મહારાષ્ટ્ર ચૂંટણીમાં જમીન, ખેડૂત, ઉદ્યોગ અને અનામતનો મુદ્દો ગરમાયો, પ્રચારમાં એકબીજા પર શાબ્દિક પ્રહારો
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં મતદાન આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. મહાયુતી અને મહા વિકાસ અઘાડી દ્વારા સતત ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ સાથે બંને ગઠબંધનો એકબીજા પર પ્રહારો કરી રહ્યાં છે.
Trending Photos
મુંબઈઃ તો મહારાષ્ટ્રના મહાસંગ્રામ જમીન, ખેડૂત, ઉદ્યોગ અને આરક્ષણનો મુદ્દો પર ગરમાયેલો છે... એક તરફ રાહુલ ગાંધીએ ખેડૂતોને નવા ત્રણ વાયદા કર્યા, સાથે જ ભાજપની સરકારને ઉદ્યોગપતિઓની સરકાર ગણાવી... બીજી તરફ અમિત શાહે મહારાષ્ટ્રમાં મુસ્લિમ આરક્ષણનો મુદ્દો ઉઠાવીને મહાવિકાસ આઘાડીને લલકારી.. સાથે જ હેલિકોપ્ટરના ચેકિંગનો વીડિયો પોસ્ટ કરીને વિપક્ષનું મોઢું બંધ કરવાનો પ્રયાસ કર્યો..
મહારાષ્ટ્રમાં ચાલતા રાજકીય મહાસંગ્રામને લઈને પુરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે. તમામ રાજકીય પક્ષના દિગ્ગજો ચૂંટણીમાં વિજય મેળવવા પૂર્ણ જોર લગાવી રહ્યા છે.. તેવા સમયે રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રના ખેડૂતોને વધુ ત્રણ વાયદાઓ કર્યા છે.. રાહુલ ગાંધીએ ખેડૂતોને સોયાબીનના પ્રતિ ક્વિન્ટલ 7 હજાર રૂપિયા ટેકાના ભાવ અને બોનસ આપવાની વાત કરી છે. આ ઉપરાંત ડુંગળીની યોગ્ય કિંમત નક્કી કરવા માટે કમિટી બનવવાનું વચન આપ્યું છે.. જ્યારે કે કપાસ માટે પણ યોગ્ય ટેકાના ભાવ નક્કી કરાશે તેવી જાહેરાત કરી છે.. બીજી તરફ રાહુલ ગાંધીએ ઝારખંડમાં સભા દરમિયાન મહારાષ્ટ્રની ધારાવીનો મુદ્દો ઉઠાવીને મોદી સરકાર સામે સવાલ ઉભા કર્યા હતા.. સાથે જ તેઓ મોદીથી સહેજ પણ ડરતા ન હોવાનું જણાવ્યું હતું.
આ તરફ અમિત શાહે મહારાષ્ટ્રમાં પ્રચાર દરમિયાન ઉલેમા બોર્ડે કરેલી માગણીનો મુદ્દો ઉઠાવીને મહાવિકાસ આઘાડી પર શાબ્દિક હુમલો કર્યો હતો.... અમિત શાહે કહ્યું કે, શરદ પવાર, રાહુલ ગાંધી અને ઉદ્ધવ ઠાકરે ગમે તેટલું જોર લગાવી દે, તેમ છતા મહારાષ્ટ્રમાં મુસ્લિમ આરક્ષણ નહીં લાવી શકે.. આ ઉપરાંત તેમણે ઉદ્ધવ ઠાકરેને પણ નિશાને લીધા હતા... સંભાજીનગર નામકરણ, રામ મંદિર સહિતના મુદ્દે ઉદ્ધવ ઠાકરેને સવાલ કરીને તેમના પક્ષને ઉદ્ધવ સેના ગણાવી હતી.
ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધી અને અમિત શાહના હેલિકોપ્ટરે પણ સૌનું ધ્યાન ખેંચ્યું.. એક તરફ ઝારખંડના ગોડ્ડામાં રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને ઉડવાની મંજૂરી ન મળી.. અંદાજે અડધા કલાક સુધી રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને ક્લિયરન્સ ન મળતા કોંગ્રેસે ભાજપ પર નિશાન તાક્યું હતું... તેમણે આ પાછળ ભાજપની ખોટી નીતિ હોવાનો આક્ષેપ કર્યો.. બીજી તરફ અમિત શાહે સોશિયલ મીડિયા પર એક વીડિયો મુકીને વગર કહ્યે ઉદ્ધવ સહિત મહાવિકાસ આઘાડીને જવાબ આપ્યો.. મહારાષ્ટ્રના હિંગોલીમાં અમિત શાહના હેલિકોપ્ટરમાં ચેકિંગ કરાયું.. જેનો વીડિયો અમિત શાહે પોસ્ટ કરીને નિયમ પાલનની વાત કરી હતી.. જોકે હવે મહારાષ્ટ્રમાં સત્તાના શિખર પર કોનુ હેલિકોપ્ટર લેન્ડ થાય છે તેના પર સૌની નજર છે..
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે