વિવાદાસ્પદ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તની મીડિયા સાથે લડાઈ

શુક્રવારની સવારથી વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ (Madhu Shrivastav) ચર્ચાના ચગડોળે ચગ્યા છે. પહેલા તો તેમણે ગાંધીનગરમાં બેસેલા અધિકારીઓને લાફો મારવાની વાત કરી હતી, અને બાદમાં મીડિયા કર્મચારીઓ સાથે અયોગ્ય વર્તન કર્યું હતું. મધુ શ્રીવાસ્તવે મીડિયા કર્મી સાથે હાથાપાઈ કરી હતી. ગુસ્સામાં આવીને પોતાનું કન્ટ્રોલ ગુમાવી ચૂકેલા મધુ શ્રીવાસ્તવે મીડિયા કર્મચારીનો કેમેરો છીનવી લેવાનો પણ પ્રયાસ કર્યો હતો. એટલું જ નહિ, આટલે ન અટક્યા હોય તેમ પોતાની દબંગાઈ દાખલીને અપશબ્દોનો મારો ચલાવ્યો હતો.

Trending news