ઓપરેશન- 'ગિયર બોક્સ', હેરોઈનની દાણચોરી અટકાવવા DRI એ શરૂ કરી સૌથી મોટી કાર્યવાહી!

આ કન્ટેનર માટે બિલ ઓફ એન્ટ્રી ફાઇલ કરવામાં આવી ન હતી અને માલ મેટાલિક સ્ક્રેપ અને ગિયર બોક્સ જેવા મશીનના ભાગો હોવાનું જણાયું હતું. 

ઓપરેશન- 'ગિયર બોક્સ', હેરોઈનની દાણચોરી અટકાવવા DRI એ શરૂ કરી સૌથી મોટી કાર્યવાહી!

મૌલિક ધામેચા/અમદાવાદ: DRI અને ATS ગુજરાત દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન 'ગિયર બોક્સ' શરૂ કરવામાં આવ્યું છે. જે સંદર્ભે DRI દ્વારા ATS ગુજરાતના અધિકારીઓની હાજરીમાં પશ્ચિમ બંગાળના કોલકાતા બંદર પર કન્ટેનરની તપાસ કરવામાં આવી હતી. જેબેલ અલી, દુબઈના આ કન્ટેનરનું કુલ વજન 9300 કિલોગ્રામ ભારે ઓગળતો ભંગાર હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. આ કન્ટેનર માટે બિલ ઓફ એન્ટ્રી ફાઇલ કરવામાં આવી ન હતી અને માલ મેટાલિક સ્ક્રેપ અને ગિયર બોક્સ જેવા મશીનના ભાગો હોવાનું જણાયું હતું. 

વિગતવાર તપાસ દરમિયાન સ્ક્રેપ્ટમાં ગિયર બોક્સ અને અન્ય ધાતુના ભંગાર, બેગમાં કુલ 39.5 કિગ્રા પાઉડરના વજનવાળા 72 પેકેટોમાં માદક પદાર્થ મળી આવ્યો હતો, અને રિકવર કરી FSLમાં પરિક્ષણ કરી હેરોઈન ડ્રગ્સ હોવાનું સામે આવ્યું હતું.

આ સમગ્ર ઘટના મામલે રાજ્યના DGP આશીષ ભાટિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં સમગ્ર ઘટનાની વિગતવાર માહિતી આપવામાં આવી છે. આશીષ ભાટિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત ATSને ડ્રગને લઈને એક માહિતી મળી હતી. જેના આધારે ગુજરાત ATS અને DRI એ કલકત્તામાં એક ઓપરેશન ચલાવ્યું હતું અને સફળતાપૂર્વક પાર  પાડ્યું છે. સંયુક્ત ટીમોએ કલકત્તા પોર્ટ ટ્રસ્ટના એક કન્ટેનરમાં નારકોટિક ડ્રગ પકડ્યું છે. આ કન્સાઈમેન્ટ પકડવા માટે DRI ની જામનગરથી એક ટીમ મોકલવામાં આવી હતી. 

No description available.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દુબઈના પોર્ટથી સ્ક્રેપના કન્ટેનરમાં ડ્રગ લવાયું હતું. ફેબ્રુઆરીથી કન્ટેનર કલકત્તા પડ્યું હતું. જેમાં 36 ગિયર બોક્સ પૈકી 12 ગિયર બોક્સ જેમાં 72 પેક્ટ દ્રગ્સ હતું. 12 ગિયર બોક્સમાં સફેદ મારકિંગ કરેલા અલગ માર્ક કર્યા હતા. જેને ઝડપી લેવામાં આવ્યું છે. પોલીસને ટીમોને કુલ 192.7 કરોડનું ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. 

ઉલ્લેખનીય છે કે, અગાઉ મુન્દ્રા પર 205 કિલો ડ્રગ્સ પકડયું હતું. પીપાવાવમાં 395 કિલો અગાઉ પકડવામાં આવ્યું હતું. દ્વારકામાં 48 કિલો અગાઉ પકડવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે 49.565 કિલો કલકત્તાથી ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. અન્ય રાજ્યમાં હવે ઓપરેશન કરવામાં આવે છે. 

તેમણે ઉમેર્યું હતું કે, દેશમાં માફિયાઓ દ્વારા જુદી જુદી રીતે પ્લાનિંગ કરીને હવે દ્રગ્સ મોકલવામાં આવે છે. હાઈ ક્વોલિટીનું હીરોઈન FSLની તપાસમાં સામે આવ્યું છે. દિલ્હી, યુપી અને પંજાબ માં મોટા પ્રમાણમાં ડ્રગ્સ મોકલવામાં આવે તે જ રીતે આ દ્રગ્સ પણ ત્યાં જ જવાનું હતું. આ કન્ટેનરને રી એક્સપોર્ટ કરવાના પ્રયાસમાં હતા. આ ઘટનામાં દુબઈ ssk જનરલ ટ્રેડિગ કંપનીએ માલ મોકલ્યો હોવાનું ખૂલ્યું છે.

માનવામાં આવી રહ્યું છે કે આ ડ્રગ સિન્ડિકેટ દ્વારા હેરોઇન છુપાવવા માટે અનોખી મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરવામાં આવ્યો જેનાથી એજન્સીઓને શંકા ના જાય કે ડ્રગ્સ સપ્લાય થઈ રહ્યું છે. તેમ છતાં પોલીસ અધિકારીઓએ જૂના અને વપરાયેલા ગિયરબોક્સમાંથી ગિયર્સ ખોલતા માદક દ્રવ્યો ધરાવતા પ્લાસ્ટિકના પેકેટો બનાવવામાં આવેલ પોલાણમાં મૂકવામાં આવ્યા હતા અને પછી તપાસ ટાળવા માટે ગિયરબોક્સને ફરીથી ગોઠવવામાં આવ્યા હતા. આ પેકેટો અન્ય ધાતુના ભંગાર સાથે મેટલ સ્ક્રેપની અંદર છુપાવીને મોકલવામાં આવ્યા હતા જેથી સત્તાવાળાઓનું ધ્યાન ન જાય.

No description available.

હાલ DRI એ NDPS એક્ટ 1985ની જોગવાઈઓ હેઠળ ફરિયાદ નોંધી જપ્તીની કાર્યવાહી શરૂ કરાઇ છે ઉલ્લેખનીય છે કે અગાઉ શોધાયેલ એક કેસમાં જેમાં 75 કિલો હેરોઈન રિકવર કરવામાં આવ્યું હતું, એવું જાણવા મળ્યું હતું કે 395 કિલો વજનના દોરાને માદક દ્રવ્ય- હેરોઈન ધરાવતા સોલ્યુશનમાં પલાળવામાં આવ્યા હતા, જેને પછી સુકાઈને ગાંસડીમાં બનાવવામાં આવ્યા હતા અને બેગમાં પેક કરવામાં આવ્યા.

No description available.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news