દેશના ખેડૂતો આનંદો! નવા વર્ષ પહેલા સરકાર આપશે સૌથી મોટી ભેટ, એકાઉન્ટમાં આવશે આટલા રૂપિયા

આગામી મહિને 15 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર સુધીમાં 10મી કિસ્ત (10th instalment Date) ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ શકે છે. સરકારે ગત વર્ષે 25 ડિસેમ્બર 2020ના રોજ ખેડૂતોના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા.

દેશના ખેડૂતો આનંદો! નવા વર્ષ પહેલા સરકાર આપશે સૌથી મોટી ભેટ, એકાઉન્ટમાં આવશે આટલા રૂપિયા

નવી દિલ્હી: પીએમ કિસાન (PM Kisan Samman Nidhi Yojana) યોજનાના લાભાર્થીઓને સરકાર નવું વર્ષ શરૂ થાય તે પહેલા જ ભેટ આપવાની તૈયારીમાં છે. તમને જણાવી દઈએ કે આગામી મહિને 15 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર સુધીમાં 10મી કિસ્ત (10th instalment Date) ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ શકે છે. સરકારે ગત વર્ષે 25 ડિસેમ્બર 2020ના રોજ ખેડૂતોના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ વર્ષે પણ સરકારે 10મી કિસ્ત ટ્રાન્સફર કરવાની તૈયારી કરી લીધી છે. 

આ વખતે આવી શકે છે 4000 રૂપિયા
જે ખેડૂતોને અત્યાર સુધીમાં 9મી કિસ્તનો ફાયદો મળ્યો નથી તો તેવા લોકોના ખાતામાં પણ બે હપ્તાના એક સાથે પૈસા મળશે, એટલે કે તેમના ખાતામાં 4000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. તેના સિવાય રિપોર્ટસના મતે કેન્દ્ર સરકાર (Central Government) પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના (PM KISAN)ની રકમને ડબલ કરવા પર વિચાર કરી રહી છે. પરંતુ તમને જણાવી દઈએ કે આ સુવિધા તે જ ખેડૂતોને મળશે, જેમણે 30 સપ્ટેમ્બર પહેલા રજિસ્ટ્રેશન કરાવ્યું હશે.

તમને પૈસા મળશે કે નહીં ચેક કરો

જો તમને PM Kisan સ્કીમ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે તો તમારા માટે તે જાણવું જરૂરી છે કે આ યોજનાા લાભાર્થીઓના લિસ્ટમાં તમારું નામ છે કે નહીં.

લિસ્ટમાં આવી રીતે ચેક કરો તમારું નામ
- સૌથી પહેલા તમારે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઈટ https://pmkisan.gov.in પર વિજિટ કરવાની રહેશે.
2. તેના હોમપેજ પર તમારે Farmers Corner નું ઓપ્શન દેખાશે.
3. Farmers Corner સેક્શનની અંદર તમારે Beneficiaries Listના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
4. ત્યારબાદ તમારે ડ્રોપ ડાઉન લિસ્ટમાં રાજ્ય, જિલ્લો, તાલુકો, બ્લોક અને ગામને સિલેક્ટ કરવાનું રહેશે.
5. પછી મારે  Get Report પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ લાભાર્થીઓનું આખું લિસ્ટ તમારે સામે આવી જશે, જેમાં તમે તમારું નામ ચેક કરી શકો છો.

આ રીતે ચેક કરો કિસ્તનું સ્ટેટસ
વેબસાઈટ પર પહોંચ્યા બાદ રાઈટ સાઈડમાં ફાર્મર્સ કોર્નર (Farmers Corner) પર ક્લિક કરો. ત્યારબાદ બેનેફિશિયરી સ્ટેટ્સ (Beneficiary Status) ઓપ્શન પર ક્લિક કરો. ત્યારબાદ નવું પેજ ખૂલશે. હવે તમારો આધાર નંબર, મોબાઈલ નંબર નાંખો. પછી તમને તમારા સ્ટેટ્સની આખે આખી જાણકારી મળી જશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Trending news