ભાજપમાં ભૂકંપ, ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આપી મોટી ધમકી

આજે સવારથી ભાજપમાં ભૂકંપ જેવી પરિસ્થિતનું નિર્માણ થયું છે. વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે સરકારી અધિકારી પર આરોપ મૂક્યો છે કે, તેમના કામ અટકાવી દેવાયા છે. જો કામ નહિ થાય તો હું રાજીનામુ આપીશ. તો બીજી તરફ, મહેસૂલ વિભાગના મંત્રી આ સમગ્ર મુદ્દે કહ્યું કે, તે તળાવ પર બાંધકામને લઈ હાઈકોર્ટે સ્ટે આપ્યો છે. આ મેટર હાઈકોર્ટમાં છે. ત્યારે આ સમગ્ર મામલે કોણ સાચું છે અને કોણ ખોટું છે તે જોવું રહ્યું. પરંતુ એ વાત તો સ્પષ્ટ છે કે નેતાઓની સરકાર પ્રત્યે હાડોહાડ નારાજગી છે.

Trending news