આગામી 8 વર્ષમાં ભારત ચીનને પછાળી બનશે દુનિયાનો સૌથી મોટી આબાદીવાળો દેશ!

આ જાહેર કરેલા નવા રિપોર્ટ અનુસાર, 2050 સુધીમાં ઉપર જણાવેલી વૈશ્વિક જનસંખ્યામમાં જે વૃદ્ધી થશે તેમાંથી અડધી વૃદ્ધી ભારત, નાઇઝિરીયા, પાકિસ્તાન, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કાંગો, ઇથોપિયા, તાંઝાનિયા, ઇન્ડોનેશિયા, ઇજિપ્ત અને અમેરિકામાં હોવાનો અંદાજ છે.

આગામી 8 વર્ષમાં ભારત ચીનને પછાળી બનશે દુનિયાનો સૌથી મોટી આબાદીવાળો દેશ!

સંયુક્ત રાષ્ટ્ર: 2027ની આસપાસ ભારત ચીનને પાછળ છોડી દુનિયામાં સૌથી વધુ જનસંખ્યા ધરવાતો દેશ બની શકે છે. ભારતની જનસંખ્યામાં 2050 સુધીમાં 27.3 કરોડની વૃદ્ધી થઇ શકે છે. આ સાથે જ ભારત શતાબ્દીના અંત સુધીમાં દુનિયામાં સૌથી વધુ જનસંખ્યા ધરાવતો દેશ બની શકે છે.

સંયુક્ત રાષ્ટ્રના આર્થિક તેમજ સામાજિક મામલાના વિભાગ ‘પોપ્યુલેશન ડિવિઝન’એ ‘વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટસ 2019 હાઇલાઇટ્સ (વિશ્વ વસ્તી સંભાવના)નું મુખ્ય બિંદુ’ પ્રકાશિત કર્યું છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આગામી 30 વર્ષોમાં વિશ્વની જનસંખ્યા 2 અબજ સુધી વધવાની સંભાવનાઓ છે. 2050 સુધીમાં જનસંખ્યા 7.7 અબજથી વધીને 9.7 અબજ સુધી પહોંચવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

આ સંશોધન અનુસાર વિશ્વની જનસંખ્યા આ શતાબ્દીના અંત સુધીમાં લગભગ 11 અબજ સુધી પહોંચવાની સંભાવના છે. આ જાહેર કરેલા નવા રિપોર્ટ અનુસાર, 2050 સુધીમાં ઉપર જણાવેલી વૈશ્વિક જનસંખ્યામમાં જે વૃદ્ધી થશે તેમાંથી અડધી વૃદ્ધી ભારત, નાઇઝિરીયા, પાકિસ્તાન, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કાંગો, ઇથોપિયા, તાંઝાનિયા, ઇન્ડોનેશિયા, ઇજિપ્ત અને અમેરિકામાં હોવાનો અંદાજ છે.
(ઇનુપટ: એજન્સી ભાષા)

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news