ટીકટોક મામલામાં સસ્પેન્ડ થયેલી અલ્પિતા ચૌધરી સાથે ખાસ વાતચીત

બુધવારે મહેસાણાની એક એલઆરડી મહિલા કર્મચારી અલ્પિતા ચૌધરીએ પોલીસ લોકઅપ રૂમમાં વીડિયો બનાવીને પોસ્ટ કર્યો હતો. આ પોસ્ટમાં મહિલા પોલીસ કર્મી સિવિલ ડ્રેસમાં હતી. આ ઉપરાંત, પોલીસ સ્ટેશનની બહારના પણ તેના વીડિયો બહાર આવ્યા હતા. લાંઘણજ પોલીસ મથકમાં ફરજ બજાવતી અલ્પિતા ચૌધરી નામની આ મહિલા કર્મચારીને યુનિફોર્મ વગર ફરજ બજાવવા અને ચાલુ ફરજ દરમિયાન પોલીસ સ્ટેશનમાં વીડિયો ઉતારવા બાબતે સસ્પેન્ડ કરવામાં આવી હતી.

Trending news