વડાપ્રધાને વક્તવ્યમાં પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનનો આભાર, કહ્યું કે...

કરતારપુર કોરિડોર (Kartarpur Corridor) નું ઉદઘાટન કરતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એ આજે સુલ્તાનપુર લોધી શહેર પહોંચીને બેર સાહિબ ગુરુદ્વારામાં શિષ ઝીકવ્યું હતું. તેના બાદ પીએમ મોદી પાકિસ્તાનની બોર્ડર સાથે અડીને આવેલ પંજાબના ગુરુદાસપુર જિલ્લા સ્થિત ઐતિહાસિક નગર ડેરા બાબા નાનક પહોંચ્યા, જ્યાં તેઓએ સમય વિતાવ્યો હતો. આ પ્રસંગે પીએમ મોદીએ કરતારપુર કોરિડોર ખોલવા મામલે પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાનનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, આજે આ પવિત્ર ધરતી પર આવીને તેઓ ધન્યતા અનુભવી રહ્યાં છે. મારું સૌભાગ્ય છે કે હું આજે દેશને કરતારપુર સાહેબ કોરિડોર સમર્પિત કરી રહ્યો છું.

Trending news