સરકાર આ યોજનામાં મહિને આપે છે 5 હજાર સુધીની રકમ, રજિસ્ટ્રેશન માટે તૂટી પડ્યા લોકો

Atal Pension Yojana benefits: નાણાં મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે સરકારના પ્રમુખ સામાજિક સુરક્ષા કાર્યક્રમ અટલ પેન્શન યોજનામાં 5.25 કરોડથી વધુ લાકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ યોજના 9 મે 2015માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લાગુ કરવામાં આવી હતી. 

સરકાર આ યોજનામાં મહિને આપે છે 5 હજાર સુધીની રકમ, રજિસ્ટ્રેશન માટે તૂટી પડ્યા લોકો

Atal Pension Yojana: જો તમારે દર મહિને એક ફિક્સ રકમ જોઈતી હોય તો સરકારે બહાર પાડેલી અટલ પેન્શન યોજનામાં ઈન્વેસ્ટ કરી શકો છો. આ યોજનામાં ઈન્વેસ્ટ કરવાથી તમને ઘણા ફાયદા થાય છે. આ યોજનાના લાભાર્થીઓની સંખ્યા વધતી જ જઈ રહી છે. 

નાણાં મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે સરકારના પ્રમુખ સામાજિક સુરક્ષા કાર્યક્રમ અટલ પેન્શન યોજનામાં 5.25 કરોડથી વધુ લાકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ યોજના 9 મે 2015માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લાગુ કરવામાં આવી હતી. 

ભારતના દરેક નાગરીકો, વિશેષ રૂપથી અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને વૃદ્ધાવસ્થા આય સુરક્ષા પ્રદાન કરવાના ઉદ્દેશ્યથી યોજના શરૂ કરવામાં આવી હતી. મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે, યોજનાને આખા દેશમાં મોટા પ્રમાણમાં લાગુ કરવામાં આવી છે અને રજિસ્ટ્રેશનની સંખ્યાને જોતા આ યોજના 5.25 કરોડના આંકડાને પાર કરી ગઈ છે. અમાં દરેક રાજ્યો અને કેન્દ્રસાસિત પ્રદેશોના આંકડાનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

કેમ લોકપ્રિય થઈ રહી છે APY સ્કીમ 
અરલ પેન્શન યોજનામાં રજિસ્ટ્રેશનની સંખ્યા યોજના શરૂ થયા પછી સતત વધી રહી છે. 2021-22ની તુલનામાં 2022-23માં 20 ટકાનો વધારો થયો છે. યોજનાના કુલ AUM 28,434 કરોડ રૂપિયાથી વધુ છે અને શરૂઆત પછી આ યોજનામાં 8.92 ટકાનું રોકાણ કર્યું છે.

મંત્રાલયે આ યોજનાની ખાસીયતો અંગે વાત કરતા જણાવ્યું છે કે, સાર્વજનિક અને ખાનગી બેંક, ક્ષેત્રીય ગ્રામીણ બેંકો, પેમેંટ બેંકો, પોસ્ટ વિભાગના પ્રયાસો વગર આ યોજના સફળ થઈ શકે તેમ ન હતી. 

અટલ પેન્શન યોજના વિશે જાણો
અટલ પેન્શ યોજના અંતર્ગત 18થી40 વર્ષના કોઈ પણ ભારતીય નાગરીકનું એકાઉન્ટ ખોલાવી શકાય છે. જેની પાસે બચત બેંક ખાતું છે અને જે આવકનો ટેક્સ ભરવાના સ્લેબમાં નથી તે આ યોજનામાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે. APY અંતર્ગત એક ગ્રાહકને તેમના યોગદાનના આધાર પર 60 વર્ષની ઉંમરથી 1,000 રૂપિયાથી 5,000 રૂપિયા દર મહિને મળે છે. પેન્શનધારકોના મૃત્યુ પછી તેના જીવનસાથીને પેન્શન મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news