200 વર્ષ પછી આ દેશની જેલમાં પ્રથમ વખત બદલાયો ખાણીપીણીનો મેન્યુ, હવે નહીં મળે ગોળ

બાંગ્લાદેશના અધિકારીઓએ પોતાના ત્યાં જેલોમાં 200 વર્ષ જૂના અંગ્રેજોના જમાનાના ખાણીપીણીના મેન્યુમાં ફેરફાર કર્યો છે 
 

200 વર્ષ પછી આ દેશની જેલમાં પ્રથમ વખત બદલાયો ખાણીપીણીનો મેન્યુ, હવે નહીં મળે ગોળ

ઢાકાઃ બાંગ્લાદેશના અધિકારીઓએ પોતાના ત્યાંની જેલના 200 વર્ષ જૂના અગ્રેજોના જમાનના ખાણીપીણીના મેન્યુમાં ફેરફાર કર્યો છે. એક અધિકારીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, જેલવાસ અને સજાની પદ્ધતિમાં સુધારા અંતર્ગત જેલોના ખાણીપીણીના મેન્યુમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે. જેલ નિર્દેશયાલયના નાયબ પ્રમુખ બજલુરરાશિદે જણાવ્યું કે, રવિવારથી દેશના 81,000થી વધુ કેદીઓને બ્રેડ અને ગોળના બદલે જુદા પ્રકારનું ભોજન પીરસવામાં આવી રહ્યું છે. 

18મી સદીમાં બ્રિટિશ શાસકોના કેદીઓને બ્રેડ અને ગોળ ભોજનમાં આપવાની શરૂઆત કરવામાં આવી હતી. આ સિલસિલો અત્યાર સુધી ચાલતો આવી રહ્યો છે. જેમાં હવે ફેરફાર કરાયો છે. 

નવી વ્યવસ્થા
રાશિદે જણાવ્યું કે, નવા મેન્યુ અનુસાર કેદીઓને હવે ભોજનમાં બ્રેડ, શાકભાજી, મિઠાઈઓ અને ખિચડી આપવામાં આવી રહી છે. બાંગ્લાદેશની 60 જેલમાં 35,000 કેદીઓની ક્ષમતા છે, પરંતુ અહીં ક્ષમતા કરતાં વધુ પ્રમાણમાં કેદીઓ રાખવામાં આવે છે. આ અંગે માનવાધિકાર સંગઠનો પણ અનેક વખત ટીકા કરી ચૂક્યા છે. જેલમાં આપવામાં આવતા ભોજન અંગે કેદીઓ પણ અનેક વખત ફરિયાદ કરી ચૂક્યા છે. 

રાશિદે જણાવ્યું કે, કેદીઓને મુખ્યધારા સાથે જોડવા, આગળ વધારવા માટે પ્રેરિત કરવા અને પુનર્વસનનના ઉદ્દેશ્ય સાથે જોલોમાં સુધારા કરવામાં આવી રહ્યા છે. ભોજન પદ્ધતિમાં ફેરફાર પણ આ સુધારાની પ્રક્રિયા અંતર્ગત જ કરાયો છે. 

ઓછા દરમાં ફોનકોલની સુવિધા
કેદીઓ દ્વારા પણ ભોજન પદ્ધતિમાં કરવામાં આવેલા ફેરફારનું ઉત્સાહપૂર્વક સ્વાગત કરાયું છે. સરકારે કેદીઓ માટે ઓછા દરમાં ફોનકોલની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી છે. રાશિદના જણાવ્યા અનુસાર, 'હવે કેદીઓ જ્યારે પણ ઈચ્છે ત્યારે પોતાના પરિવાર સાથે સ્ક્રીનવાળા ફોન પર વાતચીત કરી શકશે.'

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news