નવસારીની એક ખાનગી શાળામાં શિક્ષક પર લાગ્યો ધર્માંતરણ કરાવવાનો આરોપ, વીડિઓ વાયરલ થતાં શરૂ થયો વિવાદ
નવસારી એક ખાનગી સ્કૂલનો વીડિયો વાયરલ થયા બાદ વિવાદ શરૂ થયો છે. આ વીડિઓમાં સ્કૂલના શિક્ષક વિદ્યાર્થીઓનું ધર્માંતરણ કરાવી રહ્યાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
Trending Photos
નવસારી: નવસારીની સેવન્થ ડે શાળાના શિક્ષકો ધર્માંતરણ કરાવી રહ્યાંનો એક વીડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં હિન્દુ દેવી-દેવતાઓ કરતા ઈશુ જ પરમેશ્વર છેની વાત સાથે શપથ લેવડાવતા હોવાનું પણ જણાતા હિન્દુ સંગઠનોમાં રોષ વ્યાપ્યો છે. ત્યારે સેવન્થ ડે શાળા દ્વારા વીડિયો તેમની શાળાનો નથી અને વીડિયોમાં દેખાતી મહિલાને તેમની શાળાની ન હોવાનો ખુલાસો કર્યો છે.
શું છે ઘટના
નવસારીના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સેવન્થ ડે અંગ્રેજી માધ્યમની શાળાના શિક્ષક કમલ નાસ્તર અને તેમની પત્ની સરિતા દ્વારા અંદાજે નવ મહિના અગાઉ નાના બાળકો સાથે કેટલાક લોકોને ખ્રિસ્તી ધર્મ અનુસાર પ્રાર્થના કરાવતા એક વીડિયો સામે આવ્યો છે. જેમાં સરિતા નાસ્તર ઈશુ આ..!! હમારે હિન્દુ ધર્મ મેં જે ભી દૈવી દેવતા હો, જે વાચા વાચી થી, હમ ઉસ વાચા કો ઈસુ કે નામ સે તોડ દેતે હૈ... ઈસુ હી જીવિત પરમેશ્વર હૈ... મેરા ખાના, મેરી પ્રીત પ્રભુ યેશુ કો હી... ઈસુ પરમેશ્વર કો ભજેંગે, અબ તું હિ હમારા પરમેશ્વર હૈ... બોલી શપથ લેવડાવતી નજરે પડે છે. જે વીડિયો થોડા દિવસોથી નવસારી વિજલપોર શહેરમાં વાયરલ થઈ રહ્યો છે. જેને લઈને હિન્દુ સંગઠનોમાં રોષ વ્યાપ્યો છે.
વાયરલ વીડિઓથી શરૂ થયો વિવાદ
જ્યારે વીડિઓ શહેરની સેવન્થ ડે સ્કૂલનો હોવાની વાત વહેતી થતા શાળાએ પણ આ મુદ્દે ખુલાસો કર્યો છે. કમલ નાસ્તર શાળાના શિક્ષક છે. પરંતુ તેમની પત્નીને શાળા સાથે કોઈ લેવા દેવા નથી. જ્યારે શાળામાં આ પ્રકારની કોઈ પ્રવૃત્તિઓ થતી નથી. આ વીડિઓ બહારનો છે. શાળાએ શિક્ષક સામે શિક્ષાત્મક પગલાં લઈ લીધા છે અને આજે સાંજ સુધીમાં એની જાણ પણ કરી દેવામાં આવશે. બીજી તરફ હિન્દુ સંગઠનો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી સેવન્થ ડે સ્કુલના શિક્ષક કમલ સામે શિક્ષાત્મક પગલાં લેવા સાથે તેની પત્ની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. ખાસ કરીને રાજ્યના શિક્ષણ મંત્રી પણ પ્રખર હિન્દુવાદી હોવાથી આ પ્રકરણમાં યોગ્ય કાર્યવાહી કરશે એવી આશા વ્યક્ત કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે