સુરત તાપી શુદ્ઘીકરણ પ્રોજેક્ટ પહોંચ્યો દિલ્હી, Video

ચેતન પટેલ/સુરત : તાપી નદીના ઉપરવાસમાથી ઠલવાતુ દુષિત પાણી અટકાવી નહિને સ્વચ્છ કરવા માટે પાલિકાએ રુ 922 કરોડનો તાપી શુધ્ધિકરણનો માસ્ટર પ્લાન તૈયાર કરી કેન્દ્ર સરકારની ગ્રાન્ટ માટે રજૂ કર્યો છે. ત્યારે આજે મ્યુનિસિપલ કમિશનર એમ.થૈનારાસન અને સિટી ઇજનેર ભરત દલાલ  રુ 922 કરોડની યોજનાનું પ્રેઝન્ટેશન કરશે. સુરત શહેરના લોકોને પીવાનુ પાણી પૂરી પાડતી તાપી નદીમા દરરોજ 38 કરોડ લિટર દૂષિત પાણી ઠલવાય છે. છેલ્લા છ મહિનામા પાલિકાએ વાલક અને વરાછા ખાડી ડાયવર્ટ કરવાની કામગીરી પૂરી કરી 100 એમએલડી કરતા વધારે દૂષિત પાણીને ડાયવર્ટ કરવામા સફળતા મેળવી છે. તાપી નદીમા ખોલવડ, કામરેજ, અંબોલી, કઠોર ગામ, પાસોદરા, બૌધાન સહિતના વિસ્તારોમાથી ગટરનું દુષિત પાણી નદીમા ઠલવાય છે. ઉકાઇ ડેમમાથી નદીનું પાણી નીકળે ત્યારે તે શુદ્ધ હોય છે. પરંતુ સુરત સુધી પહોંચતા જ વચ્ચેના ગામોનું ગટરનુ પાણી ભળે છે. જેને કારણે પાણીની રો વોટર ક્વોલિટી ખરાબ થઈ ગઈ છે. પાલિકા ઉપરાત સુડા અને જિલ્લા પંચાયત વિસ્તારમા નદીને લગતી કામગીરી કરવાનો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. આ યોજના પાછળ કુલ 922 કરોડનો ખર્ચ થનાર છે. ત્યારે આ યોજનાને લઇ આજે દિલ્હીમાં મ્યુનિસિપલ કમિશનર એમ. થૈનારાસન અને સિટી ઇજનેર પ્રેઝન્ટેશન કરશે. લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા તાપી શુધ્ધિકરણ યોજનાને મંજૂરી મળી જાય તેવી પૂરેપૂરી શકયતા છે.

Trending news