અમદાવાદ: સ્વચ્છતાના પગલે AMCની હેલ્થ ટીમે હાથ ધર્યું ચેકિંગ, જુઓ પછી શું થયું

અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલ સીલ કરવામાં આવી છે. હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હેલ્થ ટીમે ચેકીંગ હાથ ધર્યું છે.સોલા સિવિલ, યુ એન મહેતા હોસ્પિટલ, અસારવા સિવિલ કેમ્પસમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.અનેક જગ્યાએથી મચ્છરોના બ્રિડિંગ મળી આવતા સ્વચ્છતાના પગલાં પર સવાલો ઉભા થયા છે.નવી બની રહેલી યુ એન મહેતા બિલ્ડીંગમાં પણ તપાસ દરમ્યાન મેલેરિયા અને ચિકન ગુનિયાના બ્રિડિંગ મળ્યા હતા.જેના પગલે હેલ્થ વિભાગની ટીમે યુ એન મહેતાની નવી કન્સ્ટ્રક્શન બિલ્ડીંગના કોન્ટ્રાકટરને રૂ 5 લાખનો દંડ ફટકાર્યો છે.બે દિવસ અગાઉ પણ યુ એન મહેતાના કોન્ટ્રાક્ટરને રૂ. 50 હજારનો દંડ ફટકાર્યો હતો.

Trending news