love affair

જેને જાહેરમાં ભાભી કહીને માન આપતા તેની સાથે જ દિયરને હતા સંબંધ, ને એક રાત્રે....

વિધવા ભાભી અને દિયર વચ્ચે પ્રેમ સંબધ હતો. પરંતુ કસ્તુરીબેનના બાળકો મોટા થયા હોઇ કસ્તુરીબેને સંબંધ રાખવાની દિયરને ના પાડી હતી. છતાં તેઓ પરાણે સંબંધો રાખતા હતા

Oct 20, 2020, 03:20 PM IST

પતિ પત્ની ઓર વો: પત્નીના પ્રેમ સંબંધની જાણ થતા પતિએ કર્યું આ કામ...

અમદાવાદનાં કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પતી પત્ની ઓર વોનો અજુગતો કિસ્સો સામે આવ્યો. પત્નીના પ્રેમ સંબંધની જાણ થતા પતિએ જ આત્મહત્યા કરી લીધી અને આપઘાત કરતા પહેલા કરેલુ રેકોર્ડીંગ પોલીસ માટે મહત્વનો પુરાવો બન્યો

Sep 23, 2020, 09:44 PM IST

રાજકોટમાં 6 વર્ષની બાળકીની હત્યા, જવાબદાર પિતાના પ્રેમ સંબંધ કે તાંત્રિક?

શહેરમાં 6 વર્ષની બાળકીની હત્યા કરાયેલી લાશ મળતા ખળભળાટ મચી ગયો છે. ગઈકાલે પુનિતનગર પાસે નવા બનતા વૃંદાવન ગ્રીન સિટીની સાઇટ પર મજૂરોની ઓરડીમાંથી બાળકી ગુમ થઈ હોવાની ફરિયાદ બાદ આજે હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. જોકે હત્યા કોણે અને શા માટે કરી તે સામે આવ્યું ન હોવાથી તાલુકા પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ શરૂ કરી છે.

Aug 14, 2020, 08:59 PM IST

સંબંધનો કરૂણ અંજામ: માતાનો પુત્રના મિત્ર સાથે પ્રેમ, પ્રેમમાં નડતરરૂપ યુવકની હત્યા

ભાવનગર શહેરના રાણીકા વિસ્તારમાં યોગેશ બારૈયા નામના યુવાનની હત્યા કરી દેવામાં આવી હતી. પ્રેમમાં નડતરરૂપ યુવાન સાથે અગાઉ થયેલા ઝઘડાની દાઝ રાખી ચાર યુવાનોએ એક સંપ કરી તેના પર તૂટી પડ્યા હતા. યોગેશ બારૈયા તેના ઘર નજીક ઉભો હતો ત્યારે અચાનક આવી ચડેલા ચારે યુવાનોએ તીક્ષ્ણ હથિયારોના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. ઇજાગ્રસ્ત યોગેશને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું. ત્યારે યુવકની માતાએ ચાર યુવાનો વિરુદ્ધ પુત્રની હત્યા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય હત્યારાઓને ઝડપી જેલ હવાલે કરી દીધા છે.

Aug 11, 2020, 10:41 AM IST

એક તરફી પ્રેમમાં પાગલ સ્કૂલ સંચાલકે શિક્ષિકાના ગાલ પર ભર્યા બચકા, અને પછી...

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારના એક ખાનગી સ્કૂલ સંચાલકે રોમીયોગીરીની હદ વટાવી છે. શિક્ષિકાએ પ્રેમ સંબધ રાખવાની ના પડતા ઘરમાં ઘુસીને ગાલ પર બચકા ભર્યા અને માર માર્યો હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ મામલે શિક્ષિકાની ફરિયાદના આધારે રામોલ પોલીસે સ્કૂલ સંચાલકની ધરપકડ કરી છે.

Jul 7, 2020, 12:23 AM IST

પ્રેમિકાને મળવા ગયેલા યુવકને મળ્યું મોત, આ રીતે પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલ્યો ભેદ

મૃતક ધ્રુવ યુવતિ સાથે પ્રેમમાં હોવાથી તેના મિત્રની બાઈક પર બેસી અને મળવા ગયો હતો. ધ્રુવ ત્યાં જતાં સંતાઈ રહેલા તેના કાકા અને મામાએ ધ્રુવને પકડી લઈને માર મારવાનું શરૂ કર્યું હતું.

Jul 6, 2020, 12:24 PM IST

સુરતના કામરેજમાં પ્રેમિકા સાથે અફેર હોવાના વહેમમાં યુવાનની હત્યા

કામરેજ ખાતે એક યુવાનને પ્રેમ કરવાના બદલામાં મોત મળ્યું બે દિવસ અગાઉ પ્રેમ પ્રકરણમાં યુવાનની હત્યા થઈ હતી અને યુવાનની હત્યા કરાયેલી લાશ એક ગાદલામાંથી વિટાળાયેલી મળી આવી હતી.

Jul 6, 2020, 08:31 AM IST

લોકડાઉન ખુલતા જ અમરાઇવાડીમાં ખુની ખેલ, પ્રેમપ્રકરણમાં યુવકની તલવારના ઘા મારીને હત્યા

શહેરના અમરાઈવાડી વિસ્તારમાં વરસતા વરસાદમાં ખેલાયો ખૂની ખેલ. જેમા યુવકને તલવારના 10થી વધુ ઘા ઝીંકી હત્યા કરવામા આવી. દરજીની ચાલીમા રહેતા જતીન ઉર્ફે ભોલા નામના યુવકને દિલીપ ઉર્ફે ટાઈગર નામના માથાભારે શખ્સની બહેન સાથે પ્રેમસંબંધ હતો. અને તેની અદાવત રાખી જતીન નામના યુવક સાથે ઝગડો કર્યો હતો. યુવકને તલવારના 10થી વધુ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો.

Jun 7, 2020, 06:43 PM IST

અરવલ્લી: સમાજ પ્રેમ નહી સ્વિકારે તેવી આશંકાએ સગીર યુગલે મંદિર પાછળ કરી આત્મહત્યા

અરવલ્લી જીલ્લાનાં માલપુરમાં પ્રેમી યુગલ રવિવારે ઘરેથી ભાગી ગયા હતા. ત્યાર બાદ મંગળવારે ગેલીમાતાના મંદિર પાછળનાં ડુંગર પર ઝાડ પરથી લટકતા બંન્નેનાં મૃતદેહ મળી આવ્યા હતા. જેના કારણે ભારે ચકચાર મચી ગઇ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને બંન્નેનાં મૃતદેહને નીચે ઉતાર્યા હતા. પંચનામું કર્યા બાદ બંન્ને મૃતદેહને માલપુર સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ કરવા માટે ખસેડવામાં આવ્યા છે. કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Jan 29, 2020, 10:45 PM IST

અમદાવાદ: શાહીબાગની સુંદર યુવતી સાથે હતા 5 વર્ષથી સંબંધ જો કે અચાનક...

શાહીબાગમાં રહેતી યુવતી સાથે તેના જ પ્રેમીએ શરીર સંબંધ બાંધી તેના ફોટા અને વિડીયો મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી તેને વાયરલ કરવાની ધમકી આપ્યાની ફરિયાદ શાહીબાગ પોલીસ મથકે નોધવામાં આવી છે. યુવતીની ફરિયાદના આધારે શાહીબાગ પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરી છે. શાહીબાગમાં રહેતી એક યુવતીને તેના વિસ્તારમાં જ રહેતા એક યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો. બંને વચ્ચે પાંચ વર્ષ સુધી પ્રેમ રહ્યો હતો. જો કે થોડાક દિવસો અગાઉ યુવતીની અન્ય યુવક સાથે સગાઇ થઇ ગઈ હતી. 

Jan 26, 2020, 09:48 PM IST

ચર્ચાના ચગડોળે ચઢ્યું અમદાવાદની શેઠાણી અને નોકર વચ્ચેનું પ્રેમ પ્રકરણ

અમદાવાદમાં હાલ એક પ્રેમ પ્રકરણ ચર્ચાના ચગડોળે ચઢ્યું છે. આ પ્રેમપ્રકરણ છે એક શેઠાણી અને કર્મચારી વચ્ચેનું... જેનો કરુણ અંજામ આવ્યો છે. એક વેપારીએ પોતાની પત્નીને બદનામ કરવા માટે પોતાના કર્મચારીને તેની સાથે અફેર કરવા કહ્યું હતુ, અને પછી જે થયું તે વાંચીને તમારા રુંવાડા ઉભા થઈ જશે.

Dec 19, 2019, 11:26 AM IST

લગ્નના વર્ષો બાદ પણ પ્રેમીને ભૂલી ન શકી પત્ની, એટલા માટે તલાક માટે તૈયાર થઇ ગયો પતિ

મધ્ય પ્રદેશની ભોપાલ (Bhopal)માં એક આશ્વર્યચકિત કરી દેનાર કેસ સામે આવ્યો છે. એક સોફ્ટવેર એન્જીનિયર (Software Engineer)એ પોતાની પત્નીને ફક્ત એટલા માટે તલાક આપવાનો નિર્ણય કરી લીધો છે, જેથી તેમની પત્ની પોતાના પ્રથમ પ્રેમી સાથે ખુશમય જિંદગી જીવે. આ કહાની રાજધાનીના કોલાર ક્ષેત્રમાં રહેનાર દંપત્તિ રાજેશ અને કલ્પના (કાલ્પનિક નામ)ની છે.

Nov 25, 2019, 10:29 AM IST

છોટાઉદેપુર: પ્રેમી યુવાને પાળિયાના ઘા ઝીંકી પ્રેમિકાની કરી હત્યા

કવાંટ તાલુકામાં પ્રેમી યુવાને પાળિયાના ઘા ઝીંકી પ્રેમિકાની હત્યા કરી નાખી છે. હત્યા કર્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઇ ગયો છે. જ્યારે પાનવડ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Sep 1, 2019, 12:23 PM IST

પત્નીએ પ્રેમી સાથે મળીને દારૂ પીધેલા પતિની માસ્ટર પ્લાનિંગ બનાવી કરી હત્યા

શહેરના ખોડીયાર નગર પાસે કારમાંથી ટ્રાન્સપોર્ટરની લાશ મળી આવી હતી. જે મામલે પોલીસે મૃતકની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી ગણતરીના દિવસોમાં જ હત્યારાઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ખોડીયાર નગર પાસે બે દિવસ પહેલા કારમાંથી ટ્રાન્સપોર્ટર દાલચંદ ઉર્ફે રમેશ ખટીકની લાશ મળી આવી હતી. મૃતક દાલચંદના સાળાએ બનેવીની પૈસા મામલે હત્યા થઇ હોવાનો આક્ષેપ કરતાપોલીસે મૃતકનું પોસ્ટ મોર્ટમ કર્યું હતું.

May 17, 2019, 10:24 PM IST

પ્રેમિકાને બીજાની દુલ્હન બની જોઇ પ્રેમી થયો પાગલ, ના કરવાનું કરી બેઠો

રાયબરેલીમાં મગંળવારે એક પાગલ પ્રેમીએ ડબલ બેરલ બંદૂકથી દુલ્હનને ગોળી મારી હત્યા કરી દીધી અને ત્યારબાદ પોતાની જાતને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. ઘટના બાદ સ્થળ પર અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.

Mar 13, 2019, 02:58 PM IST

પતિ પત્ની ઓર વો: દાતરડાના 15 ઘા ઝીંકી પતિએ કરી પત્નીની હત્યા

મહેસાણાના ઉમતા ગામે કસ્બા વિસ્તારમાં રહેતા આ મુસ્લિમ પઠાણ પરિવારની દીકરી જેનપબાનું અહેમદખાન પઠાણના લગ્ન ગામમાં જ રહેતા ચૌહાણ ઈંદ્રિસખાન મુરાદખાન સાથે જ્ઞાતિના રીત રિવાજ મુજબ થયા હતા.

Jan 25, 2019, 08:15 AM IST

સમલૈંગિક પ્રેમપ્રકરણઃ 23 વર્ષની પરિણીતા 19 વર્ષની બહેનપણી સાથે ભાગી ગઈ!

વડોદરા શહેરના અટલાદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતી 23 વર્ષીય પરિણીતા પોતાની 19 વર્ષની બહેનપણીની સાથે 13 દિવસ પહેલાં ઘરેથી જતી રહેતા રહસ્ય સર્જાયું છે. પરિણીતા પોતાના અઢી વર્ષના પુત્ર અને પતિને છોડી ફેસબુક થકી બહેનપણી બનેલી યુવતી સાથે જતી રહી હોવાનો પરિણીતાના પતિએ આરોપ લગાવી જે.પી પોલીસ અને માંજલપુર પોલીસમાં અરજી કરી છે 

Jan 24, 2019, 09:31 PM IST

નાનીના પ્રેમ પ્રેકરણે લીધો નવ માસની પૌત્રીનો ભોગ, જાણો શું છે સમગ્ર મામલો

સંગીતા અને પ્રીતિની હાલત નાજૂક છે તે બંને જણા 80% દાઝી ગયા છે. તેમની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

Aug 8, 2018, 03:18 PM IST

પ્રેમસંબંધના લીધે પહેલાં પણ અપરાધી બન્યા છે સેનાના અધિકારીઓ, જાણો 5 પ્રેમકહાણીઓ

આ પહેલાં પણ અલગ-અલગ સમયે આ પ્રકારના ઘણા કેસ ચર્ચામાં આવ્યા છે. શૈલજા હત્યાકાંડ પહેલાં એવા ઘણા ચર્ચિત કિસ્સા થયા છે જેમાં આર્મી અધિકારીઓએ પ્રેમ સંબંધમાં હથિયાર ઉઠાવ્યા છે. 

Jun 26, 2018, 11:14 AM IST

અમદાવાદઃ આનંદનગરમાં પ્રેમ પ્રકરણમાં એક યુવકની હત્યા

અમદાવાદઃ શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા રાજ એપાર્ટમેન્ટમાં એક યુવકનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. યુવકની હત્યા કરવામાં આવી છે.  આનંદનગરના રાજ એપાર્ટમેન્ટમાં રહેતા નિલેશગીરી ગોસ્વામી નામના યુવકની પ્રેમ પ્રકરણમાં હત્યા કરવામાં આવી છે. તેમ જાણવા મળી રહ્યું છે.  પોલીસને આ ઘટનાની જાણ થતા આનંદનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

Feb 6, 2018, 07:02 PM IST