ગુજરાતમાં શહેનશાહ: અમિત શાહ વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી

આજથી બે દિવસ માટે અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. ત્યારે 25 તારીખ શુક્રવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સવારે 9:45 વાગ્યાથી 10:00 વાગ્યા સુધીમાં ગાંધીનગર કોર્પોરેશનમાં કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમનું લોકર્પણ કરશે. ત્યારબાદ 10:00 વાગ્યાથી 11.30 વાગ્યા સુધીમાં મહાત્મા મંદિરના કાર્યકમમાં હાજરી આપશે. બપોરે 12.00 વાગ્યે કલોલ ખાતે પહોંચશે જ્યાં કલોલ ઓવર બ્રિજનું લોકર્પણ કરશે અને ત્યારબાદ એપીએમસીના વિશાળ ગેટનું લોકર્પણ કરશે. અમિત શાહ કલોલનો કાર્યકમ પૂર્ણ કર્યા બાદ અમદાવાદ તેમના નિવાસસ્થાને જવા રવાના થશે.

Trending news