અદાણીના શેરમાં આવી રેકોર્ડ તેજી, જો રોકાણ કરશો તો બની જશો કરોડપતિ, જાણો કેવી રીતે?

Adani Enterprises Share: ચાલુ નાણાકીય વર્ષના જૂનમાં સમાપ્ત પ્રથમ ત્રિમાસિકમાં કંપનીનો શુદ્ધ નફો 73 ટકા વધીને ₹469 કરોડ થઇ ગયો જ્યારે 30 જૂનના સમાપ્ત ત્રિમાસિક માટે તેનું રેવન્યૂ 223 ટકા વાર્ષિક (YoY) વધીને ₹41,066 કરોડ થઇ ગયો. 

અદાણીના શેરમાં આવી રેકોર્ડ તેજી, જો રોકાણ કરશો તો બની જશો કરોડપતિ, જાણો કેવી રીતે?

Adani Enterprises Share: અદાણીના શેર (Adani Group stock) એ રોકાણકારોને બંપર કમાણી કરાવી રહ્યા છે. અદાણી એન્ટરપ્રાઇઝના શેરોમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. કારોબારી દિવસ બજારમાં આસ હેર 52 અઠવાડિયાના રેકોર્ડ લેવલ પર પહોંચી ગયો છે. બીએસઇ પર આ શેરમાં રેકોર્ડ તેજી જોવા મળી છે. ત્યારબાદ સ્ટોકએ બજારમાં 3506 રૂપિયાના લેવલ પર નવો હાઇ બનાવ્યો છે. તો બીજે તરફ આ મહિને શેરને નિફ્ટી 50 ની યાદીમાં સામેલ કરવામાં આવી રહ્યો છે. 

30 સ્પટેમ્બરથી નિફ્ટી 50 લિસ્ટમાં થશે સામેલ
તમને જણાવી દઇએ કે શ્રી સીમેન્ટની જગ્યાએ હવે નિફ્ટી 50 ની યાદીમાં અદાણી એન્ટરપ્રાઇઝને મળશે. 30 સપ્ટેમ્બર 2022 થી આ શેર નિફ્ટીની યાદીમાં જોવા મળશે. ઘરેલૂ બ્રોકરેજ અને રિસર્ચ ફર્મ એડલવાઇસના અનુસાર આ મહિનાના અંત સુધી અદાણી એન્ટરપ્રાઇઝને નિફ્ટી 50 ઇન્ટેક્સમાં સામેલ કરવાથી લગભગ 28.5 કરોડ ડોલરનું રોકાણ આવવાની આશા છે.

YTD સમયમાં 100 ટકાથી વધુ રિટર્ન
તમને જણાવી દઇએ કે અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (એઇએલ) ઇન્ડીયન અદાણી ગ્રુપની પ્રમુખ ફર્મ છે, જેનું હેડક્વાર્ટર અમદાવાદમાં છે. આ શેરને YTD સમયમાં અત્યાર સુધી 101. 10 ટકાનું રિટર્ન આપવામાં આવ્યું છે. જાન્યુઆરીમાં આ શેરની વેલ્યૂ 1716 ના લેવલ પર હતી. ગત 8 મહિનામાં શેરની કિંમતમાં 1,735.40 રૂપિયાની તેજી આવી છે. 

73 ટકા વધ્યો ચોખ્ખો નફો
ચાલુ નાણાકીય વર્ષના જૂનમાં સમાપ્ત પ્રથમ ત્રિમાસિકમાં કંપનીનો શુદ્ધ નફો 73 ટકા વધીને ₹469 કરોડ થઇ ગયો જ્યારે 30 જૂનના સમાપ્ત ત્રિમાસિક માટે તેનું રેવન્યૂ 223 ટકા વાર્ષિક (YoY) વધીને ₹41,066 કરોડ થઇ ગયો. 

કેવી રહી સ્ટોકની ચાલ? 
ગત 6 મહિનાનો ચાર્ટ જોઇએ તો શેરમાં 108.40 ટકાની તેજી જોવા મળી છે. આ સમયગાળામાં 1,795.55 રૂપિયા ઉપર ચઢી ગયો છે. તો બીજી તરફ એક વર્ષમાં સ્ટોકે રોકાણકારોએ 123.50 ટકાનું રિટર્ન આપ્યું છે. આ સમયગાળામાં આ શેર 1,907.50 ના લેવલ પર ચઢી ગયો છે. ગત 5 વર્ષનો ચાર્ટ જોઇએ તો શેરોમાં 4,500.21 ટકાની બઢત આવી છે. 

(ડિસ્ક્લેમર: અહીં ફક્ત શેરના પરફોર્મેન્સની જાણકારી આપવામાં આવી છે, આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણકારો જોખમોના આધીન અને રોકાણકારો પહેલાં પોતાના એડવાઇઝર સાથે પરામર્શ કરી લો.) 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news