ખાસિયત

નવી દિલ્હીઃ શાઓમીએ ભારતમાં રેડમી સિરીઝના બે નવા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. ભારતીય બજારમાં લાવેલા બે બજેટ ફોન Redmi 9i Sport અને Redmi 9A Sport છે. રેડમી 9એ સ્પોર્ટ્સની શરૂઆતી કિંમત 7000 રૂપિયાથી ઓછી અને રેડમી 9આઈ સ્પોર્ટ્સની શરૂઆતી કિંમત 8800 રૂપિયાથી ઓછી છે. બંને ફોનનું વેચાણ આજથી શરૂ થઈ ગયું છે. તેને કંપનીની સત્તાવાર વેબસાઇટથી ખરીદી શકાય છે. 

શું છે બંને ફોનની કિંમત
બંને ફોન બે સ્ટોરેજ વેરિએન્ટમાં આવ્યા છે. Redmi 9A Sport ના 2GB + 32GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 6999 રૂપિયા અને 3GB + 32GB વેરિએન્ટની કિંમત 7999 રૂપિયા છે. આ રીતે Redmi 9i Sport ના4GB + 64GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 8799 રૂપિયા અને  4GB + 128GB વેરિએન્ટની કિંમત 9299 રૂપિયા છે. બંને ફોન ત્રણ કલર ઓપ્શન- કાર્બન બ્લેક, કોરલ ગ્રીન અને મેટેલિક બ્લૂમાં ઉપલબ્ધ હશે. 

આ પણ વાંચોઃ આવી ગયો Oppo F19s અને Oppo Reno 6 Pro ની દિવાળી એડિશન, આટલી છે કિંમત

Redmi 9i Sport અને 9A Sport ના સ્પેસિફિકેશન્સ
બંને ફોનમાં માત્ર રેમ અને સ્ટોરેજનું અંતર છે. બાકી ફીચર્સ એક સરખા છે. આ બંને ફોન્સમાં 6.53 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ડિસ્પ્લે એચડી + 720x1600 પિક્સલ્સ રિઝોલ્યુશન સાથે આવે છે. તેમાં સેલ્ફી કેમેરા માટે વોટરડ્રોપ નોચ આપવામાં આવી છે. ફોનમાં MediaTek Helio G25 પ્રોસેસર મળે છે. રેડમી 9એ સ્પોર્ટ્સમાં 3 જીબી સુધીની રેમ અને રેડમી 9આઈ સ્પોર્ટ્સમાં 4જીબીની રેમ મળે છે. 

ફોટોગ્રાફી માટે તેમાં સિંગલ રિયર કેમેરા અને સિંગલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. તેમાં LED ફ્લેશની સાથે 13 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે. જ્યારે સેલ્ફી માટે 5 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે. તેમાં AI ફેસ અનલોકનું ફીચર તો મળે છે, પરંતુ ફિંગરપ્રિન્ટ સેન્સરની કમી છે. ફોનમાં 5000mAh ની બેટરી આપવામાં આવી છે, જે 10 વોટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. તેમાં ડ્યુઅલ 4G VoLTE, 3.5mm હેડફોન જેક અને સ્પ્લેશ રેજિસ્ટેન્ટ કોટિંગ મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube