World UFO ડેઃ શું ખરેખર હોય છે ઉડતી રકાબી?

દર વર્ષે 2 જુલાઈએ વર્લ્ડ UFO ડેની ઉજવણી કરવામાં આવે છે. અત્યાર સુધીમાં જેનું રહસ્ય નથી ઉકેલાયું એવી ઉડતી વસ્તુઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે આ દિવસ ઉજવાય છે.

World UFO ડેઃ શું ખરેખર હોય છે ઉડતી રકાબી?

ઉડતી રકાબી. કાલ્પનિક લાગતી આ સંકલ્પના સાચી છે કે ખોટી તે આજ સુધી સવાલ છે. ઈંગ્લિશમાં જેને UFO કહે છે, તેની આધિકારીક પુષ્ટિ આજ સુધી નથી થઈ પરંતુ તેની ચર્ચા વર્ષોથી થતી આવી છે. આવા જ અજાણ્યા પદાર્થો એટલે કે UFO વિશે જાગૃતિ ફેલાવવા માટે વર્લ્ડ UFO ડે મનાવવામાં આવે છે. વર્ષ 2001માં તેની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. આ દિવસે UFOનો અભ્યાસ કરતા લોકો એકઠાં થાય છે અને તેમણે આ મુદ્દે કરેલા રીસર્ચને સામે રાખે છે.

આ દિવસની ઉજવણી વર્લ્ડ UFO ડે ઓર્ગેનાઈઝેશન (WUFODO) કરે છે. જેઓ લોકોને એવું વિચારવા પ્રોત્સાહન આપે છે કે, તેઓ આ બ્રહ્માંડમાં એકમાત્ર માનવ વસતિ નથી. આ પહેલા વર્લ્ડ UFO દિવસની ઉજવણી 24 જૂને કરવામાં આવતી હતી. કારણ કે એક માન્યતા અનુસાર 1990ના દશકની શરૂઆતમાં વૉશિંગ્ટનની ઉપરથી ઉડાન ભરી હતી. જ્યારે કેટલાક લોકો બીજી જુલાઈએ આ દિવસ મનાવતા હતા. જો કે બાદમાં બીજી જુલાઈએ આધિકારીક રીતે આ દિવસ મનાવવાનું શરૂ કરવામાં આવ્યું.

યૂએફઓ છે શું?
ગુજરાતીમાં જેને ઉડતી રકાબી કહે છે તે UFOને સામાન્ય રીતે બીજી દુનિયાથી પૃથ્વી પર આવનારા એલિયન્સનું અંતરિક્ષ યાન માનવામાં આવે છે.જો કે, નાસાની એક સાઈટ અનુસાર, અત્યાર સુધીમાં કોઈ પણ અંતરિક્ષ યાત્રીએ UFO જોયું નથી. અને ન તો અત્યાર સુધી કોઈ વિદેશી અંતરિક્ષ યાન દેખાયાનો પુરાનો નથી મળ્યો.

ભારતમાં દેખાયું હતું UFO?
કેટલાક સમાચારો અનુસાર ભારતમાં પણ UFO દેખાયું હતું. વર્ષ 2007માં કોલકાતામાં સાડા ત્રણથી સાડા છ વચ્ચે એક અજીબ હલતી વસ્તુ દેખાઈ હતી અને તેને એક કેમેરા પર ફિલ્માવવામાં આવી. વસ્તુનો આકાર એક ગોળામાંથી ત્રિભુજમાં  બદલાઈ ગયો અનને આગળ એક સીધી રેખામાં બદલાઈ ગયો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news