donation

કિન્નરોને ભૂલેચૂકે આ વસ્તુઓ દાનમાં ન આપતા...નહીં તો પાયમાલ થઈ જશે તમારું જીવન!

કિન્નરોને દાન કર્યા વગર કોઈ પણ માંગલિક કાર્ય પૂરું થતું નથી અને એવું પણ મનાય છે કે આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે કિન્નરોને કઈ વસ્તુનું દાન ન કરવું જોઈએ. 

Oct 18, 2021, 02:30 PM IST

Rajula: રામકથા દરમિયાન મોરારી બાપુએ કોરોના મહામારીમાં 1 કરોડનાં દાનની જાહેરાત કરી

હાલમાં કોરોના મહામારી સામે આખો દેશ લડી રહ્યો છે. તેવામાં ગુજરાતમાં પણ સ્થિતી ખુબ જ વિપરિત બની છે. તેવામાં કથાકાર મોરારી બાપુની કથા હાલ અમરેલી ખાતે ચાલી રહી છે. આ કથા દરમિયાન મોરારી બાપુએ મોટી જાહેરાત કરી છે. તેમણે મહુવાનાં તમામ દર્દીઓ માટે ભોજન વ્યવસ્થા ચિત્રકુટ ધામ તલગાજરડા દ્વારા થઇ રહી છે. 

Apr 23, 2021, 04:13 PM IST

ઘડપણની ચિંતા કર્યા વગર ભાવનગરના વૃદ્ધ દંપતીએ ડિફેન્સને કર્યું 1 કરોડનું દાન, યોગ્ય સમયે કરેલું યોગ્ય ઈન્વેસ્ટમેન્ટ કામ આવ્યું

  • નિવૃત બેંક ક્લાર્ક દ્વારા નેશનલ ડિફેન્સ ફંડમાં 1 કરોડનું અનુદાન કરાયું 
  • તેમણે રોજનો એક રૂપિયો દેશની સુરક્ષા માટે આપવા દેશવાસીઓને અનુરોધ કર્યો 
  • અત્યાર સુધીમાં તેઓ 4.50 કરોડથી વધુનું અનુદાન કરી ચૂક્યા છે
  • શેર માટીની ખોટ ધરાવતા આ દંપતીએ પોતાની બચત મૂડીનો દેશના કામ માટે કર્યો સદુપયોગ

Mar 25, 2021, 10:51 AM IST

રામ મંદિર માટે આ ગુજરાતી ઉદ્યોગપતિએ કર્યું 5 કરોડનું દાન

રામ મંદિર નિર્માણ નિધિમાં દેશભરમાં ખોબલે ભરીને દાન આવી રહ્યું છે. રામ મંદિર માટે લોકો દાનની સરવાણી વહાવી રહ્યાં છે. આવામાં ગુજરાતીઓ પણ મોખરે છે. વાપી જીઆઈડીસીના અગ્રણી અને પાયાના ઉદ્યોગપતિ એવા રજ્જુ શ્રોફે રામ મંદિર માટે 5 કરોડનું દાન કર્યું છે. 

Feb 17, 2021, 01:59 PM IST

રામ મંદિર નિધિ સમર્પણ અભિયાન: રામ મંદિર માટે ગણત્રીના દિવસોમાં 100 કરોડનું દાન

* ગોવિંદ ધોળકિયાએ 11 કરોડ તો મુખ્યમંત્રી રૂપાણીએ 5 લાખ રૂપિયાનું દાન કર્યું

Jan 29, 2021, 09:45 PM IST

જાણો કેમ ઉત્તરાયણ પર ચગાવાય છે પતંગ? અને કેમ દેહત્યાગ માટે ભીષ્મ પિતામહે પસંદ કર્યો ઉત્તરાયણનો દિવસ

"કોણ  લહેરાતું આ વાયરાના વ્હાલમાં, ઉરે ઉત્તરાયણ ઉમંગ, વન વન પલટ્યા પવન, ઝૂમતું પતંગ નગર થઈ રંગીલું નભમાં, કોણ  લહેરાતું આ વાયરાના વ્હાલમાં" ઉત્તરાયણ (ઉત્તર+અયન) નો શાબ્દિક અર્થ છે ઉત્તરમાં ગમન. આ દિવસે સૂર્ય એકદમ માથા ઉપર હોય ત્યારની સ્થિતિમાં દરરોજ સૂર્ય ઉત્તર દિશા તરફ નમતો દેખાશે.સૂર્ય જે દિવસે ઉત્તર તરફ ખસવાનું ચાલુ કરે તે દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. છઠ્ઠી સદીમાં ચીનના ગાઓ યેન્ગ નામના રાજાએ તો પતંગ પર અનેક પ્રયોગો કર્યા હતા.મૃત્યુની સજા પામેલા આરોપીને રાજા એક ઊંચાઈ પર લઈ જતો અને એક મોટો પતંગ બાંધી તે આરોપીને તે ઊંચાઈ પરથી ધક્કો મારી દેતો.જો પતંગ સાથે આરોપી ઉડે તો પ્રયોગ સફળ ના ઉડે તો આરોપી પછડાઈને મરી જતો.રાજાનો પહેલો પ્રયોગ નિષ્ફળ ગયો હતો. 18મી સદીમાં પતંગનો ફોટોગ્રાફી માટે ઉપયોગ થતો હતો.

Jan 13, 2021, 10:55 AM IST

સુરતમાં એડમિશનના નામે ડોનેશન ઉઘરાવતાં મામલો કલેક્ટર કચેરીએ પહોંચ્યો

ડોનેશનના નામે અને અલગ-અલગ વિભાગની ફી ના નામે સ્કૂલો વાલીઓને લૂંટી રહી છે. ત્યારે સુરતમાં વધુ એક સ્કૂલ ડોનેશનના મુદ્દાને કારણે વિવાદમાં આવી છે. સુરતની મેટાસ સ્કૂલના વાલીઓ પાસે એડમિશનના નામે ડોનેશન ઉઘરાવતા તેઓ રોષે ભરાયા છે. જેને લઈને ફરીવાર 50 જેટલા વાલીઓ ડોનેશનની ફરિયાદ કરવા તેઓ જિલ્લા કલેક્ટર કચેરીએ આવી પહોંચ્યા હતા.

Oct 19, 2020, 01:35 PM IST

દિલ્હી: દારૂ પર 70% ટેક્સ, છતાં લાંબી લાઈનો, કહ્યું-' વાંધો નહીં, સરકારને અમારા તરફથી દાન'

દિલ્હીમાં દારૂની દુકાન પર આજે અજબગજબનો નજારો જોવા મળ્યો. એક દુકાન પર વ્યક્તિએ દારૂ પર 70 ટકા ટેક્સ લગાવવાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો. તેણે કહ્યું કે તેમના તરફથી સરકારને દાન છે. બીજી દુકાન પર એક વ્યક્તિ દારૂની લાઈનમાં ઊભા રહેલા લોકો પર ફૂલ વરસાવતો જોવા મળ્યો. વ્યક્તિએ કહ્યું કે તમે લોકો આ દેશની અર્થવ્યવસ્થા મજબુત કરી રહ્યાં છો. 

May 5, 2020, 01:39 PM IST

કોરોના સંકટમાં દાનની સરવણી વહી, આ સંસ્થા દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવામાં આવ્યું રૂપિયા એક કરોડનું દાન

હાલમાં ચાલી રહેલ કોરોના મહામારી સામેની લડતમાં સહકાર આપવાના હેતુથી અગ્રગણ્ય ઔદ્યોગિક જૂથ "ચિરીપાલ ગ્રુપ" દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂપિયા એક કરોડનું દાન આપવામાં આવ્યું છે,

Apr 4, 2020, 02:23 PM IST

'હિટમેન'એ કોરોના સામેની લડતમાં કર્યું જંગી દાન, જાણો કયા ખેલાડીએ કેટલો આપ્યો ફાળો

કોરોના વાયરસ વિરુદ્ધ દેશભરમાં યુદ્ધસ્તરે કામગીરી ચાલી રહી છે. આ બીમારી સામેની લડાઈના અભિયાનમાં દેશભરના જાણીતા લોકો તિજોરી ખોલીને દાન કરી રહ્યાં છે. ભારતીય ક્રિકેટ ટીમના વાઈસ કેપ્ટન હિટમેનના નામથી જાણીતા રોહિત શર્માએ પણ પોતાનો ફાળો નોંધાવ્યો છે. રોહિત શર્માએ પીએમ રાહત ફંડમાં 45 લાખ રૂપિયા, મહારાષ્ટ્ર સીએમ રાહત ફંડમાં 25 લાખનું ફંડ, ફિડિંગ ઈન્ડિયાને 5 લાખ અને વેલફેર ઓફ સ્ટ્રે ડોગ્સને 5 લાખનું દાન કર્યું છે. ત્યારબાદ તેણે ટ્વીટ કરીને જાણકારી આપી. ટ્વીટ કરીને રોહિત શર્માએ લખ્યું કે આપણે આપણા દેશને પાછા પગભેર કરવાની જરૂર છે. અને આ જવાબદારી આપણા બધા પર છે. 

Mar 31, 2020, 03:52 PM IST

Akshay Kumar દ્વારા દાન કરાયેલા 25 કરોડ રૂપિયાએ વારો પાડી દીધો Deepika Padukoneનો

અક્ષય કુમાર તે સમયથી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ થઈ ગયો હતો જ્યારે દેશમાં કોરોના વાયરસની એન્ટ્રી થઈ હતી. તેણે પોતાના સ્કેલ પર મોટું જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું

Mar 29, 2020, 03:57 PM IST

કોરોના અંગે ડોનેશન કે માહિતી આપવાનો E-Mail આવે તો ખાતરી કરજો નહીં તો એકાઉન્ટ થઈ શકે છે ખાલી

 દેશ અને દુનિયામાં અત્યારે એક જ ખતરો મંડરાયો છે અને તે છે કોરોના વાયરસ. પરંતુ કોરોના વાયરસ અંગેના ખોટા ઈ-મેલ કરી ડોનેશનના બહાને કે માહિતી આપવાના બહાને એકાઉન્ટ ખાલી ના થઇ જાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. હાલમાં સાયબર ગઠિયાઓ લોકોને છેતરવા માટે નવી મોડેસ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે અને આંતરરાષ્ટ્રીય કે રાષ્ટ્રીય હોસ્પિટલ કેમ મેડિકલ સંસ્થાના નામે ઈ-મેલ મોકલી છેતરપિંડી આચરી રહ્યા છે.

Mar 26, 2020, 06:54 PM IST
Surat Elder Man Gives Life To 4 Persons PT1M12S

સુરતના વૃદ્ધે 4 વ્યક્તિઓને આપ્યું જીવનદાન

દાનવીર કર્ણની નગરી સુરતથી 26મું ધબકતું હૃદય દાન કરવામાં આવ્યું છે. મૂળ ઓરિસ્સાના બ્રેન ડેડ વૃદ્ધનું હૃદય દાન કરવામાં આવ્યું છે. બ્રેન્ડેડ બિપીનના પરિવારના નિર્ણયના કારણે ચાર લોકોને જીવનદાન મળ્યું છે. સુરતથી મુંબઈ ધબકતું હૃદય ગતિન કોરિડોરથી લઈ જવામાં આવ્યું હતું. હૃદય, લીવર, કિડની અને નેત્રનું દાન કરવામાં આવ્યું છે.

Mar 15, 2020, 05:35 PM IST

અમદાવાદ: હોળીનાં પૈસા લેવા આવેલા ક્યારે લાખો રૂપિયા લઇ ગ્યાં ખબર જ ન રહી

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ચોરી અને લૂંટની ઘટનાઓમાં અચાનક અને એકાએક વધારો થઇ ગયો છે. વસ્ત્રાપુરમાં પણ ચોરીનો આવો જ એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. ચોરીનો વિચિત્ર કિસ્સો પ્રાથમિક રીતે સાંભળીને વિશ્વાસ પણ ન આવે તેવી ઘટના છે. વશીકરણ કરીને ધોળા દિવસે મકાન માલિકની નજર સામે 1 લાખ રૂપિયાની ચોરીની ઘટના સામે આવી છે. આગામી દિવસોમાં હોળી હોવાનાં કારણે હોળીનાં પૈસા માંગવા માટે બે મહિલાઓ આવી હતી.

Feb 29, 2020, 11:38 PM IST
Silver Scam In Pavagadh Mahakali Temple PT3M5S

યાત્રાધામ પાવાગઢના ટ્રસ્ટીઓ દ્વારા ચાંદીનું કૌભાંડ કર્યું હોવાની આશંકા

પંચમહાલ જીલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિ પીઠ એવા પાવાગઢના મહાકાળી મંદીર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા કથિત રૂપે મંદીરના દાનમાં આવતી ચાંદીનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની એક અરજી કલોલના એક અરજદાર દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ આ અંગે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની તપાસ કે પગલાં ન ભરાતા હાલ અરજદાર દ્વારા આ ટ્રસ્ટીઓ સામે પોલીસ ફરીયાદ દાખલ કરાવવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.

Feb 12, 2020, 01:35 PM IST

કોંગ્રેસને મળેલા ડોનેશનમાં 5 ગણો વધારો, સૌથી વધુ 55 કરોડ રૂપિયા કોણે આપ્યા તે જાણો

લોકસભા ચૂંટણી 2019માં કારમી હાર મળ્યા બાદ કોંગ્રેસને જે આઘાત લાગ્યો છે તેમાંથી તે હવે ધીરે ધીરે બહાર આવતી હોય એવું લાગે છે. કોંગ્રેસ પાર્ટીના ડોનેશનમાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે વધારો જોવા મળ્યો છે. ચૂંટણી પંચને આપવામાં આવેલી જાણકારી મુજબ ચૂંટણી વર્ષ (2018-19)માં કોંગ્રેસને ગત વર્ષ (2017-18)ની સરખામણીમાં વધુ ડોનેશન મળ્યું છે. 2017-18ની સરખામણીમાં વર્ષ 2018-19માં કોંગ્રેસના ચૂંટણી ફંડમાં 5 ગણાનો વધારો જોવા મળ્યો છે. 

Sep 16, 2019, 01:16 PM IST
Chhotaudaipur Water Donation For Marriage Function PT1M18S

છોટાઉદેપુર લગ્નપ્રસંગમાં મહિલાઓએ કર્યું પાણીનું દાન, જુઓ વીડિયો

રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુરના સંખેડામાં પાણીની અછત વચ્ચે અનોખો લગ્ન પ્રસંગનો કિસ્સો સામે આવ્યો, સંખેડામાં પીવાના પાણીની સમસ્યા વચ્ચે લગ્ન પ્રસંગ લઈને બેસેલા પરિવારની વ્હારે ગામની મહિલાઓએ આવી, મહિલાઓએ ગામના પ્રસંગમાં અનોખી ભાગીદારી નોંધાવી

May 8, 2019, 03:20 PM IST

દ્વારકા મંદિરની રોકડ આવકમાં થયો ઘટાડો, પણ સોનાનું દાન વધ્યું

ગુજરાતના પ્રસિદ્ધ દ્વારકાધીશ જગત મંદિરની 2018-19ની આવક જાહેર કરવામાં આવી છે. જગત મંદિરમાં 2018-19 દરમિયાન રોકડ 12 કરોડ 18 લાખ 1 હજાર 700નું દાન મળ્યું છે. 

Apr 14, 2019, 02:06 PM IST

શિરડી સાઈબાબા મંદિરને 11 દિવસમાં મળ્યું રૂ.14 કરોડ 54 લાખનું દાન

22 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી દરમિયાન ઉમટી ભક્તોની ભીડ, ક્રિસમસ અને નવા વર્ષની રજાઓમાં 9.50 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન, 11 દિવસ દરમિયાન મળેલા દાનની ગણતરી બુધવારે કરવામાં આવી, 507 ગ્રામ સોનું અને 16.5 કિલો ચાંદી પણ મળી દાનમાં 

Jan 3, 2019, 08:30 AM IST

હવે ભક્તો ડાકોરમાં કરી શકશે ઓનલાઇન દાન

ડાકોરના શ્રી રણછોડરાયજી મંદિરના ભક્તો કોઈ પણ ડેબીટ કાર્ડ, ક્રેડીટ કાર્ડ, અથવા તો નેટ બેંકીંગ સુવિધાનો ઉપયોગ કરીને કોઈપણ સમયે, કોઈ પણ સ્થળેથી ઝડપથી, સમયસર અને સુગમતાપૂર્વક દાન કરી શકશે. 

Nov 14, 2018, 06:55 PM IST