water problem

ઉપલેટાનો વેણુ 2 ડેમ ઓવરફ્લો, 11 ગામોના પીવાની પાણીની સમસ્યા ઉકેલાઈ

ઉપલેટા અને ઉપરવાસમાં વરસેલા વરસાદે ઉપલેટા, ભાયાવદર અને જૂથ યોજના હેઠળના 11 ગામોના પીવાના પાણીની સમસ્યા 24 કલાકમાં ઉકેલી નાખી. આ ગામોને પીવાનું પાણી પૂરું પડતો વેણુ 2 ડેમને 24 કલાકમાં ઓવરફ્લો કરી દીધો હતો

Jul 27, 2021, 06:51 PM IST

જામનગર જિલ્લામાં મેઘરાજાની જમાવટ, નદી-નાળા અને જળાશયો છલકાયા, બાલાભડી ડેમ ઓવરફ્લો

જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસતા જિલ્લાના 6 તાલુકામાં અડધો થી લઈ 6 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે...સૌથી વધુ કાલાવડ તાલુકામાં 6 ઇંચ વરસાદ નોંધાયો જ્યારે ધ્રોલ, જોડિયા અને જામજોધપુરમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને જામનગર શહેરમાં પણ ધીમીધારે એક ઈંચ વરસાદ, લાલપુર તાલુકામાં પણ અડધો ઇંચ વરસાદ નોંધાયો છે...ગ્રામ્ય પંથકમાં વરસાદથી નદી-નાળા જળાશયો છલકાયા અને શહેરમાં સતત વરસાદી માહોલથી ઠંડકભર્યુ વાતાવરણ જોવા મળી રહ્યું છે...

Jul 26, 2021, 03:41 PM IST

કચ્છના ગ્રામ્ય વિસ્તારમાં પાણી માટે ભારે હાલાકી, 1 મહિનાથી પાણી ન મળતું હોવાનો આક્ષેપ

કચ્છના લખપત તાલુકામાં પીવાના પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે. અહીં ગ્રામ અગ્રણીઓ દ્વારા અનેક વાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પાણી ન મળતું હોવાની રાવ ઉઠી રહી છે

Jun 14, 2021, 02:17 PM IST

મહિલાઓના માથેથી હવે ઓછો થશે ભાર, નહીં ઉંચકવા પડે પાણીના બેડાં, પાણીની રઝળપાટમાં મોટી રાહત આપશે આ સાધન

આ ગ્રામજનોએ માથે બેડા અને હાથમાં ડોલ લઈને પાણી ભરવા જવાને બદલે આપનાવી છે નવી ટેકનીક. તમે જે તસવીર જોઈ રહ્યાં છો એ છે, વોટર વ્હીલ ડ્રમ. આનાથી દૂર દૂરથી પાણી ભરી લાવવામાં પણ કોઈ પરેશાની થતી નથી.
 

May 13, 2021, 01:43 PM IST
water problem in vadodara ajva cross road PT1M9S

વડોદરા: કાળઝાળ ગરમીમાં પાણીનો કકળાટ

water problem in vadodara ajva cross road for more details watch video on zee 24 kalak.

Jun 2, 2020, 01:20 PM IST
Khanghali Village Of Anand In Maru Gaam Mara Sarpanch PT5M52S

મારું ગામ મારા સરપંચ: આણંદના આ ગામમાં રોડ, ગટર અને પાણી સમસ્યા ઝીરો

આણંદ જીલ્લાના નાનક્ડા ગામ એવા ખાંઘલી ગામની મુલાકાતે ગઇ હતી આમતો ચરોતરના મોટા ભાગના ગામો માં આઝાદી સમયથી વિકાસ થયેલ છે તેનુ મુખ્ય કારણે અહિયાથી વિદેશમાં વસેલા લોકો ઉદાર હાથે ગામના વિકાસમાં ફાળો આપતા હોય છે. આજે ખાંધલી ગામમાં લોકોની પાયાની સુવીધા જેવીકે રોડ રસ્તા ગટર અને પાણી સમસ્યા જીરો છે. આ સાથે સરકાર દ્રારા આપવામાં આવતી મેડીકલ જેવી પણ તમામ સુવીધાથી પૂર્ણ છે. એટલે કહી શકાય કે ગામનો મુખ્યા જો નિર્વાદથી કામ કરે તો ચોક્ક્સ ગામનો વિકાસ સારો થાય તે ભરતભાઇ સોલંકી એ નાની ઉમરે પણ સારી કામગીરી કરી છે.

Nov 30, 2019, 05:30 PM IST
Women Protest Against Water Problem In Vadodara PT5M33S

વડોદારમાં પાણીની સમસ્યાને લઇ મહિલાઓએ માટલા ફોડી કર્યો વિરોધ

વડોદરામાં મંત્રી યોગેશ પટેલના મતવિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાઇ છે. દંતેશ્વરના વચલા ફળીયામા પાણી માટે લોકો વલખા મારી રહ્યાં છે. દંતેશ્વર વિસ્તાર માજલપુર વિધાન સભામાં આવે છે. આ વિસ્તાર કોર્પોરેશનના વિપક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવનો મતવિસ્તાર છે. અનેક રજુઆત છતા ત્રણ દિવસથી પાણી મળતુ નથી. મહિલાઓએ માટલા ફોડી વિરોધ કર્યો હતો. ગઈ કાલે પાણી મુદ્દે કોગ્રેસ સભા ગૃહની બહાર હોબાળો કર્યો હતો.

Oct 19, 2019, 12:20 PM IST

ગત ચોમાસામાં અહીં લોકોને બચાવવા NDRFની ટીમ ઉતારી હતી, આજે પાણી માટે મારી રહ્યાં છે વલખા

ઉના શહેરના વોર્ડ નંબર 8 રામનગર ખારા વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી પીવાનું અને ઘર વરરાશ માટેનું પાણી મળતું નથી. લોકોને પાણી માટે દરદર ભટકી પડી રહ્યું છે.

Jun 9, 2019, 11:44 AM IST

ગુજરાત સરકારની મોટી-મોટી વાતો પણ, આ ગામને 10-15 દિવસે મળે છે પીવાનું પાણી

એક તરફ સરકારની મોટીમોટી વાતો અને બીજી તરફ કાજરડી ગામ પાણી માટે તરસી રહ્યું છે. 15 દિવસે પાણી અવવાથી ગામની મહિલાઓ કુવામાંથી સીંચીને પાણી ભરે છે. 

Jun 6, 2019, 08:13 AM IST

ગુજરાત સરકાર કહે છે કે પાણી છે, તો પછી આ ગામમાં પાણી માટે કેમ થઈ પડાપડી!!!

થોડા સમય પહેલા જ્યારે સમગ્ર ગુજરાતમાંથી પાણીની પોકારો ઉઠી હતી, ત્યારે રાજ્ય સરકારે કહ્યું હતું કે, 1 જુલાઈ  સુધી ગુજરાતમાં પીવાના પાણીની સમસ્યા ઉભી નહીં થાય. નાગરિકોને પુરતું પાણી પૂરૂં પાડવામાં આવશે. પરંતુ હાલ વાસ્તવિકતા તો કંઈક અલગ જ છે. ગીર સોમનાથનો એક એવો વીડિયો સામે આવ્યો છે, જેમાં ગુજરાતના કેટલાકના વિસ્તારોમાં પાણીની સમસ્યા કેવી છે તેની વાસ્તવિકતા સામે આવી છે.

Jun 4, 2019, 01:06 PM IST

દેશનો 42 ટકા ભાગ દુષ્કાળથી અસરગ્રસ્ત, સ્થિતિ અત્યંત ચિંતાજનક

દુષ્કાળ સુચકાંક ગયા વર્ષની સરખામણીએ વધુ ખરાબ થયો છે, 28 મે, 2018ના રોજ દેશનો 36.44 ટકા વિસ્તાર દુષ્કાળની અસરમાં આવેલો હતો 
 

Jun 3, 2019, 12:34 PM IST

વાત ગળે નહિ ઉતરે, પણ સો ટકા છે સાચી : જે કામમાં ગુજરાત સરકારને આંટા આવી ગયા, તે એક નાનકડા ગામે કરી બતાવ્યું

રાજ્યભરમાં ઉનાળાની કાળઝાળ ગરમીને લઈને રાજ્યની અનેક જગ્યાઓ પર પાણીની તંગી સર્જાઈ છે ત્યારે ડાંગના દૂર્ગમ પહાડી ક્ષેત્રોમાં મોબાઈલ નેટવર્કીની એટલી જ મર્યાદા છે જેટલી પાણીની હોય છે. ત્યારે સાકરપાતળની પાણી સમિતિએ મોબાઈલ ફોનનો સ્માર્ટ ઉપગયોગ કરીને પાણી વિતરણની આધૂનિક વ્યવસ્થાની મદદથી પાણી વિતરણની આધુનિક વ્યવસ્થા ગોઠવી છે. 

May 20, 2019, 09:01 AM IST

એક ટીપુ પાણી માટે ગુજરાતના આ ગામના લોકોને લગાવવી પડે છે મોતની ડુબકી

પાણી એ જીવન છે તે વાક્ય તો આપણે સૌ કોઈ એ સાંભળ્યું છે, પરંતુ જીવન મેળવવા જીવ જોખમમાં મૂકવો પડે તે વરવી વાસ્તવિકતા પણ ગુજરાતની પૃષ્ઠભૂમિ પર જોવા મળી રહી છે. પાટણના અંતરિયાળ ગામ સીગોતારીયા ગામમાં ઉનાળામાં પાણીની વિકટ સમસ્યા ઉભી થઇ છે. 

May 18, 2019, 07:58 AM IST

Pic : ટેન્કર રાજના ભાર તળે દબાયું ઉનાનું આ ગામ, પાણી માટે કરવુ પડે છે ‘બેડાયુદ્ધ’

આ દ્રષ્યો છે ગતિશીલ ગુજરાતના... ગીર સોમનાથ જિલ્લાના ઊના તાલુકાના છેવાડાના બંદર એટલે નવાબંદર. અહીંયા ઘરે ઘરે નળ કનેક્શન તો છે, પરંતુ તંત્રની બેદરકારીને કારણે પંચાયતને પાણીના ટેન્કર વેચાતા લઈ ગામના તમામ વિસ્તારમાં પાણી વિતરણ કરવું પડે છે. જી હાં, નવાબંદરની વસ્તી માત્ર 20 હજાર જેટલી છે. દરિયાઈ પટ્ટીનુ બંદર હોવાથી જમીનના તળનુ પાણી પણ ખારાશવાળું હોઈ આહિં તંત્રના સરકારી બાબુઓના જણાવ્યા પ્રમાણે, દર ત્રણ દિવસે પીવાનું પાણી આપાય છે. ગ્રામજનોનું કહેવું છે કે, અહીં 10 થી 15 દિવસે માત્ર એકવાર પાણી આવે છે.

May 17, 2019, 11:17 AM IST

છોટાઉદેપુર : પાણી માટે ખુદ તાલુકા પંચાયતના પ્રમુખને અડધી રાત્રે લાઈનમાં ઉભા રહેવુ પડે છે

નસવાડી તાલુકાના હરિપુરા ગામે પાણીની સમસ્યા વિકરાળ બની ગઈ છે. અહી ખુદ તાલુકા પંચાયત પ્રમુખ રાત્રે જાગી કતારોમાં ઉભા રહીને પાણી ભરી રહ્યાં છે. ગામમાં તમામ સરકારી હેન્ડપમ્પ બંધ છે. પાણી લેવા માટે એકમાત્ર ખાનગી બોર છે, જેમાં લાઈટ દિવસે આવે તો દિવસે અને રાત્રે આવે તો રાત્રે પાણી ભરવા નીકળી જવું પડે છે. 

May 17, 2019, 08:02 AM IST

પાણી માટે લોહી વહાવ્યું, જુઓ નર્મદા નદી માટે શું કર્યું રેવાપ્રેમીઓએ...

ભરૂચવાસીઓએ પાવન સલીલામાં નર્મદા પોતાનું અસ્તિત્વ નદીએ ગુમાવી દેતા હજારો માછીમાર, ખેડૂતો, પશુપાલકો બેરોજગાર બનવા સાથે મા નર્મદાને બચાવવા માટે માછીમાર સમાજના લોકોએ પોતાના લોહીથી પત્ર લખ્યો છે. આ પત્ર ત્રણ રાજ્યોના મુખ્યમંત્રી તથા વડાપ્રધાનને જિલ્લા કલેક્ટરના માધ્યમથી મોકલવામાં આવ્યો હતો.

May 16, 2019, 04:44 PM IST

ભરૂચમાં રણ બનેલી રેવા મુદ્દે સુપ્રીમ કોર્ટે રાજ્ય-કેન્દ્ર સરકારને મોકલી નોટિસ

નર્મદા નદીની ડાઉનસ્ટ્રીમમાં થયેલ દુર્દશાથી સુપ્રિમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે. ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં કરેલી પિટીશનનો નિકાલ ન આવતા તેમણે સુપ્રીમના દ્વાર ખટખટાવ્યા હતા. ભરૂચમાં રણ બનેલી રેવા મુદ્દે પિટિશન દાખલ થતા સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના નવ વિભાગો પાસે નોટિસ પાઠવી જવાબો માંગ્યા છે. 

May 16, 2019, 09:58 AM IST

ગુજરાતની વાસ્તવિકતા, કાળઝાળ તડકામાં ટેન્કરની રાહ જોવામાં જ ઉનાળો પસાર થઈ જાય છે

સમગ્ર ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીના પોકાર ઉઠવા પામ્યા છે, ત્યારે પાટણ જિલ્લાના સરહદી વિસ્તારના ગામોમાં પણ ઉનાળો આકરી બની રહ્યો છે. અહીં પણ પાણીના ટેન્કરો દ્વારા ગામે ગામ પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે, પરંતુ આ પાણી ક્યારે આવે તેનું કાઈ નક્કી હોતું નથી. તેથી પાણી મેળવવા લોકોને કલાકો સુધી કાળઝાળ ગરમીમાં માર્ગો પર બેસવું પડે છે અને પાણી આવે તો પણ પૂરતા પ્રમાણમાં ન મળતા દયનીય હાલત બની છે.

May 16, 2019, 08:20 AM IST

નર્મદા નહેરની મુખ્ય કેનાલનું પાણી બંધ કરવા જાય તે પહેલા જ 1000 જેટલા BTP કાર્યકર્તાઓની અટકાયત

અટકાયત કરાયેલા કેટલાકને રાજપીપળા પાસે આવેલા જીતનગર પોલીસ ક્વાર્ટરમાં તથા કેટલાકને કેવડિયા પોલીસ સ્ટેશનમાં રખાયા હતા. આ અંગે ડીવાયએસપી રાજેશ પરમારે જણાવ્યું કે, લગભગ 500થી હજાર જેટલા આંદોલનકારીઓ કે જેઓ નર્મદા નહેરની જે મુખ્ય કેનાલનું પાણી બંધ કરવા જતા હતા તે માટે તેઓની અટકાયત કરી છે.

May 13, 2019, 04:27 PM IST

રણની જેમ સૂકીભઠ્ઠ થઈ રહેલી મહીસાગરને કારણે ખેડૂતો ચિંતામાં આવી ગયા

વડોદરાની મહીસાગર નદી પર જળ સંકટ આવતા ખેડૂતો ચિંતામાં આવી ગયા છે. મધ્ય ગુજરાતમાં લોકમાતા તરીકે ઓળખાતી નદીનું જળસ્તર ખૂબ ઘટી જવાથી બે હજાર પશુ પાલકો અને 400 વિઘા જમીનના ખેડૂતોના પાકને નુકશાનની ભીતિ સેવાઈ રહી છે. નદી વિસ્તારના ગામડાઓ નદીના પાણીનો પીવામાં ઉપયોગ કરે છે, પરંતુ હવે નદીમાં પાણી ન હોવાથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.

May 13, 2019, 02:57 PM IST