Bike Sale Tips: જૂનું બાઈક વેચતા પહેલા કરો આ કામ, ફાયદામાં રહેશો

Second Hand Bike: જો તમે તમારા જૂના બાઇકને વેચીને સારી કિંમત મેળવવા માંગો છો, તો આ માટે તમારે કેટલીક સામાન્ય બાબતોનું ધ્યાન રાખવું પડશે. 

Bike Sale Tips: જૂનું બાઈક વેચતા પહેલા કરો આ કામ, ફાયદામાં રહેશો

Used Bike Market: જો તમે તમારી જૂની બાઇક વેચીને સારી કિંમત મેળવવા માંગો છો, તો આ સમાચાર તમારા માટે છે. કારણ કે, આ સમાચાર દ્વારા, તમને કેટલીક મહત્વપૂર્ણ ટીપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેને અનુસરીને તમે તમારી જૂની બાઇકની સારી કિંમત મેળવી શકો છો.

બાઈકની સર્વિસ કરાવો
જૂના બાઇકને વેચતા પહેલા બાઈકની એન્જિન સર્વિસ કરાવો, બોડી પર ક્યાંક ડેન્ટ પડ્યો હોય તો, તેની મરામત કરાવો, કલરના ટચિંગની જરૂર હોય તો તે પણ કરાવી લો. જેથી બાઈક ચાલવામાં સ્મૂધ રહે અને દેખાવમાં પણ સારું લાગે. ખરીદનારને તમારું બાઇક ગમશે તો જ તે તમને સારી કિંમત આપવા માટે તૈયાર થશે.

બાઈક વેચવા માટે ઑનલાઇન વિકલ્પો
ઘણા ઓનલાઈન પોર્ટલ સેકન્ડ હેન્ડ બાઈક માટે ડીલ કરે છે. આવા પોર્ટલ પર તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો. ઓનલાઈન માધ્યમથી તમે મોટી સંખ્યામાં ખરીદનાર સુધી પહોંચી શકો છે.

દસ્તાવેજો તૈયાર રાખો
બાઇક વેચવાનો નિર્ણય લીધા બાદ તમારે બાઇકના તમામ દસ્તાવેજ તૈયાર રાખવા જોઈએ. જેથી સોદો કરતી વખતે તમારું કામ અટકી ન પડે. બાઇકનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, PUC, ડ્રાઇવિંગ લાઇસન્સ અને વેચાણ કરાર સહિતના દસ્તાવેજો હાથવગા રાખો.

બાઇક વેચતી વખતે, તમારે તમારી બાઇકના ફાયદા વિશે ગ્રાહકને નમ્રતાથી જણાવવું જોઈએ, તમારી વાત સાંભળ્યા પછી અને બાઇકની સારી સ્થિતિ જોયા પછી, ખરીદનાર સારી કિંમત આપવા રાજી થઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news