ગુજરાત પર વધતુ જતું ‘મહા’ સંકટ, માત્ર 480 કિમી દુર વાવાઝોડું
મહા વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. 7 નવેમ્બરે સવારે ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું ટકરાશે. મહા વાવાઝોડું પોરબંદરના દરિયા કિનારાથી 480 કિલોમીટર દુર છે. વેરાવળના દરિયા કિનારાથી 520 કિલોમીટર દુર છે. દીવના દરિયા કિનારાથી 570 કિલોમીટર દુર છે. છેલ્લા 6 કલાકમાં વાવાઝોડું 21 કીમી પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. વેરી સીવીયર સાયકલોનીક સ્ટ્રોમમાંથી નબળું પડી સાયકલોનીક સ્ટોર્મ બની ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું ટકરાશે.