ફિલીસ્તીનમાં તૈનાત ભારતીય પ્રતિનિધિ મુકુલ આર્યનું મોત, દૂતાવાસમાંથી મળી લાશ
ફિલીસ્તીનમાં તૈનાત ભારતના પ્રતિનિધિ મુકુલ આર્યનું રવિવારે અવસાન થયું હતું. રવિવારે રામલ્લા સ્થિત દૂતાવાસમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે મુકુલ આર્યના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. ફિલીસ્તીનમાં ભારતીય રાજદૂતના નિધન પર ટ્વિટ કરીને દુખ વ્યક્ત કર્યું હતું.
Trending Photos
રામલ્લા, ફિલીસ્તીન: ફિલીસ્તીનમાં તૈનાત ભારતના પ્રતિનિધિ મુકુલ આર્યનું રવિવારે અવસાન થયું હતું. રવિવારે રામલ્લા સ્થિત દૂતાવાસમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે મુકુલ આર્યના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. ફિલીસ્તીનમાં ભારતીય રાજદૂતના નિધન પર ટ્વિટ કરીને દુખ વ્યક્ત કર્યું હતું.
ડૉ.જયશંકરે વ્યક્ત કર્યું દુઃખ
ડૉ એસ જયશંકરે ટ્વીટ કર્યું, “રામલ્લામાં ભારતના પ્રતિનિધિ શ્રી મુકુલ આર્યના નિધન વિશે જાણીને ઊંડો આઘાત લાગ્યો. તે તેજસ્વી અને પ્રતિભાશાળી અધિકારી હતા, તેમની સામે ઘણું બધું હતું. મારું હૃદય તેમના પરિવાર અને પ્રિયજનો માટે છે. શાંતિ.'
Deeply shocked to learn about the passing away of India’s Representative at Ramallah, Shri Mukul Arya.
He was a bright and talented officer with so much before him. My heart goes out to his family and loved ones.
Om Shanti.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) March 6, 2022
મૃત્યુનું કારણ સામે નથી આવ્યું
મુકુલ આર્યના મૃત્યુનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ભારત અને ફિલીસ્તીન વચ્ચેના સંબંધોને આગળ લઈ જવા માટે તેઓ સતત સક્રિય હતા. જાન્યુઆરીમાં તેમણે ફિલીસ્તીનના ડિરેક્ટોરેટ ઑફ એજ્યુકેશન સાથે મળીને સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરી હતી. આ સાથે ત્યાંની શાળાની મુલાકાત લઈને બંને દેશોમાં સાંસ્કૃતિક સંબંધોને આગળ લઈ જવાની ચર્ચા કરી હતી.
ફિલીસ્તીનમાં સતત સક્રિય હતા મુકુલ આર્ય
તેમણે ફિલીસ્તીનની શાળાના બાળકોને ભારત સરકાર વતી માસ્ક અને સેનિટાઈઝર દાનમાં આપ્યા હતા. બેટુનિયાના મેયર રિબી ડોલેહ દ્વારા ફિલીસ્તીનમાં તેમની સક્રિયતાની પ્રશંસા કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, "ભારત માત્ર રાજકીય રીતે જ ફિલીસ્તીનને સમર્થન કરતું નથી, પરંતુ ભારત ફિલીસ્તીન માટે પ્રેરણાનો સ્ત્રોત છે કારણ કે તેમના નેતૃત્વના મહાન સિદ્ધાંતો એક એવા દેશનું બેજોડ ઉદાહરણ સ્થાપિત કરે છે જેણે અહિંસક સાધનોના માધ્યમથી પોતાની સ્વતંત્રતા પ્રાપ્ત કરી હતી. પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ અગ્રણી સ્થાન પ્રાપ્ત કર્યું છે.'
2008 બેચના ભારતીય વિદેશ સેવાના અધિકારી હતા
મુકુલ આર્ય 2008 બેચના ભારતીય વિદેશ સેવાના અધિકારી હતા. તે કાબુલ અને મોસ્કોમાં ભારતીય દૂતાવાસમાં પણ તૈનાત હતા. મુકુલ આર્યએ પેરિસમાં યુનેસ્કોમાં ભારતના કાયમી પ્રતિનિધિમંડળમાં પણ સેવા આપી હતી. તેમણે નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના મુખ્યાલયમાં પણ કામ કર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે