kidnapping

UP માં પણ નથી થતું તેવું ગુજરાતમાં ચાલુ થયું, બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ખુબ જ મહત્વના અધિકારીનું અપહરણ અને...

જિલ્લાના કડોદરા ખાતે અપહરણની એક ઘટના બની હતી. કેન્દ્ર સરકારના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર કામ કરી રહેલા પેટા કોન્ટ્રાક્ટરના મેનેજર તેમજ ડ્રાઇવરનું અપહરણ કરવામાં આવ્યું હતું. જોકે ગણતરીના કલાકોમાં કડોદરા પોલીસ તેમજ જિલ્લા SOG ની ટીમ દ્વારા તમામ અપહરણકારોને ઝડપી લેવામાં આવ્યા હતા. જો કે આટલા મહત્વના અધિકારીનું અપહરણ કરવા પાછળનું કારણ ઘણુ ચોંકાવનારૂ છે.

Oct 11, 2021, 10:30 PM IST

મિત્ર પાસેથી ઉછીના પૈસા લેવા પડ્યા ભારે, યુવકનું અપહરણ કરી માર મારવામાં આવ્યો

લોકડાઉનને લીધે તેણે દુકાન બંધ કરી જુદીજુદી દુકાનોમાંથી કમિશનથી ઘરે મોબાઈલ ફોન લાવી રીપેરીંગ કરવાનું શરૂ કર્યું હતું. દરમિયાન, દોઢ મહિના પહેલા તેને ઘરખર્ચ માટે પૈસાની જરૂર પડતા તેણે મિત્ર જતીન દેસાઈ પાસે રૂ.1 લાખ ઉછીના લીધા હતા અને તે પૈકી રૂ.70 હજાર તેને પરત પણ કર્યા હતા. 

Sep 23, 2021, 06:42 PM IST

ગુજરાતમાં ફરી ઓનર કિલિંગ? બોટાદના ચકચારી અપહરણ અને હત્યા કેસનો ભેદ ઉકેલાયો

મોટા ભાગના પ્રેમ લગ્ન નો ખરાબ અંજામ આવતો હોય છે ત્યારે આવો  વધુ એક કિસ્સો ગઢડામા પ્રકાશમાં આવ્યો છે. બોટાદના ગઢડા તાલુકાના લીંબાળી ગામે રહેતા અને મુળ બાબરા તાલુકાના નાની કુંડળ ગામનો વતની જયસુખ ભાલીયા નામના યુવકનું તેની પત્નીના પિતા અને ભાઈઓ દ્વારા અપહરણ કરીને તેની હત્યા કરી વાવડી ગામ પાસે લાશને ફેંકી દીધી હતી. જે મામલે બોટાદ પોલીસે હત્યાનો ભેદ ઉકેલી ગણત્રરીની કલાકોમાં ૬ આરોપીઓને ઝડપી પાડ્યા છે. 

Sep 7, 2021, 11:34 PM IST

કિશોરીનું કારસ્તાન : પરીક્ષા ન આપવા પોતાના જ અપહરણનું નાટક રચીને પોલીસને દોડતી કરી 

ટીનેજર્સ વય એવી હોય છે જેમાં સંતાનો પર ચાંપતી નજર રાખવી બહુ જ જરૂરી છે. આ ઉંમરમાં સંતાનો ક્યારેક માતાપિતાના જાણ બહાર દેખાદેખીમાં એવા કાંડ કરે છે જે પાછળથી ભારે પડતા હોય છે. ત્યારે સુરત (Surat) માં 14 વર્ષીય કિશોરીનું કારસ્તાન જાણીને તેના માતાપિતા તો શું, પણ પોલીસના પગ તળેથી પણ જમીન સરકી ગઈ હતી. અંગ્રેજીની પરીક્ષા ન આપવા માટે કિશોરીએ પોતાના અપહરણનું નાટક કર્યું હતું. પોતાના અપહરણ (kidnapping) નો વીડિયો મોકલીને તેણે સુરત પોલીસને દોડતી કરી હતી. 

Sep 1, 2021, 12:26 PM IST

લગ્ન માટે થાય છે છોકરીઓનું અપહરણ, નથી નોંધાતો કોઈ ગુનો, બીજાની પત્નીને ચોરી કરવાની પણ છે પરંપરા!

નવી દિલ્લીઃ ઇન્ડોનેશિયામાં લગ્ન કરવા માટે છોકરીઓનું અપહરણ કરવામાં આવે છે. વિશ્વનો દરેક ભાગ કેટલીક પ્રાચીન સભ્યતા સાથે સંકળાયેલો છે. તેમની સાથે જોડાયેલી માન્યતાઓ અને પ્રથાઓ હજુ પણ જીવંત છે. ઘણી સંસ્કૃતિઓના પોતાના રિવાજો છે, જેમાંથી કેટલાક રીત-રિવાજ ખૂબ જ વિચિત્ર છે. આ સ્ટોરીમાં અમે તમને તે દેશની કહાની જણાવીએ છીએ જ્યાં છોકરીનું અપહરણ કરીને લગ્ન કરવાનો ટ્રેન્ડ છે. અહીં આપણે તે દેશનો પણ ઉલ્લેખ કરીશું જેના ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ દર ત્રણમાંથી એક છોકરીનું અપહરણ કરીને ત્યાર બાદ તેની સાથે લગ્ન કરવામાં આવે છે. 

Aug 9, 2021, 02:44 PM IST

પૈસા માટે ફિલ્મી સ્ટાઇલે અપહરણ, એલસીબીએ 6 આરોપીઓને ઝડપી લીધા

વાસણ ગામથી 2 લોકોનું અપહરણ કરી લૂંટ ચલાવી તેમની પાસે 15 લાખની ખંડણી માંગનારા અપહરણકર્તાઓને પાલનપુર એલસીબી તેમજ ધાનેરા પોલીસે સંયુક્ત ઓપરેશન ધરી ઝડપી પાડી બે પીડિત લોકો છોડાવી 6 આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ધાનેરા તાલુકાના વાસણ ગામના બે લોકોનું અપહરણ થયું હતું. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ધાનેરા તાલુકાના વાસણ ગામના વતની દિનકર મકવાણા તેમજ વિજય ઉદેલ એન્ટીક વસ્તુઓની ખરીદી માટે કેટલાક લોકોના સંપર્કમાં આવ્યા હતા.

Jul 31, 2021, 10:46 PM IST

લોન નહી ભરતા ગાડી સીઝ કરવા આવેલા વ્યક્તિનું અપહરણ, અમદાવાદમાં સર્જાયા પકડાપકડીના દ્રશ્યો

કાર સીઝીંગ કરનાર એક સીઝરને નરોડામાં કડવો અનુભવ થયો. બોલેરો કાર સીઝ કરનાર એક યુવકનુ નરોડા વિસ્તારમાંથી અપહરણ કરવામા આવ્યુ અને દોઢ કલાક બાદ તેનો પોલીસે છુટકારો કરાવ્યો હતો. જેની ફરિયાદના આધારે નરોડા પોલીસે ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી છે. જોકે સિઝર યુવકને મારમારવા અને અપહરણ કરવાના કેસમાં ફરાર અન્ય 8 આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

Jul 31, 2021, 04:49 PM IST

મંદિરના પૂજારીએ ભક્તની દીકરી સાથે કરી પ્રેમલીલા, પરિવાર તાબે ન થતાં યુવતીનું અપહરણ

મેઘરજમાં સમાજ માટે શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં ભગવાવેશધારી સંસારનો ત્યાગ કરેલો વ્યક્તિ જ યુવતીને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી ફરાર થઈ ગયો. અરવલ્લીના મેઘરજમાં ભક્તિને કલંકિત કરતી ઘટના પ્રકાશમાં આવી છે. રાયાવાડા ગામે ભગવાનની પૂજા કરતા પૂજારીની પ્રેમલીલાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો. આટલું જ નહીં પણ ગામની યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેનું અપહરણ કરી થઈ ગયો ફરાર. ગ્રામજનો પણ આ લંપટ સામે હવે ફિટકાર વરસાવી રહ્યાં છે. 

Jun 15, 2021, 10:04 PM IST

ચોકસીનો નવો દાવ, કહ્યું- મને 10 લોકો મારીને ડોમિનિકા લઈ ગયા, મારા અપહરણમાં ગર્લફ્રેન્ડનો હાથ

મેહુલ ચોકસી તરફથી આ 8-10 લોકોમાંથી કેટલાકના નામ આપવામાં આવ્યા છે. તેમાંથી એક નામ છે બારબરા જરાબિકા અને બે અન્ય લોકો છે, નરેન્દ્ર સિંહ અને ગુરમીત સિંહ. 

Jun 7, 2021, 04:58 PM IST

આડા સંબંધનો વહેમ રાખીને પરિણીતાના હાથે યુવકને રાખડી બંધાવી

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં યુવકનું અપહરણ કરી તેને માર મારવાનો કિસ્સો સામે આવ્યો છે. પરણિતા સાથે વાત કરતો હોવાનો વ્હેમ રાખી યુવકને માર માર્યા બાદ પરણિતા પાસે રાખડી બંધાવી યુવકને છોડી મૂકાયો હતો. જેથી યુવકે 9 સામે ફરિયાદ નોંધાવતા પોલીસે યુવકની ફરિયાદને આધારે 9 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Apr 1, 2021, 02:12 PM IST

બાળકીનું અપહરણ કરી તેની મુક્તી માટે માંગ્યા 10 કરોડ, પોલીસે ચાર આરોપીની કરી ધરપકડ

અંજારમાંથી (Anjar) ટ્યૂશન જતી બાળકીનું અપહરણ (Girl Kidnapping) કરી તેની મુક્તી માટે રૂપિયા 10 કરોડની માંગણી (Ransom) કરનાર ચાર આરોપીઓને પોલીસે (Police) ઝડપી પાડ્યા છે

Mar 24, 2021, 08:48 PM IST

મોરબી જિલ્લામાં પોલીસે કોંગ્રેસનાં સભ્યનું અપહરણ કર્યાના આરોપથી ચકચાર, Dy.SP એ તપાસના આદેશ આપ્યા

જિલ્લાની વાંકાનેર તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ચુંટાયેલા સભ્યને પોલીસ સ્ટેશને બોલાવીને સ્થાનિક પીએસઆઇ દ્વારા તેને ખાનગી કારમાં બેસાડીને અન્ય પક્ષને હવાલે કરી દીધેલ છે, તેવો આક્ષેપ વાંકાનેરના કોંગ્રેસના ધારાસભ્ય તેમજ તાલુતા કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. આજે ધારાસભ્યના નિવાસ સ્થાનેથી સિટી પોલીસ સ્ટેશન સુધી રેલી યોજવામાં આવી હતી. ત્યાં ડીવાયએસપીને લેખિતમાં ફરિયાદ આપવામાં આવી છે. જેમાં પીએસઆઈ ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જેની તપાસ કરવામાં આવશે તેવી ડીવાયએસપીએ ખાતરી આપી હતી. 

Mar 14, 2021, 08:11 PM IST

નેવી ઓફિસરનું બંદૂકની અણીએ ચેન્નાઈથી અપહરણ કર્યું, પાલઘરમાં પેટ્રોલ છાંટી જીવતા બાળી મૂક્યા

અત્યંત હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે જ્યાં ભારતીય નેવીના એક અધિકારીનું અપહરણ કરીને તેમને જીવતા બાળી મૂક્યા. જેમનું શનિવારે મોત નિપજ્યું. 

Feb 7, 2021, 08:37 AM IST

3 કરોડની ખંડણી માટે અપહરણ, વેપારીએ 1 કરોડ ચુકવીને પુત્રને છોડાવ્યો પછી પોલીસ પહોંચી

શહેરનાં પોશ ગણાતા વિસ્તાર ઘોડદોડ રોડ પર કરીમાબાદ સોસાયટીમાં રહેતા એક બેગના વેપારી કૈમિલનું ગુરૂવારે સવારે જીમમાં જતી વખતે ઘર નજીકથી સ્કોડા કારમાં આવેલા ચાર બદમાશો અપહરણ કરીને ખંડણી પેટે ત્રણ કરોડ રૂપિયાની માંગ કરી હતી. આ ચકચારી કેસમાં પોલીસે મોડી રાત્રે ચાર અપહરણકારોને ઝડપી લેવામાં સફળતા મળી છે. પોલીસે અપહરણકારો પાસેથી બે પિસ્તોલ પણ કબ્જે કરી છે. અત્રે નોંધનીય છે કે, ઘોડદોડ રોડ પર આવેલી કરીમાબાદ સોસાયટીમાં રહેતા અનવર દુધવાલા ભાગલ મસ્કતી હોસ્પિટલની સામે બેગની દુકાન ચલાવે છે. 

Jan 29, 2021, 05:59 PM IST

MORBI: બાળકીનું અપહરણ, દુષ્કર્મ અને હત્યા કરનારા કારખાનાના કારીગરની ધરપકડ

સિરામિકના કારખાનામાથી મજૂરીની સાત વર્ષની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું. બાદમાં તે બાળકી પર દુષ્કર્મ આચારીને તેને પથ્થર મારીને તેની હત્યા કરી નાખવામાં આવી હતી. જે ગુનાની તપાસમાં હાલમાં પોલીસે તે જ કારખાનામાં કામ કરતાં મૂળ ઝારખંડના મજૂર યુવાનની ધરપકડ કરી છે. થોડા દિવસો પહેલા મોરબી વાંકાનેર હાઇવે ઉપર સરતનપર રોડ ઉપર આવેલા મોટો સિરામિકમાંથી સાત વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યુ હતું. જેથી બાળકીના પિતાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

Jan 23, 2021, 09:17 PM IST

અમદાવાદ: 2000 કરોડની જમીન પચાવી લેવા સંતનું અપહરણ કરનારા 7ની ધરપકડ

* કરોડોની જમીન માટે સંતનું અપહરણ કરવા કેસમાં રૂડા ભરવાડ સહિત 7ની ધરપકડ
* કબીર મંદિરનાં ગાદીપતી મહંતનું અપહરણ કરી બનાખત બનાવવાનો કારસો હતો
* ઘુમા ગામના લોકોએ દબાણ કરતા પોલીસે ત્વરીત કાર્યવાહીની ફરજ પડી હતી

Dec 24, 2020, 05:21 PM IST

કરોડની લેતીદેતીમાં NRI નું અપહરણ, ઝાકીર,ગઝલ, મોહમ્મદ સહિત 5 લોકોની ધરપકડ

કોસંબાથી NRIનું કરાયું અપહરણ: કોસંબા પોલીસે ગણતરીના કલાકમાં અપહરણનો ગુનો ઉકેલી નાખ્યો છે. ભરૂચના હિંગલોટ ગામની સીમમાં ફાર્મ હાઉસમાંથી અપહરણકારોની ચુંગાલમાંથી સુરક્ષિત છોડાવ્યો હતો. કરોડો રૂપિયાની લેતી દેતીમાં અપહરણ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા 6 અપહરણકારો ધરપકડ કરવામાં આવી. સુરતના કોસંબા વિસ્તારમાંથી એક એન.આર.આઈનું અજાણ્યા ઈસમો દ્વારા અપહરણ કરવામાં આવ્યાની ફરિયાદ કોસંબા પોલીસ મથકે નોંધાઇ હતી. કોસંબા પોલીસ તાત્કાલિક હરકતમાં આવીઘટના અંગે તપાસ કરતા ભરૂચના હિંગલોટ ગામની સીમમાંથી 6 અપહરણકારોની ચુંગાલમાંથી વ્યક્તિને સુરક્ષિત છોડાવ્યો હતો. ફાર્મ હાઉસમાંથી બે ફોરચ્યુનર કાર મળી આવી હતી. જોકે પોલીસ તપાસમાં કરોડો રૂપિયાની લેતી દેતી હોવાનું બહાર આવ્યું હતું. 

Nov 9, 2020, 06:26 PM IST
Acharya Dhaval Trivedi Was Brought To Gandhinagar PT2M1S

લંપટ આચાર્ય ધવલ ત્રિવેદીને ગાંધીનગર લવાયો

Acharya Dhaval Trivedi Was Brought To Gandhinagar

Sep 15, 2020, 12:20 PM IST

લગ્ને લગ્ને કુંવારો લંપટ શિક્ષક ધવલ ત્રિવેદીને ગુજરાતમાં લવાયો, મહિલાઓને ગણતો પોતાની ‘સો કોલ્ડ વિક્ટીમ’

  • ગુજરાતનુ કોઈ શહેર એવુ નહિ હોય જ્યાં ધવલે યુવતીને ફસાવી નહિ હોય.
  • વારંવાર શહેર અને રાજ્ય બદલતા રહેતા ચોટીલાની યુવતી કંટાળી જતા ઝઘડો થતા લંપટ શિક્ષકે યુવતીને બિહાર છોડી દીધી હતી

Sep 15, 2020, 10:13 AM IST

5 વર્ષના બાળકના અપહરણમાં પોલીસ દોડતી થઈ, ખુલાસો થતા ગજબનો કિસ્સો આવ્યો સામે

અમદૂપુરા વિસ્તારમાં ફૂટપાથ પરથી પાંચ વર્ષના બાળકનું અપહરણ થવાના કેસમાં નવો વળાંક આવ્યો. નાના બાળકના અપહરણમાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. હાલમાં પોલીસે માતાને બાળક સોંપીને હાશકારો અનુભવ્યો છે.

Aug 26, 2020, 02:58 PM IST