ભાગવત વિદ્યાપીઠના આર્ચાય સહિત 100થી વધુ ઋષિકુમારો ભાજપમાં જોડાયા

ભાજપના સદસ્યતા અભિયાન હેઠળ પહેલા કલાકારો, તબીબો જોડાયા બાદ હવે ઋષિકુમારો પણ જોડાયા છે. સોલા ભાગવત વિદ્યાપીઠના આચાર્ય સહિત 100 થી વધુ ઋષિકુમારો ભાજપમાં જોડયા. ભાજપ પ્રદેશ પ્રમુખે દાવો કર્યો કે તમામ વર્ગના લોકોની સાથે હવે ઋષિકુમારો પણ ભાજપમાં જોડાયા છે. ભાજપ તમામ લોકોને સાથે લઇને ચાલનારી પાર્ટી છે અને દેશ હિત માટે કામ કરે છે. પ્રજાએ ભાજપમાં વિશ્વાસ મૂક્યો છે અને એટલે જ સતત બીજી વાર ભવ્ય બહુમતિ સાથે કેન્દ્રમાં મોદી સરકાર બની છે. મોદી સરકારના કલમ 370 દૂર કરવાના નિર્ણયને સમાજના તમામ વર્ગે આવકાર્યો છે ત્યારે આ જ કારણોથી સોલા ભાગવત વિદ્યાપીઠના ઋષિકુમારો ભાજપમાં જોડાયા છે. સક્રિય રાજનીતિ થી દૂર રહેવા વાળા ઋષિ કુમારોએ દેશ હિતમાં ભાજપની સાથે જોડાયા હોવાની વાત કરી હતી.

Trending news