Railwayનો આ શેર 'સો ટચનું સોનું' નીકળ્યો, 6000% આપ્યું વળતર, 11 રૂપિયા છે ભાવ

શુક્રવારે બજાર ધડામ થયું હતું. આમ છતાં રેલ્વે સ્ટોક Cressanda Railway Solutions Ltdમાં ઉછાળો જોવા મળ્યો છે. આ શેરે 5 વર્ષમાં 6,000% સુધીનું વળતર આપ્યું છે. જોકે, છેલ્લા એક વર્ષથી આ શેરના ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો.

Railwayનો આ શેર 'સો ટચનું સોનું' નીકળ્યો, 6000% આપ્યું વળતર, 11 રૂપિયા છે ભાવ

નવી દિલ્હીઃ 6 સપ્ટેમ્બરે શેરબજારમાં  (Share Market) ઘટાડા છતાં રેલવેના શેરમાં વધારો જોવા મળ્યો. આ શેરે અગાઉ જબરદસ્ત વળતર આપ્યું હતું પરંતુ તે પછી લાંબા સમય સુધી મૌન થઈને બેઠો હતો. હવે ફરી એકવાર તેમાં ઉછાળો આવ્યો છે. આ શેરનું નામ છે Cressanda Railway Solutions Ltd.  શુક્રવારે, ક્રેસાન્ડા સોલ્યુશન્સનો શેર લગભગ 2% ઉછળ્યો અને રૂ. 11.57 પર બંધ થયો.

તેણે અત્યાર સુધીમાં 5 વર્ષમાં 6,000% સુધીનું વળતર આપ્યું છે, પરંતુ છેલ્લા એક વર્ષથી તે નેગેટિવ વળતર આપી રહ્યો છે.  12 મહિનામાં તેમાં 55%નો ઘટાડો થયો છે. હવે ફરી એકવાર તેમાં સુધારો જોવા મળી રહ્યો છે. આ શેર છેલ્લા 5 ટ્રેડિંગ સેશનમાં 2 ટકાના વધારા સાથે અપર સર્કિટ લાગી રહી છે.

ક્રેસંડા સોલ્યુશનનો સ્ટોક કેમ વધી રહ્યો છે?
ક્રેસંડા સોલ્યુશનનું માર્કેટ કેપ રૂ 489.58 કરોડ છે. કંપનીએ કોલકાતા મેટ્રો સાથે એક વર્ષનો કરાર કર્યો છે. જેમાં મેધા રેકમાં 29 ઇંચની એલઇડી ડિસ્પ્લે લગાવવાનું કામ મળ્યું છે. ડિસ્પ્લે દ્વારા, વ્યાપારી અને સરકારી સંસ્થાઓ બંને તેમની બ્રાન્ડેડ જાહેરાતો કરી શકશે. મુસાફરોને સમાચાર, મૂવી, ગીતો, ચેટ શો અને જાહેરાત જોવા મળશે. ક્રેસંડાને આપવામાં આવેલા કોન્ટ્રાક્ટ હેઠળ, NS કોરિડોર એટલે કે બ્લુ લાઇનના 16 મેધા એસી રેકની દરેક ટ્રેનમાં 44 LED સ્ક્રીન લગાવવામાં આવશે, જેનો દરરોજ 7-8 લાખ મુસાફરોને લાભ થશે. આ સિવાય ક્રેસંડા રેલ્વે સોલ્યુશનને ઈસ્ટર્ન રેલ્વે નેટવર્ક માટે પણ કામ મળ્યું છે. તેને મલ્ટિ ઈયરનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. આમાં મેલ એક્સપ્રેસ, પ્રીમિયમ, ઇન્ટરસિટી અને લોકલ ટ્રેનો સહિત 500 થી વધુ ટ્રેનો પર ઇનબાઉન્ડ અને આઉટબાઉન્ડ જાહેરાતોનો સમાવેશ થાય છે.

ક્રેસંડા સોલ્યુશન્સના શેરનું પ્રદર્શન
ક્રેસંડા સોલ્યુશન્સે અત્યાર સુધી જબરદસ્ત વળતર આપ્યું છે. આ વર્ષે અત્યાર સુધીમાં શેરે 365.16% વળતર આપ્યું છે. છેલ્લા 5 વર્ષમાં 6000% સુધીનો રોકાણકારો નફો કરી ચૂકયા છે. જો કે, છેલ્લા 1 વર્ષમાં 55.05%, 2 વર્ષમાં 68.52% અને 10 વર્ષમાં 79.04% નો ઘટાડો થયો છે. આ સ્ટૉકનો 52-સપ્તાહનો સૌથી ઊંચો ભાવ રૂ. 29.28 અને નીચો રૂ. 9.55 છે. આ શેરમાં રિસ્ક છે પણ તમે સાહસ કરી શકો છો.

Disclaimer : શેરબજારમાં કોઈ પણ રોકાણ કરતાં પહેલાં સ્ટોક નિષ્ણાતની સલાહ લો, આ માહિતી ફક્ત પ્રદર્શનને આધારે છે. Zee 24 Kalak કોઇ પણ પ્રકારની ટિપ્સ આપતું નથી. તમારા નફા કે નુક્સાન માટે તમે જ જવાબદાર રહેશો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news