ગ્રે માર્કેટમાં તોફાન બન્યો આ IPO,ઈલેક્ટ્રિક વાહનો માટે ચાર્જર બનાવે છે કંપની, પ્રાઇઝ બેન્ડ ₹142

Upcoming IPO: ઈલેક્ટ્રિક વાહન ચાર્જર બનાવનારી કંપની એક્સિકોમ ટેલી-સિસ્ટમ્સ લિમિટેડનો આઈપીઓ 27 ફેબ્રુઆરીએ ઓપન થઈ રહ્યો છે. રોકાણકારો 29 ફેબ્રુઆરી સુધી તેમાં દાવ લગાવી શકે છે. 
 

ગ્રે માર્કેટમાં તોફાન બન્યો આ IPO,ઈલેક્ટ્રિક વાહનો માટે ચાર્જર બનાવે છે કંપની, પ્રાઇઝ બેન્ડ ₹142

Exicom Tele-Systems IPO: ઈલેક્ટ્રિક વાહન   (EV)ચાર્જર બનાવનારી કંપની એક્સિકોમ ટેલી-સિસ્ટમ્સ લિમિટેડનો આઈપીઓ 27 ફેબ્રુઆરીએ ઓપન થઈ રહ્યો છે. ઈન્વેસ્ટર આ ઈશ્યૂમાં 29 ફેબ્રુઆરી સુધી દાવ લગાવી શકે છે. તે માટે પ્રાઇઝ બેન્ડની જાહેરાત થઈ ગઈ છે. એક્સિકોમ ટેલી-સિસ્ટમ્સ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 135-142 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. કંપનીની યોજના ઈશ્યૂથી કુલ 429 કરોડ રૂપિયા ભેગા કરવાની છે. રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (આરએચપી) અનુસાર એન્કર ઈન્વેસ્ટર માટે આ ઈશ્યૂ 26 ફેબ્રુઆરીએ ઓપન થઈ રહ્યો છે. 

જાણો અન્ય વિગત
આઈપીઓમાં કુલ 329 કરોડ સુધીના ફ્રેશ ઈક્વિટી શેર અને પ્રમોટર નેક્સ્ટવેવ કમ્યુનિકેશન દ્વારા 70.42 લાખ ઈક્વિટી શેર ઓફર ફોર સેલ (ઓએફએસ) હેઠળ સામેલ છે. ઈન્વેસ્ટર ઓછામાં ઓછા 100 ઈક્વિટી શેર અને ત્યારબાદ તેના ગુણકોમાં બોલી લગાવી શકે છે. કંપનીએ 135 રૂપિયા પ્રતિ શેરની ઈશ્યૂ પ્રાઇઝ પર 52.59 લાખ ઈક્વિટી શેરનું પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ શરૂ કર્યું છે, જે કુલ મળી 71 કરોડ છે. નેક્સટવેવ કમ્યુનિકેશન પાસે કંપનીમાં 76.55 ટકાની બહુમત ભાગીદારી છે, જ્યારે એચએફસીએલની પાસે ફર્મમાં 7.74 ટકા ભાગીદારી છે. એક્સિકોમ ટેલી-સિસ્ટમ્સમાં પ્રમોટરોની સામૂહિક રૂપથી 93.28 ટકા ભાગીદારી છે. 

શું છે જીએમપી?
માર્કેટ જાણકારો પ્રમાણે એક્સિકોમ ટેલી-સિસ્ટમ્સ લિમિટેડનો આઈપીઓ ગ્રે માર્કેટમાં 116 રૂપિયાના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. એટલે કે કંપનીના શેરનું સંભવિત લિસ્ટિંગ 258 રૂપિયા પર થઈ શકે છે. એટલે કે પ્રથમ દિવસે ઈન્વેસ્ટરોને 81 ટકા જેટલો ફાયદો થઈ શકે છે. એક્સિકોમ આઈપીઓની ફાળવણી 1 માર્ચે નક્કી થઈ શકે છે અને કંપનીના શેર 5 માર્ચે બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ થશે. 

કંપની વિશે જાણો
કંપની ફ્રેશ ઈશ્યૂથી ભેગી કરવામાં આવેલી રકમનો ઉપયોગ તેલંગણામાં મેન્યુફેક્ચરિંગ સુવિધામાં પ્રોડક્શન લાઇનો સ્થાપિત કરવા, રિસર્ચ તથા વિકાસની સાથે પ્રોડક્ટ ડેવલોપમાં રોકાણ અને લોન ચુકવણી તથા સામાન્ય કોર્પોરેટ ઈદ્દેશ્ય માટે કરશે. મોનાર્ક નેટવર્થ કેપિટલ, સિસ્ટમેટિક્સ કોર્પોરેટ સર્વિસ અને યુનિસ્ટોન કેપિટલ સર્વિસ એક્સિકોમ આઈપીઓ માટે બુક-રનિંગ લીડ મેનેજર છે, જ્યારે લિંક ઇનટાઇમ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આઈપીઓ રજીસ્ટ્રાર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news