શેરી મહોલ્લાની ખબર: છોટાઉદેપુરના વોર્ડ નં-6ના લોકોને મળી રહી છે તમામ સુવિધાઓ

શેરી મોહલ્લામાં વાત કરીશું છોટાઉદેપુર નગરના વોર્ડ નંબર છનાં કસ્બા વિસ્તારની. તો કસ્બા કવાંટ રોડ નામનાં આ વિસ્તારમાં છેલ્લા બે વર્ષમાં અનેક વિકાસનાં કામો થયા છે. નગરજનોને પાણી બારેમાસ પુરતું પાણી મળી રહે તે માટે જરૂરી એવા બોર કરી મોટર બેસાડી આપવામાં આવ્યા છે, મુખ્ય માર્ગ ઉપર ડિવાઇડર ઉપર પુરતા પ્રમાણમાં સ્ટ્રીટ લાઈટો લગાડવામાં આવી છે, રોડની બંને બાજુની ખુલ્લી ગટરોને અન્ડર ગ્રાઉન્ડ કરી દેવાતા લોકોને ગંદકી અને મચ્છરોના ત્રાસ અને બીમારીથી છુટકારો મળ્યો છે.

Trending news