ગાંધીનગરમાં પેકેજ ડ્રિંકિંગ વોટરની હલકી ગુણવત્તાનો ચોંકાવનારો આંકડો
ગાંધીનગરમાં હેલ્થ વિભાગ દ્વારા 100 જેટલા પીવાના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 40 જેટલા સેમ્પલ નિષ્ફળ રહ્યા હતા. આંકડો સામે આવ્યા બાદ હેલ્થ વિભાગ પણ ચોંકી ઉઠ્યો હતો. તમામ પાણી વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.