સૂર્યનો તડકો અને કોરોના વાયરસ સાથે શું છે સંબંધ, થયો ચોંકાવનારો સરવે

દેશના અનેક રાજ્યોમાં તેજીથી વધી રહેલા કોરોના વાયરસના કેસોને કાબૂ કરવા માટે એકવાર ફરીથી પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યાં છે. હવે પરિસ્થિતિ એવી છે કે, અનેક રાજ્યોમાં નાઈટ કરફ્યૂ, વિકેન્ડ લોકડાઉનની જાહેરાત પણ કરવામાં આવી છે. ત્યારે એક રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, વધુ સમય સુધી સૂર્યના તડકામાં રહેવાથી ખાસ કરીને અલ્ટ્રાવાયોલેટ કિરણના સંપર્કમાં આવવાથી કોવિડ 19 થી ઓછા મોત થી શકે છે. 

સૂર્યનો તડકો અને કોરોના વાયરસ સાથે શું છે સંબંધ, થયો ચોંકાવનારો સરવે

ઝી મીડિયા/બ્યૂરો :દેશના અનેક રાજ્યોમાં તેજીથી વધી રહેલા કોરોના વાયરસના કેસોને કાબૂ કરવા માટે એકવાર ફરીથી પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યાં છે. હવે પરિસ્થિતિ એવી છે કે, અનેક રાજ્યોમાં નાઈટ કરફ્યૂ, વિકેન્ડ લોકડાઉનની જાહેરાત પણ કરવામાં આવી છે. ત્યારે એક રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, વધુ સમય સુધી સૂર્યના તડકામાં રહેવાથી ખાસ કરીને અલ્ટ્રાવાયોલેટ કિરણના સંપર્કમાં આવવાથી કોવિડ 19 થી ઓછા મોત થી શકે છે. 

2474 લોકો પર થયો સરવે
બ્રિટિશ જનરલ ઓફ ડર્મેટોલોજિમાં પ્રકાશિત રિસર્ચમાં અમેરિકામાં જાન્યુઆરીથી એપ્રિલ 2020 ની વચ્ચે થયેલા મોતની સાથે તે સમયમાં 2474 કાઉન્ટીમાં અલ્ટ્રાવાયોલેટ સ્તરની તુલના કરવામાં આવી હતી. ટીમે જાણ્યું કે, અલ્ટ્રાવાયોલેટ કિરણના ઉચ્ચ સ્તરવાળા વિસ્તારમાં રહેતા લોકોની વચ્ચે કોવિડ 19 થી ઓછા મોત થયા છે. 

સૂર્યની રોશનીને કારણે વાયરસની ક્ષમતા ઘટે છે
શોધકર્તાઓના જણાવ્યા અનુસાર, ઈંગ્લેન્ડ અન ઈટલીમાં આ પ્રકારનું રિસર્ચ કરવામા આવ્યું છે. રિસર્ચ કરનારાઓએ ઉંમર, સમુદાય, સામાજિક આર્થિક સ્થિતિ, જનસંખ્યા, વાયુ પ્રદૂષણ, તાપમાન અને સ્થાનિક વિસ્તારમાં સંક્રમણના સ્તરને ધ્યાનમાં લેતા વાયરસથી સંક્રમિત થવા અને મોતાના ખતરાનું વિશ્લેષણ કર્યું. શોધકર્તાઓનું કહેવું છે ક, સૂર્યની રોશનીમાં વધુ સમય રહેવાથી ત્વચા નાઈટ્રીક ઓક્સાઈડ બહાર કાઢે છે. તેનાથી વાયરસની આગળ વધવાની ક્ષમતા સંભવત ઘટી જાય છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news