Reliance Foundation સ્કોલરશિપ માટે કરો અરજી, 5000 વિદ્યાર્થીઓને મળશે 2 લાખ રૂપિયા સુધીની મદદ
Reliance Foundation Scholarship 2023: રિલાયન્સ ફાઉન્ડેશન શિષ્યવૃત્તિ 2023 માટેની એપ્લિકેશન લિંક ખોલવામાં આવી છે. જે ઉમેદવારો અરજી કરવા માંગે છે તેઓ આ વેબસાઇટની મુલાકાત લઈને ફોર્મ ભરી શકે છે.
Trending Photos
Reliance Foundation Scholarship 2023 Application Link Open: જો અભ્યાસ માટે પૈસાની અછત છે, તો તમે આ શિષ્યવૃત્તિ માટે અરજી કરી શકો છો. રિલાયન્સ ફાઉન્ડેશન દર વર્ષે વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ આપે છે. આ અંતર્ગત ઘણા બાળકોને આર્થિક મદદ આપવામાં આવે છે. આ શિષ્યવૃત્તિ માટે કેવી રીતે અને ક્યાં અરજી કરવી, યોગ્યતા શું છે, કઈ તારીખ પહેલાં ફોર્મ ભરવાનું છે, આવા મહત્વના પ્રશ્નોના જવાબો જાણો.
કોણ અરજી કરી શકે
રિલાયન્સ ફાઉન્ડેશન શિષ્યવૃત્તિ ભારતના બાળકો માટે છે અને દેશના દરેક રાજ્યના વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે. આ શિષ્યવૃત્તિ અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે છે. કોઈપણ પ્રવાહ, કોઈપણ અભ્યાસક્રમના બાળકો અરજી કરી શકે છે. બસ તેઓ UG પ્રથમ વર્ષમાં હોવા જોઈએ.
કેવી રીતે અરજી કરવી
આ શિષ્યવૃત્તિ માટેની અરજીઓ માત્ર ઓનલાઈન કરવાની રહેશે. આ માટે તમારે રિલાયન્સ ફાઉન્ડેશનની અધિકૃત વેબસાઇટ પર જવું પડશે, જેનું સરનામું છે - Scholarships.reliancefoundation.org. આ સિવાય અન્ય કોઈપણ માધ્યમથી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.
છેલ્લી તારીખ શું છે
આ શિષ્યવૃત્તિ માટેની અરજી લિંક ખોલવામાં આવી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 15 ઓક્ટોબર 2023 છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં એટલે કે 2022માં ધીરુભાઈ અંબાણીની 90મી જન્મજયંતિ પર નીતા અંબાણીએ આ શિષ્યવૃત્તિની જાહેરાત કરી હતી અને આગામી દસ વર્ષ સુધી તેના સંચાલનની વાત કરી હતી.
કેટલા વિદ્યાર્થીઓને ફાયદો થશે, કેવી રીતે સિલેક્શન થશે
આ સ્કોલરશીપ કુલ 5000 વિદ્યાર્થીઓને આપવામાં આવશે. વિદ્યાર્થી નિયમિત અભ્યાસક્રમ કરતો હોવો જોઈએ, તે પણ જરૂરી છે. પસંદગી ઘણા પરિબળો પર આધાર રાખે છે જેમ કે ધોરણ 12માં ગુણ, એટિટયૂડ ટેસ્ટમાં પરફોમન્સ, ઘરની આવક અને અન્ય પાત્રતા માપદંડ. જો પસંદ થાય તો ઉમેદવારને સમગ્ર અભ્યાસ માટે રૂ. 2 લાખ સુધીની સહાય મળી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે