board exam

Internal Mark Of Standard 10th Will Be Check From today PT4M26S

આજથી ધોરણ 10ના ઇન્ટરનલ માર્ક મામલે કરશે તપાસ

Internal Mark Of Standard 10th Will Be Check From today

Nov 9, 2020, 02:25 PM IST
Samachar Gujarat: Watch 06 October All Important News Of The State PT13M23S

સમાચાર ગુજરાતમાં જુઓ રાજ્યના તમામ મહત્વના સમાચાર

Samachar Gujarat: Watch 06 October All Important News Of The State

Oct 6, 2020, 08:30 AM IST

Breaking : આજે ધોરણ-12 સાયન્સનું પરિણામ જાહેર થશે

લોકડાઉન વચ્ચે કંટાળેલા બોર્ડના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ આવતીકાલે રવિવારે સવારે આઠ વાગ્યે જાહેર થશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર પરિણામ મૂકવામાં આવશે. સવારે આઠ વાગ્યાથી વિદ્યાર્થીઓ જોઈ શકશે.

May 16, 2020, 05:50 PM IST

કોરોનાને કારણે વધુ એક ફટકો, બોર્ડના પેપર ચકાસણીની કામગીરી કરાઈ સ્થગિત

ગુજરાતમાં કોરોના વાયરસ (corona virus) ના 13 પોઝિટિવ કેસ સામે આવી ગયા છે. જેને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે. તો સાથે જ સરકારી ઓફિસોમાં કામ કરતા કર્મચારીઓ પણ તકેદારી રાખી રહ્યાં છે. આવામાં તકેદારીના ભાગરૂપે ધોરણ 10 અને 12ની પરીક્ષાની ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી 31 માર્ચ સુધી સ્થગિત કરવામાં આવી છે. શિક્ષણ વિભાગે ધોરણ 10 અને 12ની (board exam)  ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી કોરોના વાયરસને કારણે સ્થગિત કરાઈ છે. આ અંગે ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને પત્ર લખીને ધોરણ 10 અને 12ની ઉત્તરવહી ચકાસણી સ્થગિત રાખવા માંગ કરી હતી. ઉત્તરવહીઓની ચકાસણીમાંથી શિક્ષકોને મુક્તિ આપવા માંગ કરી હતી.

Mar 21, 2020, 05:15 PM IST

વીરપુર બાદ ગોંડલથી બોર્ડની ઉત્તરવહી રેઢી મળી, આને ભૂલ કહેવાય કે બેદરકારી

બોર્ડના અધિકારીઓના છબરડાનો સિલસિલો અટકવાનું નામ જ નથી લેતો. બોર્ડની મહાબેદરકારી સામે આવી છે. વીરપુરની જેમ ગોંડલ પાસે ધોરણ 10 અને 12ની ઉત્તરવહી રેઢી મળી આવી છે. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન પાસે આવેલ શીતલા માતાજીના મંદિર પાસેથી મોટી માત્રામાં ઉત્તરવહી મળી આવી છે. ગોંડલમાંથી પણ ત્રણ થેલા ભરીને ઉત્તરવહી મળી આવી છે. હાઇબોન્ડ સિમેન્ટના ડ્રાઇવરનું ધ્યાન રસ્તે રઝળતી આ ઉત્તરવહી પર ગયું હતું, અને વિદ્યાર્થીઓનુ ભાવિ ના બગડે તેથી તાત્કાલિક જાણ કરી હતી. આમ, બે બે સ્થળેથી ઉત્તરવહી મળે તો તેને ભૂલ કહેવાય કે બેદરકારી. 

Mar 18, 2020, 12:06 PM IST

આવતીકાલનું ભવિષ્ય રસ્તા પર... ઉત્તરવહીના સૌથી પહેલા ઝી 24 કલાકના અહેવાલ બાદ શિક્ષણ વિભાગ દોડતું થયું

ભારતમાં વિદ્યાર્થીઓનું ભાવિ હંમેશા ધૂધળું હોય છે, જેથી વર્ષેદહાડે અનેક વિદ્યાર્થીઓ વિદેશની વાટ પકડે છે. આવામાં વધુ એકવાર વિદ્યાર્થીઓનું ભાવિ રસ્તે રઝળતુ મળી આવ્યું છે. વીરપુરની જીતપુર ચોકડી પાસેના રોડ પર આ વર્ષની બોર્ડની ધોરણ 10 અને 12ના પરીક્ષાની ઉત્તરવહી મળી આવી છે. પરીક્ષા બોર્ડના ચેરમેને પણ સ્વીકાર્યું કે ગાડીમાંથી ત્રણ પોટલા પડી ગયા હતા. ત્યારે આ ઘટના શિક્ષણ વિભાગ પર અનેક સવાલો ઉભા કરી રહ્યાં છે. અધિકારીઓ પોતાના બચામાં કહી રહ્યાં છે કે, ઉત્તરવહીને કંઈ નુકસાન થયું નથી. પરંતુ રસ્તા પરથી મહેલી ઉત્તરવહીને જોઈને સ્પષ્ટ કહી શકાય કે તે ફાટેલી છે. એક એક પાના અલગ પડેલા છે. તો ક્યાંક કાગળના ટુકડા થયેલા પણ જોવા મળી રહ્યાં છે. 

Mar 18, 2020, 10:33 AM IST

શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી, વીરપુરમાં રસ્તા પરથી મળી બોર્ડના વિદ્યાર્થીઓએ આપેલી ઉત્તરવહી

હાલ રાજ્યભરમાં બોર્ડની પરીક્ષાઓ પૂરી થવાની તૈયારીમાં છે. રાજ્યભરના વિદ્યાર્થીઓ હાલ બોર્ડની પરીક્ષા આપી રહ્યાં છે ત્યારે સૌરાષ્ટ્રના વીરપુર પાસેના ઓવરબ્રિજ પર બોર્ડની પરીક્ષાની લખાયેલી ઉત્તરવહીઓ મળી આવી છે. આ ઉત્તરવહી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની છે. આ ઉત્તરવહીઓ આ મહેસાણાની હોવાનું સામે આવ્યં છે. ત્યારે કેવી રીતે શિક્ષણ વિભાગના અધિકારીઓ, જેઓને ઉત્તરવહી સલામત સ્થળે પહોંચાડવાની જવાબદારી આપવામાં આવી છે તેઓ વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરે છે તે જોવા મળ્યું છે.  

Mar 18, 2020, 09:32 AM IST
Teenager Beat Cancer And Give Board Exam PT3M52S

કેન્સરને માત આપી કિશોરીએ આપી બોર્ડની પરીક્ષા

રાજપીપળાની કિશોરી મક્કમ મનોબળે કેન્સરને માત આપી ધોરણ 10ની પરીક્ષા આપી રહી છે. હોસ્પિટલમાં લાંબો સમય વિતાવ્યા પછી પણ ઘેર બેઠા અભ્યાસ કરી અન્યો માટે પ્રેરણા દાયી બેટી બચાવો બેટી પઢાવોને સાર્થક કરતા માતા પિતા સરકારની સહાય વગર પણ દીકરીને બચાવવા અને ભણાવવા મથી રહ્યા છે. પરંતુ તેમને આશ છે કે સરકારી સહાય મળશે.

Mar 7, 2020, 06:45 PM IST

“પપ્પા હું તો 10માં ધોરણમાં આવી. મને કેન્સર છે તો મારા ભવિષ્યનું શું થશે....”

રાજપીપળાની કિશોરી મક્કમ મનોબળે કેન્સરને મ્હાત આપી ધોરણ-10ની પરીક્ષા આપી રહી છે. હોસ્પિટલમાં લાંબો સમય વિતાવ્યા પછી પણ ઘેર બેઠા અભ્યાસ કરી અન્યો માટે પ્રેરણાદાયી બની છે આ વિદ્યાર્થીની, જેને તેના માતા પિતા સરકારની કોઈપણ સહાય વગર પણ દીકરીને બચાવવા અને ભણાવવા મથી રહ્યા છે. તેઓને એક જ આશા છે કે સરકાર તેઓને સહાય કરશે. 

Mar 7, 2020, 04:12 PM IST

ધોરણ 10માં ભાષાનું પેપર અને ધોરણ 12માં ભૌતિક વિજ્ઞાનનું, આજથી શરૂ થતી બોર્ડ એક્ઝામની તમામ વિગતો જાણવા કરો ક્લિક...

આજથી રાજ્યભરમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા (board exam) શરૂ થઈ ગઈ છે. રાજ્યભરમાંથી 17.60 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ધોરણ 10ની 10.80 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. રાજ્યના કુલ 81 ઝોન અને 934 કેન્દ્રો પર ધોરણ 10ની પરીક્ષા લેવાનાર છે. ધોરણ 10ની પરીક્ષા સવારે 10 વાગેથી શરુ થશે, જે બપોરે 1:20 કલાકે પૂર્ણ થશે. તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1.40 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહના કુલ 5.20 લાખ જેટલા વિદ્યાર્થીઓ આ વર્ષે પરીક્ષા આપશે. રાજ્યના 56 ઝોન અને 653 કેન્દ્ર પર ધોરણ 12ની પરીક્ષા યોજાશે. ધોરણ 12ની પરીક્ષા બપોરે 3:00 કલાકે શરૂ થશે અને સાંજે 6:15 કલાકે પૂર્ણ થશે. રાજ્યભરમાંથી 12 સાયન્સમાં જુના કોર્સના 23 હજાર વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપશે. તો આ વર્ષે જેલમાંથી 175 જેટલા કેદીઓ પણ બોર્ડની પરીક્ષા આપશે. ધોરણ 10 માં આજે ભાષાનું પેપર છે જ્યારે ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાનનું પેપર છે.

Mar 5, 2020, 09:28 AM IST

આવતીકાલથી રાજ્યમાં બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ, સુરત પોલીસ વિદ્યાર્થીઓને આપશે ખાસ સુવિધા

આવતીકાલથી રાજ્યભરમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા (board exam) શરૂ થશે. રાજ્યભરમાંથી 17.60 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10ની 10.80 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. રાજ્યના કુલ 81 ઝોન અને 934 કેન્દ્રો પર ધોરણ 10ની પરીક્ષા લેવાનાર છે. ધોરણ 10ની પરીક્ષા સવારે 10 વાગેથી શરુ થશે, જે બપોરે 1:20 કલાકે પૂર્ણ થશે. તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1.40 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહના કુલ 5.20 લાખ જેટલા વિદ્યાર્થીઓ આ વર્ષે પરીક્ષા આપશે. રાજ્યના 56 ઝોન અને 653 કેન્દ્ર પર ધોરણ 12ની પરીક્ષા યોજાશે. ધોરણ 12ની પરીક્ષા બપોરે 3:00 કલાકે શરૂ થશે અને સાંજે 6:15 કલાકે પૂર્ણ થશે. રાજ્યભરમાંથી 12 સાયન્સમાં જુના કોર્સના 23 હજાર વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપશે. તો આ વર્ષે જેલમાંથી 175 જેટલા કેદીઓ પણ બોર્ડની પરીક્ષા આપશે. 

Mar 4, 2020, 03:40 PM IST

‘બોર્ડ પરીક્ષા સમયે કોઈ ગામમાં કોઈ લગ્ન નહિ થાય...’ નર્મદા જિલ્લાના 72 ગામોએ લીધો મહત્વનો નિર્ણય

નર્મદા જિલ્લામાં શિક્ષણનું પ્રમાણ ખૂબ નીચું છે અને તેમાં પણ આદિવાસી વિસ્તારમાં તો ખૂબ નીચું પરિણામ આવતા સ્થાનિક આગેવાનોએ તેની શોધ લગાવી હતી. એક તરણ એવું આવ્યું કે, તડવી સમાજમાં બોર્ડની પરીક્ષાઓના મહિનાઓમાં લગ્ન થતા હોય છે અને જેને કારણે બાળકો પરીક્ષામાં ધ્યાન આપી શકતા નથી અને લગ્ન મ્હાલવાનું પસંદ કરે છે. જેથી આ દિવસોમાં જો લગ્ન જ થાય નહિ અને બેન્ડબાજા કે ડીજે વાગે જ નહિ તો વિદ્યાર્થીઓ ધ્યાન કેન્દ્રિત કરી ભણી શકે. આ નિર્ણય ગત વર્ષે લેવાયો અને આ વર્ષે એક પણ કુટુંબમાં લગ્નો ગોઠવાયા નથી. એટલે કહી શકાય કે આદિવાસી વિસ્તારમાં એક અનોખી પહેલ કરવામાં આવી છે. 

Mar 3, 2020, 08:59 PM IST

બોર્ડની પરીક્ષામાં ચોરી અને ગેરરીતિ અટકાવવા શિક્ષણ વિભાગે બનાવી ખાસ એપ્લિકેશન

5 માર્ચથી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ (board exam) શરૂ થઈ રહી છે, ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા ગેરરીતિ અટકાવવા માટે વિશેષ એપ્લિકેશન (Application) તૈયાર કરવામાં આવી છે. 'પેપર બોક્સ ઓથેન્ટીકેશન એન્ડ ટ્રેકિંગ એપ્લિકેશન' નામથી તૈયાર કરાયેલી મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી શિક્ષણ વિભાગ પરીક્ષાના સીલ બંધ કવર તેમજ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા પર સીધી નજર રાખવાનો પ્રયાસ કરશે. 'પેપર બોક્સ ઓથેન્ટીકેશન એન્ડ ટ્રેકિંગ એપ્લિકેશન' તમામ પરીક્ષા કેન્દ્રના સ્થળ નિરીક્ષકોએ પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરવાનો રહેશે.

Feb 27, 2020, 02:04 PM IST
standard 12 science practical exam start from today PT3M8S

આજથી રાજ્યભરમાં ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભ થયો

આજથી ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભ થયો છે. 14 થી 24 ફેબ્રુઆરી સુધી પ્રેક્ટિકલ પરીક્ષા યોજાશે. જેમાં રાજ્યભરમાં 388 કેન્દ્રો પર 1.17 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. A ગૃપના (ફિઝિક્સ, કેમિસ્ટ્રી), B ગૃપના (ફિઝીક્સ, બાયોલોજી, કેમિસ્ટ્રી)ના વિદ્યાર્થીઓની સવારે 10થી 1 અને બપોરે 3થી 5 દરમિયાન પરીક્ષા લેવાશે. આ પરીક્ષા માટે એક ક્લાસમાં બે નિરીક્ષકો અને એક લેબ શિક્ષક ઉપસ્થિત રહેશે.

Feb 14, 2020, 09:20 AM IST
Change In Gujarat Education PT8M25S

વડોદરા: રાજ્ય સરકારનો શિક્ષણ ક્ષેત્ર વધુ એક મોટો નિર્ણય

ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી નવા શૈક્ષણિક વર્ષથી રાજ્યભરની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં ધોરણ 3થી 12ની પરીક્ષા શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવશે. તમામ શાળાઓમાં લેવાતી છ માસિક પરીક્ષા પણ માધ્યમિક બોર્ડ દ્વારા લેવામાં આવશે.

Feb 13, 2020, 05:55 PM IST
PM Modi Talk With Studebnts In Pariksha Pe Charcha Event Watch Video PT54M19S

Pariksha Pe Charcha 2020: મને સંતોષ છે કે બાળકોએ મને પોતાનો માન્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) દિલ્હીના તોલકટોરા સ્ટેડિયમમાં વિદ્યાર્થી સાથે 'પરીક્ષા પે ચર્ચા' કરી હતી. પીએમ મોદીએ વિદ્યાર્થીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. પરીક્ષા પે ચર્ચાની આ ત્રીજી એડિશન હતી. આ કાર્યક્રમ એ ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવ્યો હતો કે વિદ્યાર્થીઓ તણાવમુક્ત થઇને પરીક્ષા આપી શકે. ત્યારે આજે પીએમ મોદીએ વિવિધિ ટિપ્સ આપીને વિદ્યાર્થીઓનો પરીક્ષાલક્ષી ભાર ઓછો કરવાનો પ્રયાસ કર્યો હતો. જાણો પીએમ મોદી અને વિદ્યાર્થીઓ વચ્ચેનો સંવાદ....

Jan 20, 2020, 05:00 PM IST
PM Modi Talk With Studebnts In Pariksha Pe Charcha Event Latest Video PT37M52S

Pariksha Pe Charcha 2020 : મોદી સરે વિદ્યાર્થીઓને આપ્યો પરીક્ષા મંત્ર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) દિલ્હીના તોલકટોરા સ્ટેડિયમમાં વિદ્યાર્થી સાથે 'પરીક્ષા પે ચર્ચા' કરી હતી. પીએમ મોદીએ વિદ્યાર્થીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. પરીક્ષા પે ચર્ચાની આ ત્રીજી એડિશન હતી. આ કાર્યક્રમ એ ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવ્યો હતો કે વિદ્યાર્થીઓ તણાવમુક્ત થઇને પરીક્ષા આપી શકે. ત્યારે આજે પીએમ મોદીએ વિવિધિ ટિપ્સ આપીને વિદ્યાર્થીઓનો પરીક્ષાલક્ષી ભાર ઓછો કરવાનો પ્રયાસ કર્યો હતો. જાણો પીએમ મોદી અને વિદ્યાર્થીઓ વચ્ચેનો સંવાદ....

Jan 20, 2020, 04:30 PM IST
PM Modi Talk With Studebnts In Pariksha Pe Charcha Event 1 PT28M32S

Pariksha Pe Charcha 2020: દેશના યુવાઓ શું કરી શકે તે જાણી આનંદ આવે છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) દિલ્હીના તોલકટોરા સ્ટેડિયમમાં વિદ્યાર્થી સાથે 'પરીક્ષા પે ચર્ચા' કરી હતી. પીએમ મોદીએ વિદ્યાર્થીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. પરીક્ષા પે ચર્ચાની આ ત્રીજી એડિશન હતી. આ કાર્યક્રમ એ ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવ્યો હતો કે વિદ્યાર્થીઓ તણાવમુક્ત થઇને પરીક્ષા આપી શકે. ત્યારે આજે પીએમ મોદીએ વિવિધિ ટિપ્સ આપીને વિદ્યાર્થીઓનો પરીક્ષાલક્ષી ભાર ઓછો કરવાનો પ્રયાસ કર્યો હતો. જાણો પીએમ મોદી અને વિદ્યાર્થીઓ વચ્ચેનો સંવાદ....

Jan 20, 2020, 04:30 PM IST
Today PM Modi will do Pariksha pe charcha event, whats says gujarat students... PT30M

પીએમ મોદીના ‘પરીક્ષા પે ચર્ચા‘ કાર્યક્રમ વિશે શુ કહ્યું ગુજરાતના વિદ્યાર્થીઓએ....

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પરીક્ષા પર ચર્ચા 2020 કાર્યક્રમમાં છાત્રો અને શિક્ષકો સાથે ચર્ચા કરશે. સંવાદ કાર્યક્રમનું ત્રીજું સંસ્કરણ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં યોજાયું હતું. પરીક્ષામાં તણાવ કંઈ રીતે દૂર કરવો તે અંગે PM ચર્ચા કરશે. કાર્યક્રમમાં ભારતભરમાંથી 2000 છાત્રો ભાગ લીધો છે.

Jan 20, 2020, 01:00 PM IST
PM Modi will do Pariksha pe charcha event starts in Delhi's talkotra stadium PT10M12S

PMના ‘પરીક્ષા પે ચર્ચા‘ કાર્યક્રમ માટે તાલકટોરા સ્ટેડિયમ વિદ્યાર્થીઓથી ખીચોખીચ ભરાઈ ગયું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પરીક્ષા પર ચર્ચા 2020 કાર્યક્રમમાં છાત્રો અને શિક્ષકો સાથે ચર્ચા કરશે. સંવાદ કાર્યક્રમનું ત્રીજું સંસ્કરણ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં યોજાયું હતું. પરીક્ષામાં તણાવ કંઈ રીતે દૂર કરવો તે અંગે PM ચર્ચા કરશે. કાર્યક્રમમાં ભારતભરમાંથી 2000 છાત્રો ભાગ લીધો છે. જુઓ કાર્યક્રમની ભવ્યતા...પીએમ મોદી પરીક્ષાઓના સમયે બાળકોમાં પરીક્ષાના તણાવ અને ડર ઓછો કરવા દેશભરના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરશે.

Jan 20, 2020, 12:10 PM IST